તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતનું ગૌરવ:રાહુલ-પ્રિયંકા ટોક્યો ઓલિમ્પિકમાં રેસ વૉકિંગ કરશે

રાંચી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ ઓપન રેસ વૉકિંગ ચેમ્પિયનશિપ : પ્રિયંકા ગોસ્વામી અને સંદીપ કુમારે નેશનલ રેકોર્ડ પણ સર્જ્યા

ભારતીય રેસ વૉકર રાહુલ કુમાર, પ્રિયંકા ગોસ્વામી, સંદીપ કુમારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરી લીધું છે. નેશનલ ઓપન રેસ વૉકિંગમાં સંદીપ અને પ્રિયંકાએ 20 કિ.મી. રેસ વૉકિંગમાં નવો નેશનલ રેકોર્ડ સર્જ્યો. સંદીપે 1 કલાક 20 મિનિટ 16 સેકન્ડ, પ્રિયંકાએ 1 કલાક 28 મિનિટ 45 સેકન્ડ અને રાહુલે 1 કલાક 20 મિનિટ 26 સેકન્ડનો સમય લીધો.

ઓલિમ્પિક ક્વૉલિફિકેશન ટાઈમ પુરુષો માટે 1 કલાક 21 મિનિટ અને મહિલાઓ માટે 1 કલાક 31 મિનિટ છે. સંદીપે ઈરફાન અને દેવેન્દર સિંહનો 1 કલાક 20 મિનિટ 21 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. પ્રિયંકાએ ભાવના જાટનો 1 કલાક 32 મિનિટ 59 સેકન્ડનો રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ રેસ વૉકર કેટી ઈરફાન અને ભાવના જાટ પણ ઓલિમ્પિક ક્વૉટા અપાવી ચૂક્યા હતા.

158 ભારતીય ખેલાડીઓના ઓલિમ્પિકમાં જવાની આશા
77 ભારતીય ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કરી ચૂક્યા છે. ભારતીય ઓલિમ્પિક યુનિયનનો આશા છે કે આ નંબર 158 સુધી પહોંચી શકે છે. એથ્લેટિક્સમાં 8 ખેલાડી અને એક ટીમ(4X400 મી.મિક્સ્ડ રિલે) ક્વૉલિફાઈ કરી ચૂક્યા છે. જેવલિન થ્રોઅર નીરજ ચોપડા, શિવપાલ સિંહ, સ્ટીપલચેજર અવિનાશ સાબલે ક્વૉલિફાઈ કરી ચૂક્યા છે.

ટોક્યો ગેમ્સના 61% ક્વૉટા અપાઇ ચૂક્યો છે : ઓલિમ્પિક ચેનલ અનુસાર ટૉક્યો ગેમ્સના 61% ક્વૉટા અપાઇ ચૂક્યો છે. હવે ફક્ત 25% ક્વૉલિફિકેશન બાકી છે. છેલ્લા 14% ખેલાડીઓની અે રમતમાં તેમના રેન્કિંગના આધારે પસંદગી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો