• Gujarati News
  • Sports
  • Rafael Nadal Infected While Returning To Spain From UAE, Tweeted Information; Suspense Over Australia Open

રાફેલ નડાલ કોવિડ પોઝિટિવ:UAEથી સ્પેન પરત ફરતા સમયે સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી; ઓસ્ટ્રેલિયન ઓપન રમવા અંગે સસ્પેન્સ યથાવત્

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્પેનિશના દિગ્ગજ ટેનિસ પ્લેયર રાફેલ નડાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટમાંથી આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે નડાલ અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમીને સ્પેન પરત ફર્યો હતો ત્યારે કોવિડ ટેસ્ટ કરાવતા તે સંક્રમિત હોવાની જાણ થઈ છે.

ટ્વીટ કરી જાણકારી આપી
રાફેલ નડાલે ટ્વીટ કરી પોતાના ફેન્સને આ મુદ્દે જાણકારી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમી પરત ફર્યા પછી મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં RT-PCR પોઝિટિવ આવ્યો છે. નડાલે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે તેને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં બધું નોર્મલ થઈ જશે.

રાફેલ નડાલ હોમ-ક્વોરન્ટીન
સ્ટાર ટેનિસ પ્લેયર રાફેલના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ તેને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે જણાવ્યું હતું કે હું નેગેટિવ આવું અને પછી મારા સ્વાસ્થ્ય પ્રમાણે ટૂર્નામેન્ટ અને આગામી મેચના શિડ્યૂલ અંગે નિર્ણય લઈશ.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા સામે પ્રશ્નો
રાફેલ નડાલે હમણાં થોડા સમય પહેલા જ ટેનિસ કોર્ટમાં કમબેક કર્યું છે. તેવામાં અબુધાબીમાં રમાયેલી ચેમ્પિયનશિપની એક્ઝિબિશન મેચમાં તેણે પૂર્વ નંબર-1 પ્લેયર એન્ડી મરે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એન્ડી મરેએ રાફેલ નડાલને 6-3, 7-5થી હરાવ્યો હતો.

રાફેલ નડાલ હવે ઓસ્ટ્રેલિયા ઓપન રમશે કે નહીં તેની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. 13 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા ઓપનની શરૂઆત થવાની છે, જેમાં કોવિડ પહેલા પણ નડાલ કોરોના ગાઈડલાઈનના કારણે તેમાં ભાગ નહીં લે તેવી માહિતી સામે આવી રહી હતી. પરંતુ હવે તે પોતે કોવિડ પોઝિટિવ આવતા આ ટૂર્નામેન્ટમાં નડાલ ભાગ લેશે કે નહીં એ અંગે પ્રશ્ન ઊઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...