તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Rahi Sarnobat Wins Gold Medal In Shooting World Cup, India 6th With 4 Medals

ઓલિમ્પિક પહેલા ભારત માટે ગુડ ન્યૂઝ:રાહી સરનોબતે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો, 4 મેડલ સાથે ભારત છઠ્ઠા નંબર પર

ક્રોએશિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહી સરનોબતે વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા (ફાઇલ ફોટો) - Divya Bhaskar
રાહી સરનોબતે વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા (ફાઇલ ફોટો)
  • યશસ્વિની દેશવાલ, મનુ ભાકર અને રાહી સરનોબતે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ અપાવ્યો હતો

ઓલિમ્પિક પહેલા ભારતીય શૂટિંગ માટે એક સારા સમાચાર આવ્યા છે. રાહી સરનોબતે ક્રોએશિયામાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. રાહી પાસેથી ઓલિમ્પિકમાં પણ મેડલ જીતવાની અપેક્ષા છે. જોકે, મનુ ભાકર સાતમા સ્થાને રહી હતી. વર્લ્ડ કપમાં રાહીનું આ બીજું મેડલ પણ છે. અગાઉ રાહીએ 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રાહીએ 25 મીટર સ્પોર્ટ્સ ફાઇનલમાં 39 પોઇન્ટ મેળવ્યા હતા, તે વર્લ્ડ રેકોર્ડ તોડતા બસ એક પોઇન્ટથી ચૂકી ગઈ હતી. વળી સિલ્વર મેડલ જીતનારી શૂટરથી રાહી 8 પોઇન્ટ આગળ રહી હતી. અત્યારસુધી ભારત, ટૂર્નામેન્ટમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠા નંબર પર છે.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રાહી બીજા અને મનુ ભાકર ત્રીજા સ્થાન પર રહી
વળીં 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રાહી 591 પોઇન્ટ સાથે બીજા અને મનુ 588 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. જોકે ફાઇનલમાં મનુ સારૂ પ્રદર્શન દાખવી શકી નહતી.

50 મીટર રાઇફલ થ્રી પોઝીશનમાં રાજપૂત અને તોમર ના જીતી શક્યા
રવિવારે 50 મીટર રાઇફલ થ્રી પોઝીશનમાં ટોક્યોમાં મેડલની આશા સંજીવ રાજપૂત અને વર્લ્ડ નંબર વન એશ્વર્યપ્રતાપ સિંહ તોમર મેડલ જીતી શક્યા નહતા. જોકે તોમર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો, પરંતુ ફાઇનલમાં છઠ્ઠા સ્થાન પર રહ્યો. આની પહેલા માર્ચમાં દિલ્હીમાં આયોજિત શૂટિંગ વર્લ્ડ કપમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મિક્સ્ડ ઈવેન્ટની ફાઇનલમાં મનુ અને સૌરભે રશિયન જોડી વિતાલિના બત્સરશ્કિના અને અર્તેમ ચેર્નોસોવને હરાવી.
મિક્સ્ડ ઈવેન્ટની ફાઇનલમાં મનુ અને સૌરભે રશિયન જોડી વિતાલિના બત્સરશ્કિના અને અર્તેમ ચેર્નોસોવને હરાવી.

મનુ અને સૌરવે મિક્સ્ડમાં સિલ્વર મેડલ જીત્યો
10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ભારતને સિલ્વર અપાવ્યો હતો. આ ભારતીય જોડી 387 પોઇન્ટ સાથે બીજા નંબર પર રહી હતી. મિક્સ્ડ ઇવેન્ટની ફાઇનલમાં મનુ અને સૌરભને રશિયન જોડી વિતાલિના બત્સરશ્કિના અમે અર્તેમ ચેર્નોસોવને હરાવ્યા હતા.

યશસ્વિની દેશવાલ, મનુ ભાકર અને રાહી સરનોબતે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ અપાવ્યો હતો.
યશસ્વિની દેશવાલ, મનુ ભાકર અને રાહી સરનોબતે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ અપાવ્યો હતો.

ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
આની પહેલા મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ભારતે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય ટીમે હંગેરીને 16-12થી પરાસ્ત કરી હતી. 10 મીટર એર ટીમમાં મનુ ભાસ્કર, યશસ્વિની દેશવાલ અને રાહી સરનોબત સામેલ હતી. ત્રણેય શૂટરે 573ના સ્કોર સાથે ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું.

સૌરભે સિંગલ્સમાં બ્રોન્ઝ અપાવ્યો
સ્ટાર ભારતીય શૂટર સૌરભ ચૌધરીએ ગુરૂવારે દેશને મેન્સ ઈવેન્ટમાં 10 મીટર એક પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રથમ પદક હતું. 10 વર્ષીય સૌરભે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 581 અને ફાઇનલમાં 220 સ્કોર કર્યો હતો.

ઓલિમ્પિક પહેલા આ અંતિમ ટૂર્નામેન્ટ
ટોક્યો ઓલિમ્પિક પહેલા શૂટિંગની આ સૌથી મોટી અને અંતિમ ટૂર્નામેન્ટ છે. ત્યારપછી ઓલિમ્પિકનો શરૂ થશે. આ વર્ષે ટોક્યો ગેમ્સ 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે. આ ઓલિમ્પિક ગત વર્ષે રમાવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે સ્થગિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...