• Gujarati News
  • Sports
  • Rahul Will Have A Fitness Test Today; If He Passes, He Will Go To England, If He Fails, Mayank Will Get A Chance

કોને મળશે ઇંગ્લેન્ડની ટિકિટ:આજે રાહુલનો ફિટનેસ ટેસ્ટ થશે; પાસ થયો તો ઇંગ્લેન્ડ જશે, ફેલ થયો તો મયંકને તક મળશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે લોકેશ રાહુલનો ફિટનેસ ટેસ્ટ થવા જઈ રહ્યો છે. આ ટીમ ઈન્ડિયાની ફિટનેસનો ટેસ્ટ પણ સાબિત થવા જઈ રહ્યો છે. આના પર જુલાઈના પહેલા સપ્તાહમાં બર્મિંઘમમાં આયોજિત ટેસ્ટમાં ભાગ લેનારી ટીમ ઈન્ડિયાના ઘણા સમીકરણો પર નિર્ભર કરશે.

જો રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લેશે તો તે ઇંગ્લેન્ડ જશે અને જો નાપાસ થયો તો મયંક અગ્રવાલને ઇંગ્લેન્ડની ટિકિટ મળશે. એટલું જ નહીં રાહુલના ન જવાની સ્થિતિમાં રિષભ પંતને વાઈસ કેપ્ટન બનાવાશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ઓપનર મયંક અગ્રવાલ ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં ઈજાગ્રસ્ત લોકેશ રાહુલની જગ્યા લેશે અને રિષભ પંતને રોહિત શર્માનો ડેપ્યૂટી બનાવાશે. લોકેશ રાહુલને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય લોકો પહેલા જ લંડન પહોંચી ચૂક્યા છે. રોહિતની આગેવાની હેઠળ ટીમ ટેસ્ટ પહેલા અભ્યાસ મેચ રમશે.

બોર્ડે ટીમ મેનેજમેન્ટને પૂછ્યું- શું રાહુલનું રિપ્લેસમેન્ટ જરૂર છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે BCCIએ ટીમ મેનેજમેન્ટને પૂછ્યું છે કે તેને રાહુલના રિપ્લેસમેન્ટની જરૂર છે? અમને 19 તારીખ સુધી જવાબ મળવો જોઈએ. તેવામાં મયંક અગ્રવાલ બીજી બેચ માટે ઉડાન ભરે એવા અહેવાલો મળી રહ્યા છે. જોકે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

4 મેચમાં 313 રન બનાવી ચૂક્યો છે રાહુલ
લોકેશ રાહુલે આ સિરીઝની શરૂઆતી 4 મેચમાં 39.37ની એવરેજથી 313 રન કર્યા છે. જેમાં એક સદી અને એક ફિફ્ટી સામેલ છે. રાહુલે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 129 રન કર્યા હતા. આની પહેલાં નોટિંઘમમાં ઓપનિંગ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 84 રન કર્યા હતા.

વળી મયંક અગ્રવાલે છેલ્લી ટેસ્ટ માર્ચમાં શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. તેણે પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 22 રન કર્યા હતા. ઓવરઓલ ટેસ્ટ કરિયરની વાત કરીએ તો મયંક અગ્રવાલે 21 મેચમાં 41.33ની એવરેજથી 1488 રન કર્યા છે.

ભારતની ટેસ્ટ ટીમઃ
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, કે.એસ.ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

  • સ્ટેન્ડબાયઃ મયંક અગ્રવાલ

ગાંગુલીએ કહ્યું- વર્લ્ડ કપની તૈયારી શરૂ
BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કહ્યું કે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ઇંગ્લેન્ડ ટૂરથી શરૂ થઈ ગઈ છે. દ.આફ્રિકા સાથે હોમ સિરીઝ અને આયરલેન્ડ ટૂર દરમિયાન માત્ર પ્રયોગો કરાઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં વર્લ્ડ કપની સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરાઈ જાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગાંગુલીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હેડ કોચ રાહુલ દ્રવિડ અને સિલેક્ટર્સ ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમમાં T20 વર્લ્ડ કપની સંભવિત પ્લેઇંગ-11 તૈયાર કરી શકે છે. આ પ્રયોગો પછી અંતિમ મુખ્ય-11 ટીમ મળી જાય એવી શક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...