સ્પેનના ફૂટબોલર સર્જિયો રામોસ અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસી સ્પેનિશ લીગ લા લિગામાં હરીફ ખેલાડી હતા. હવે બંને એક જ ક્લબમાં સાથે રમશે. રામોસે ગત મહિને રિયલ મેડ્રિડ છોડીને ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી) સાથે કરાર કર્યો. તો મેસી બાર્સેલોના છોડીને પીએસજી સાથે જોડાયો.
રામોસે મેસીને પેરિસમાં પોતાના ઘરમાં રહેવા માટે આમંત્રણ આપ્યું છે. રામોસે મેસીને કહ્યું કે, જ્યા સુધી મેસીને પેરિસમાં જોઇએ તેવું ઘર મળી ન જાય ત્યાર સુધી તે હોટલની જગ્યાએ પરિવાર સહિત તેના નવા ઘરમાં રહી શકે છે. મેસી હાલ પેરિસની ફાઇવ સ્ટાર હોટલ લે રોયલમાં રહે છે.
મેસીએ હોટલમાં સાતમાં માળથી ચાહકોને અભિવાદન કર્યું હતું. આજ હોટલમાં પીએસજી સાથે નવા જોડાયેલ અન્ય ખેલાડીઓ પણ છે. જોકે મેસી અને રામોસને સાથે રમતો જોવા માટે ચાહકો રાહ જોઇ રહ્યા છે. હાલ રામોસ પગમાં ઇજાના કારણે લગભગ 2 મહિના મેદાનથી દુર રહેશે. તો મેસી 30 નંબરની જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. તે શનિવારે પીએસજી તરફથી પહેલી મેચ રમી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.