તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Radunaku Is Good At Teaching, Coming To A + In Maths, Fernandez Was Learning To Play Tennis By Watching Videos

યુએસ ઓપન ટીન સ્ટાર:રાડુનાકુ ભણવામાં હોશિયાર, મેથ્સમાં A+ આવતા, ફર્નાન્ડિઝ વીડિયો જોઇને ટેનિસ રમતા શિખતી હતી

ન્યૂયોર્ક13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષની એમા રાડુકાનુ અને 19 વર્ષની લેલાહ એની ફર્નાન્ડિઝની કહાની
  • બંને ખેલાડી પહેલીવાર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમશે

વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન, જેમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં આ વખતે બંને ટિનેજર્સ ખેલાડીઓ સામ સામે ટકરાશે. 18 વર્ષની એમા રાડુકાનુ અને 19 વર્ષની લેલાહ એની ફર્નાન્ડિઝએ ફાઇનલ સુધી પહોંચતા ઘણા અપસેટ સર્જ્યા.ઘણા અનુભવી અને દિગ્ગજ ખેલાડીઓને બહાર કર્યા. બંને ખેલાડીઓ જ્યારે ફાઇનલ માટે મેદાન પર ઉતરશે, ત્યારે જે પણ ખેલાડી જીતશે, તે ઇતિહાસ રચશે. ગ્રાન્ડ સ્લેમની બંને ટીનેજર્સ વિશ્વભરમાં છવાઇ ગઇ છે. બંનેની અહિયા સુધી પહોંચવાની સફર પર એક નજર કરીએ...

એમા રાડુકાનુઃ કેનેડામાં જન્મી બ્રિટિશ ખેલાડીના ઘરમાં કોઇ રમત સાથે જોડાયું નથી જોડાયું, એન્ડી મરેના સસરા તેના કોચ
બ્રિટનની એમા રાડુકાનુ હવે જાણીતી ખેલાડી બની ગઇ છે. કેનેડમાં ટોરન્ટોમાં 13 નવેમ્બર 2002 માં જન્મેલી રાડુકાનુ જ્યારે 2 વર્ષની હતી ત્યારે પરિવાર ઇંગ્લેન્ડ શિફ્ટ થઇ ગયો હતો. 5 વર્ષની ઉમરમાં રમવાની શરૂઆત કરનાર રાડુકાનુ ભણવામાં ઘણી હોશિયાર હતી. તેને ગણિતમાં A+ અને ઇકોનોમિક્સમાં A ગ્રેડ મળતા હતા. પરિવારમાં કોઇ પણ રમત સાથે જોડાયેલું નથી. રાડુકાનુના પિતા ઇયાન રોમાનિયાના જ્યારે માતા રેની ચીનની છે. બંને ફાઇનાન્સ સેક્ટરમાં કામ કરે છે.

રાડુકાનુના સોશિયલ મીડિયાના બાયોમાં લખ્યું છે, લંડન, ટોરન્ટો, બુકારેસ્ટ, શેનયાંગ. તે વર્ષમાં બેવાર બુકારેસ્ટ (રોમાનિયા) જાય છે. રાડુકાનુ નાનજિંગમાં ચીનની ટેબલ ટેનિસ એકેડેમીમાં રમવા માટે જતી હતી. તાઇવાનના ટીવી શોની ફેન રાડુકાનુને મેડેરિન ભાષા બોલતા આવડે છે. રોમાનિયાની સિમોના હાલેપ અને ચીનની લી ના તેની રોલ મોડલ છે. વર્લ્ડ નંબર 150 રાડુકાનુના કોચ પણ ઘણા હાઈ-પ્રોફાઇલ છે. ત્રણવારના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એન્ડી મરેના સસરા નિગેલ સિયર્સ તેના કોચ છે. રાડુકાનુએ નાનપણાં ઘણી રમત રમી છે. રાડુકાનુએ 2018માં પ્રોફેશનલ ટેનિસમાં કારકિર્દી શરૂ કરી.

લેલાહ એની ફર્નાન્ડિઝઃ શિક્ષકની સલાહે પ્રોત્સાહનનું કામ કર્યું અને આજે ટીનએજમાં જ વિશ્વની સ્ટાર ખેલાડી બની ગઇ
યુએસ ઓપનની ફાઇનલમાં રમનાર બીજી ટીનએજર્સ કેનેડાની લેલાહ એની ફર્નાન્ડિઝનો જન્મ 6 સપ્ટેમ્બર 2002માં થયો હતો. પિતા જોર્જ ફર્નાન્ડિઝ ઇક્વાડોરમાં પુર્વ ફૂટબોલર હતા. જ્યારે માતા ઇરેને ફિલીપીંસ હતા. ફર્નાન્ડિઝની નાની બહેન જોલી પણ ટેનિસ ખેલાડી છે. નાનપણમાં ફર્નાન્ડિઝ ફૂટબોલ, વોલીબોલ જેવી રમતમાં હાથ અજમાવ્યો હતો. 7 વર્ષની ઉમરમાં જ તેણે ટેનિસ રમવાની શરૂઆત કરી દીધી હતી. તે બેસમેન્ટમાં દિવાલ પર ઘણા કલાકો શોટ્સ મારવાની પ્રેક્ટિસ કરતી હતી.

10 વર્ષની ફર્નાન્ડિઝના શિક્ષકે તેને કહ્યું કે તેને રમવામાં નહીં પણ ભણવામાં ધ્યાન આપવું જોઇએ. શિક્ષકના આ શબ્દો તેના મગજમાં ઘર કરી ગયા અને તેના મગજમાં ફરતા રહ્યા. તેણે કહ્યું કે મને આ શબ્દો મગજમાં સતત ફરતા રહ્યા અને એક રીતે રમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપતા રહ્યા. પિતા જ ફર્નાન્ડિઝના કોચ છે.

જોકે તેણે ક્યારેય ટેનિસ નથી રમ્યું ફર્નાન્ડિઝની હાઇટ માત્ર 5.5 ફૂટ છે. જે ટેનિસ જેવી રમતમાં ઘણી નાની કહેવાય. પોતાનાથી લાંબા ખેલાડીઓ સામે તે સ્ટ્રેન્થ અને પાવરનો ઉપયોગ કરે છે. બેલ્જિયમની ખેલાડી જસ્ટિન હેનિનન ફેન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયામાં તેના વીડિયો જોઇને પ્રેક્ટિસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...