તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Rani Rampal Said Earlier People Only Used To See The Score In Olympics People Saw Our Effort Good Performance Encouraged By The Support Of The Countrymen

મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલનો ઇન્ટરવ્યુ:પહેલાં લોકો માત્ર સ્કોર જોતા હતા; દેશવાસીઓના સપોર્ટથી સારું પ્રદર્શન કરવાનો જુસ્સો વધ્યો

ગાઝિયાબાદ12 દિવસ પહેલાલેખક: વૈભવ પલનિટકર
  • કૉપી લિંક

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. પહેલીવાર ભારતીય મહિલા ટીમે સેમી-ફાઈનલ સુધી પહોંચી હતી. ભાસ્કર સમૂહે રવિવારે ગાઝિયાબાદમાં હાજર CISF કેમ્પસમાં ઓલિમ્પિકમાં દમદાર પ્રદર્શન કરનારી ભારતીય ટીમને 26 લાખ રુપિયા આપીને પ્રોત્સાહિત-સન્માનિત કરી હતી. સમારોહ દરમિયાન ભાસ્કરના સંવાદદાતાએ ટીમની કેપ્ટન રાની રામપાલ સાથે વિશેષ વાતચીત કરી. રાનીએ ઓલિમ્પિક, પોતાના કરિયર, રમતોમાં મહિલાઓની સ્થિતિને લઈને ખોલીને પોતાનો મત રજૂ કર્યો. તમે પણ વાંચો.........

સવાલ: ઓલિમ્પિકમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન દાખવ્યું. ભલે મેડલ ન આવ્યો, પરંતુ તમે લોકોએ સમગ્ર દેશનું દિલ જીતી લીધું. બ્રોન્ઝ મેડલ મેચ હાર્યા બાદ ખેલાડીઓને રડતા જોવામાં આવ્યા હતા. એ તમામ યાદોને હવે કેવી રીતે યાદ કરો છો?
જવાબ: ટોક્યો ઓલિમ્પિક્સની સફર અમારા માટે ખૂબ જ સારી રહી. અમે ટૂર્નામેન્ટ માટે ઘણી તૈયારી કરી હતી. અમે બ્રોન્ઝ મેડલની મેચ ઓછા અંતરથી હારી ગયા. આ પરિણામ બાદ તમામ ખેલાડીઓ એકદમ ભાવુક થઈ ગયા હતા. જ્યારે અમે ભારત પરત ફર્યા ત્યારે ચાહકોનો પ્રેમ અને સમર્થન જોઈને અમે ખૂબ ખુશ થયા હતા. એ જાણીને આનંદ થયો કે લોકો સવારે 6 વાગ્યે ઊઠીને અમારી મેચ જોઈ. લોકો હોકીથી વાકેફ થયા છે અને મહિલા હોકીને પણ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે.

સવાલ: ઓલિમ્પિક માટે ટોક્યો રવાના થતાં પહેલાં મગજમાં શું ચાલતું હતું? શું કોઈ ખાસ ટાર્ગેટ સેટ કરીને રાખ્યો હતો?
જવાબ: એ સમયે અમારા મનમાં આ જ ચાલી રહ્યું હતું કે અમારે માત્ર ઓલિમ્પિકમાં પાર્ટિસિપેટ નહિ કરવાનું, પણ સાથે કંઈ અચીવ કરીને આવવાનું છે. મેડલ જીતવાનો છે. એ ઠીક છે કે અમે મેડલ જીત્યા નથી, પરંતુ અમે એના માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ઓલિમ્પિક પહેલાંનો સમય બહુ સારો નહોતો. દેશ કોરોના સામે લડી રહ્યો હતો. લોકો તેમનાં પ્રિયજનોને ગુમાવી રહ્યા હતા. અમે બાયો-બબલમાં પણ હતા અને એક જ જગ્યાએ ટ્રેનિંગ લીધી હતી. અમારો ઉદ્દેશ અમારા પ્રદર્શન દ્વારા લોકો માટે પોઝિટિવિટી લાવવાનો હતો.

સવાલ: મેચ પછી PM નરેન્દ્ર મોદીએ તમારા જોડે અને અન્ય ખેલાડીઓ સાથે વાત કરી, એ અનુભવ કેવો રહ્યો?
જવાબ:પ્રધાનમંત્રીએ સેમી-ફાઈનલ અને બ્રોન્ઝ મેડલ મેચ બંને બાદ અમારી સાથે વાત કરી હતી. તેમણે અમને કહ્યું હતું કે તમે રડો નહીં, તમે હાર્યા નથી. આને હારની રીતે ન લો. જ્યારે તમે લોકો દેશમાં પાછા ફરશો ત્યારે તમારા પ્રદર્શનની એવી જ રીતે ઉજવણી કરવામાં આવશે જેમ મેડલ વિજેતાના પ્રદર્શનની ઉજવણી કરવામાં આવે છે. તેમના શબ્દોએ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા.

સવાલ: ઓલિમ્પિકમાં ગયા પહેલાં અને ત્યાંથી પરત ફર્યા બાદ તમને દેશમાં હોકી માટે બદલાયેલો માહોલ જોવા મળી રહ્યો છે?
જવાબ: બિલકુલ. માહોલમાં ફેરફાર તો આવ્યો છે. પહેલાં લોકો હોકીને બહુ જાણતા નહોતા, પરંતુ તેમણે સવારે ઊઠીને અમારી મેચ જોઈ. તેમણે અમારા એફર્ટને જોઈ અને એને વખાણી પણ. હું તેના માટે લોકોની આભારી છું. પહેલાં લોકો માત્ર સ્કોર જોતા હતા કે ભારતીય ટીમ હારી કે જીતી. ઓલિમ્પિકમાં અમારા પ્રદર્શને આમાં ફેરફારો કર્યો. લોકો હવે મેચ જોવા લાગ્યા છે. આ માટે હું તેમનો ફરી આભાર વ્યક્ત કરું છું.

સવાલ: મહિલા ખેલાડીઓની સફર પુરુષોની તુલનામાં ઘણી અલગ હોય છે. એવામાં તમને લોકોને કરિયરમાં કેવી રીતે પડકારોનો સામનો કરવો પડ્યો?
જવાબ: હા, મહિલા ખેલાડીઓની સફર પુરુષો કરતાં ઘણી અલગ છે. મહિલા ખેલાડીઓ અલગ-અલગ બેકગ્રાઉન્ડ અને ધર્મોમાંથી આવે છે. દરેકને માતાપિતા અથવા સમાજોનું સમર્થન મળે એવું જરૂરી નથી. સૌથી મોટો પડકાર એ જ છે. શરૂઆતમાં રમવાની સ્વતંત્રતા મળતી નથી. તેમ છતાં તે બહાર આવે છે અને તેની રમતના આધારે પોતાને સાબિત કરે છે. ઘણો સંઘર્ષ મહિલાઓ માટે હોય છે, પરંતુ મને લાગે છે કે મહિલાઓમાં તેનો સામનો કરવાની ઘણી હિંમત હોય છે. તેઓ ખૂબ જ મજબૂત છે, તેથી એક મહિલા તરીકે મને ખૂબ ગર્વ છે કે હું દેશ માટે પ્રદર્શન કરી શકી છું.

સવાલ: ફ્યુચર પ્લાનિંગ શું છે? આગળ વર્લ્ડકપ પણ છે અને પછી પેરિસ ઓલિમ્પિક પણ?
જવાબ: એશિયા કપ વર્લ્ડકપ માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે અને એશિયન ગેમ્સ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ છે. અમે આ ટૂર્નામેન્ટ જીતીને ક્વોલિફાય થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે બધા અત્યારે આ બંને ટૂર્નામેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

સવાલ: ગેમની સાથે-સાથે ખ્યાતિ પણ આવે છે. તમે બંનેને મેનેજ કેવી રીતે કરો છો?
જવાબ: અમને જે ખ્યાતિ મળે છે એ રમતને કારણે છે, તેથી અમારું સંપૂર્ણ ધ્યાન રમત પર રહે છે. આજે પણ છે અને આગળ પણ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...