તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Roger Federer Rafael Nadal Pulls Out Of Tokyo Olympics Novak Djokovic Unsure Tennis Stars In Olympic

ટેનિસ સ્ટાર્સે ટોક્યો ઓલિમ્પિક બૉયકોટ કરી!:નડાલ પછી 20 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર પણ ઓલિમ્પિક નહીં રમે, વર્લ્ડના નંબર-1 જોકોવિચ અંગે સસ્પેન્સ યથાવત્

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિકમાં સ્વિટ્ઝર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું ગર્વની વાત, પરંતુ અત્યારે સ્થિતિ કંઈક અલગઃ ફેડરર

કોરોના મહામારી દરમિયાન જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકનું આયોજન કરાયું છે. આ ઇવેન્ટમાંથી ઘણા ટેનિસ સ્ટાર્સે પોતાનાં નામ પરત લઈ લીધાં છે. ગત મહિને સ્પેનના નડાલે નામ પરત લીધું હતું. હવે સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર રોજર ફેડરરે પણ આ ઓલિમ્પિકમાં ન રમવાનો નિર્ણય કર્યો છે.

વળી, સર્બિયાના વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચના રમવા અંગે પણ સસ્પેન્સ યથાવત્ છે. નડાલ, ફેડરર અને જોકોવિચ સૌથી વધુ 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂક્યા છે.

ઓલિમ્પિકમાં ફેન્સની 'નો એન્ટ્રી'
ટોક્યો ઓલિમ્પિકમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ગેમ્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે. કોરોનાને કારણે ટોક્યોમાં ઇમર્જન્સી લાગુ કરાઈ છે અને સ્ટેડિયમમાં ફેન્સના આવવા પર પણ પ્રતિબંધ લાદવમાં આવ્યો છે. આ કારણ છે કે જોકોવિચ ટોક્યોના ટૂર અંગે અસમંજસમાં મુકાયો છે, જ્યારે નડાલ અને ફેડરર ઈજાગ્રસ્ત હોવાથી પોતાનાં નામ પરત લીધાં છે.

ઓલિમ્પિકમાં સ્વિટ્ઝર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું ગર્વની વાતઃ ફેડરર
ફેડરરે મંગળવારે કહ્યું હતું કે ગ્રાસ કોર્ટ સીઝન (વિમ્બલ્ડન 2021) દરમિયાન મેં અનુભવ્યું હતું કે મારા ઘૂંટણમાં કંઇક ઈજા પહોંચી છે. આ કારણે જ મને ટોક્યો ઓલિમ્પિકમાંથી નામ પરત લેવાની ઇચ્છા થઈ હતી. ઓલિમ્પિકમાં રમવું અને સ્વિટ્ઝર્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત સમાન છે. મેં હંમેશાં આના માટે તૈયારી કરી છે અને તૈયાર પણ રહું છું, પરંતુ અત્યારે હું ઈજાગ્રસ્ત હોવાથી આરામ કરવાનું પસંદ કરીશ.

જોકોવિચ ઓલિમ્પિકમાં રમવું કે નહીં એની અસમંજસમાં મુકાયો
તાજેતરમાં જોકોવિચ છઠ્ઠીવાર વિમ્બલ્ડન ટાઇટલ જીત્યો છે. ફાઇનલ જીત્યા પછી તેણે કહ્યું હતું કે મેં હંમેશાં ઓલિમ્પિકમાં રમવાનું સપનું જોયું છે, પરંતુ અત્યારની સ્થિતિ અનુકૂળ નથી. જે કંઇપણ મને સમાચાર મળ્યા છે અને વાતો સાંભળી છે એ જોતાં હું અસમંજસમાં મુકાયો છું. મારે આ અંગે વિચાર કરવો પડશે. ચુસ્ત પ્રોટોકોલ વચ્ચે સ્ટાફને લઇ જવાની અનુમતિ નથી. ફેન્સની પણ એન્ટ્રી પર પ્રતિબંધ છે. એવામાં જોકોવિચે નિરાશા જાહેર કરી હતી.

નડાલે વિમ્બલ્ડનમાં પણ ભાગ નહોતો લીધો, ઓલિમ્પિકથી પણ નામ પરત લીધું
રાફેલ નડાલે વિમ્બલ્ડનમાં પણ ભાગ નહોતો લીધો અને એની સાથે ગ્રાસ કોર્ટ ટૂર્નામેન્ટની સાથે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ન રમવાનો નિર્ણય કર્યો છે. ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનમાં નડાલ સેમિફાઇનલમાં હારી ગયો હતો. તેને વિશ્વના નંબર-1 મેન ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે 3-6, 6-3, 7-6, 6-2થી પરાસ્ત કર્યો હતો.

હાર્યા પછી નડાલે કહ્યું હતું કે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન વચ્ચે 2 સપ્તાહનો સમય હતો. આ દરમિયાન મારે રેસ્ટ લઇને ફરીથી ગેમ રમવી સરળ નહોતી. મારે ક્લે કોર્ટ સીઝન રમ્યા પછી આરામ કરવાની ખાસ જરૂર છે. ઓલિમ્પિક અને વિમ્બલ્ડન ન રમવાનો નિર્ણય મેં મારા કરિયરમાં લાંબી ઈનિંગ રમવા માટે લીધો છે.

અન્ય સમાચારો પણ છે...