• Home
  • Sports
  • Ronaldinho: Former Barcelona star released from Paraguayan prison on bail

બોગસ પાસપોર્ટ કેસ / બ્રાઝીલના ફૂટબોલ લેજેન્ડ રોનાલ્ડિન્હોને જામીન મળ્યા, કોર્ટના આદેશ અનુસાર અસુનસિયાનની હોટલમાં જ હાઉસ અરેસ્ટ રહેશે

બ્રાઝીલના ફૂટબોલર રોનાલ્ડિન્હો પર બોગસ પાસપોર્ટનો આરોપ છે. તેને ગયા મહિને પોલીસે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યો હતો.
બ્રાઝીલના ફૂટબોલર રોનાલ્ડિન્હો પર બોગસ પાસપોર્ટનો આરોપ છે. તેને ગયા મહિને પોલીસે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યો હતો.
X
બ્રાઝીલના ફૂટબોલર રોનાલ્ડિન્હો પર બોગસ પાસપોર્ટનો આરોપ છે. તેને ગયા મહિને પોલીસે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યો હતો.બ્રાઝીલના ફૂટબોલર રોનાલ્ડિન્હો પર બોગસ પાસપોર્ટનો આરોપ છે. તેને ગયા મહિને પોલીસે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યો હતો.

  • રોનાલ્ડિન્હોના વકીલે 12 કરોડ રૂપિયા જામીન તરીકે જમા કરાવ્યા છે, તેઓ અસુનસિયાનની હોટલમાં પોતાના જ ખર્ચે રહેશે
  • પોલીસે રોનાલ્ડિન્હોને બનાવટી પાસપોર્ટના મામલે 5 માર્ચે અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યા હતા

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 03:15 PM IST

પેરાગ્વે કોર્ટે બોગસ પાસપોર્ટના મામલે બ્રાઝીલના પૂર્વ ફૂટબોલર રોનાલ્ડિન્હો અને તેના ભાઈને જામીન આપ્યો છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓને હવે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનની એક હોટલમાં હાઉસ અરેસ્ટ રહેવું પડશે. પોલીસે 2002ના વર્લ્ડ કપ વિજેતા રોનાલ્ડિન્હોને 5 માર્ચના રોજ અસુનસિયાનની હોટલમાંથી અરેસ્ટ કર્યા હતા. ત્યારથી તે ટ્રાયલ્સને લીધે જેલમાં બંધ હતા.

જજ ગુસ્તાવો અમરિલાએ કહ્યું કે, “રોનાલ્ડિન્હોના વકીલે 12 કરોડ રૂપિયા જામીન તરીકે જમા કરાવ્યા છે. તેઓ અસુનસિયાનની હોટલમાં પોતાના જ ખર્ચે રહેશે. હોટલ મેનેજમેન્ટને તેમની દેખરેખ રાખવા આદેશ આપ્યો છે. પોલીસ પણ હોટલમાં હાજર રહેશે." રોનાલ્ડિન્હોના જામીન અરજી અગાઉ પણ બે વાર નામંજૂર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ફૂટબોલર કોરોનાવાયરસને કારણે જેલમાં બંધ હતો. પોલીસે વકીલ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

રોનાલ્ડિન્હો પર ગયા મહિને બનાવટી પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે પેરાગ્વે પોલીસે તેમની અટકાયત કરી હતી. રોનાલ્ડિન્હો પોતાના ભાઈ સાથે પેરાગ્વેની રાજધાની અસુનસિયાનમાં એક ઇવેન્ટ માટે પહોંચ્યા હતા. તેઓ જે હોટલમાં રોકાયા હતા, પોલીસે ત્યાં જ તેમની અટકાયત કરી હતી. રોનાલ્ડિન્હોના ભાઈના અન્ય એક સાથીને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે પેરાગ્વેના ગૃહમંત્રીએ કહ્યું-  રોનાલ્ડિન્હોની તપાસ માટે અટકાયત કરવામાં આવી છે, તેમને એરેસ્ટ કરવામાં આવ્યા નથી. તપાસ પછી નિર્ણય લેવામાં આવશે કે તેમને એરેસ્ટ કરવા કે નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી