તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Pune Army Stadium To Be Known As Neeraj Chopra Army Sports Institute; Rajnath Singh Inaugurated, Golden Boy Was Also Present

સુવર્ણ ક્ષણ:નીરજ ચોપરાના નામથી ઓળખાશે પુણે આર્મી સ્ટેડિયમ; રાજનાથ સિંહે કર્યું ઉદ્ઘાટન, ગોલ્ડન બોય પણ હાજર રહ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 124 વર્ષના ઇતિહાસમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ જીતનાર નીરજ એકમાત્ર એથ્લીટ

પુણે આર્મી સ્ટેડિયમ હવે 'નીરજ ચોપરા આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટીટ્યૂટ' નામથી ઓળખાશે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ભારતીય સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણે અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ જીતાડનાર એથ્લીટ નીરજ ચોપરાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે અમે દેશમાં સ્પાર્ટ્સને પ્રધાન્ય મળે તે માટે સતત કાર્યરત છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અંગે ખેલાડીઓ અને વિવિધ ગેમ્સને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે.

અન્ય એથ્લીટ અને આર્મી ઓફિસરોને મળશે પ્રેરણા
પુણેના આર્મી સ્ટેડિયમમાં જ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર આર્ચરી ટીમનો કેમ્પ લાગ્યો હતો. આ સ્ટેડિયમનું નિર્માણ 2006માં કરાયું હતું. જેમાં એથ્લેટિક્સનો 400 મીટરનો સિંથેટિક ટ્રેક છે. આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારસુધી સ્ટેડિયમનું નામ કોઇપણ વ્યક્તિના નામ પર રખાયું નથી. તેવામાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા અને આર્મીના જૂનિયર કમિશન્ડ અધિકારી નીરજ ચોપરાના નામ પર આ સ્ટેડિયમનું નામ રખાઈ શકે છે. આના કારણે અન્ય એથ્લીટ અને આર્મી ઓફિસરોને પણ પ્રેરણા મળશે. ચોપરાએ આર્મીમાં જોડાયા પછી પ્રારંભિક તાલીમ અહીંથી લીધી હતી.

ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર એકમાત્ર એથ્લીટ
ઈન્ડિયન ઓલિમ્પિકના 124 વર્ષના ઇતિહાસમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ જીતનાર નીરજ એકમાત્ર એથ્લીટ છે. ઉપરાંત, તે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય ખેલાડી છે. તેની પહેલા અભિનવ બિન્દ્રાએ 2008માં શૂટિંગ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીરજે આંતરરાષ્ટ્રીય સ્તરે 7 મેડલ જીત્યા છે
નીરજે આંતરરાષ્ટ્રીય સ્તરે 7 ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા ઉપરાંત, તેણે 2018મા જકાર્તા એશિયન ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, 2017મા એશિયન ચેમ્પિયનશિપ, 2016મા સાઉથ એશિયન ગેમ્સ, 2016મા જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે, 2016મા, તેણે જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજે પાકિસ્તાની એથ્લીટ અરશદનો બચાવ કર્યો
નીરજનું કહેવું છે કે તેણે પોતાનો પ્રથમ થ્રો ખૂબ જ ઉતાવળમાં કર્યો હતો. નીરજે કહ્યું- ફાઈનલ શરૂ થવાની હતી અને મને મારો ભાલો મળી રહ્યો નહોતો. ત્યારે મેં જોયું કે મારો ભાલો પાકિસ્તાની થ્રોઅર અરશદ નદીમના હાથમાં છે. પછીથી મેં તેની પાસેથી ભાલો લીધો અને ઝડપથી થ્રો કર્યો.

અરશદે કોઈ નિયમ તોડ્યા નથી
નીરજનો ભાલો નદીમના હાથમાં હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે તો લોકો એમ કહેવા લાગ્યા છે કે પાકિસ્તાની એથ્લીટે જાણી જોઈને આમ કર્યું હશે. તેની પર નીરજે કહ્યું છે કે અરશદ નદીમે કોઈ નિયમ તોડ્યા નથી. તેમણે જે કઈ કર્યું છે તે નિયમમાં રહીને કર્યું છે.

મારી કમેન્ટ્સથી પોતાના એજન્ડને પ્રોત્સાહન ન આપો
નીરજે ટ્વિટ કર્યું- મારી તમને બંધાને વિનંતી છે કે મારી કમેન્ટ્સને પોતાના ગંદા એજન્ડાને આગળ વધારવાનું માધ્યમ ન બનાવો. રમત આપણને બધાને એક થઈને રહેવાનું શીખવાડે છે અને કમેન્ટ કરતા પહેલા રમતના રૂલ્સ જાણવા જરૂરી છે. નીરજે ટ્વિટમાં વીડિયો પણ શેર કર્યો છે.

ડોન ન્યૂઝના સ્પોર્ટ્સ હેડે નીરજની પ્રશંસા કરી
પાકિસ્તાની સમાચાર પત્ર 'ડોન ન્યૂઝ'ના સ્પોર્ટ્સ હેડે ટ્વીટ કરી નીરજની પ્રશંસા કરતા કહ્યું કે નીરજ, આ વીડિયો શેર કરવા બદલ આપનો આભાર, તમે રિયલ ચેમ્પિયન છો. આજ કારણોસર અરશદ નદીમ તમારું આટલું સન્માન કરે છે. પાકિસ્તાની મલ્ટી મીડિયા જર્નલિસ્ટ શિરાજ હુસૈને લખ્યું, પ્રેમ અને આદર. અન્ય પાકિસ્તાનની જનતાએ પણ નીરજના વખાણ કર્યા.

અન્ય સમાચારો પણ છે...