લિયોનલ મેસીના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીએ બાર્સેનોલા ક્લબ છોડ્યા પછી હવે ફ્રાંસીસી ક્લબ પેરિસ સેન્ટ જર્મેન(PSG) સાથે બે વર્ષનો કરાર સાઈન કર્યો છે. મેસી હવે ટૂંક સમયમાં PSG માટે રમતો નજરે આવશે. 34 વર્ષીય મેસીએ રવિવારે જ બાર્સેલોના ક્લબને ભાવુક વિદાય આપી હતી. બાર્સેલોના સાથે પોતાની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેસી ખૂબ જ ભાવુક નજરે આવ્યા હતા.
PSGથી મળશે આટલા કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટસ અનુસાર, લિયોનલ મેસીને ફ્રાંસીસી ક્લબ પેરિસ સેંટ જર્મેન તરફથી રમવા પર દર વર્ષે આશરે 25 મિલિયન પાઉંડ(આશરે 258 કરોડ રૂપિયા) મળશે. મેસીનું PSG સાથે જોડાવુ ક્લબ માટે એક સારો કરાર માનવામાં આવી રહ્યો છે.
21 વર્ષ સુધી રહ્યો બાર્સેલોના સાથે
મેસી 13 વર્ષની ઉંમરથી ક્લબ સાથે જોડાયેલા હતા અને 21 વર્ષથી આ જ ક્લબ તરફથી રમી રહ્યા હતા.બાર્સેલોના ભારે નાણાકીય સંકટમાં છે. ખરેખર, બાર્સેલોના કલ્બ ઉપર લગભગ 8000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મેસીએ 2017માં ક્લબ સાથે આખરી ડીલ લગભગ 4900 કરોડ રૂપિયામાં કરી હતી, આથી આ ક્લબ મેસી સાથે નવું ડીલ કરી શકી નહીં.
આવો રહ્યો મેસીનો રેકોર્ડ
બાર્સેલોનાને ટોપ પર પહોંચાડવા માટે મેસીનો મહત્વપુર્ણ ભાગ છે. તેણે બાર્સેનોલા ક્લબ માટે 672 ગોલ કર્યા. બાર્સેલોના તરફથી મેસીએ રેકોર્ડ 778 મેચ રમી છે અને તેણે ઘણા ક્લબને મુખ્ય ખિતાબ જિતાડવા મદદ કરી છે.
PSGમાં સાથી ખેલાડી રહેશે નેમાર
PSGની ટીમમાં નેમાર પહેલેથી હાજર છે. નેમાર સિવાય ફ્રાન્સના કાયલિન એમ્બાપ્પે પણ આજ ક્લબ તરફથી રમે છે. તેવામાં હવે PSG ક્લબ સાથે જોડાવાથી ફુટબોલ ફેન્સમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે.
લિયોનલ મેસીનું કરિયર
મેસીનું કરિયર કિક વર્ષ 2000માં શરૂ થયું, જ્યારે તે જુનિયર સિસ્ટમ રેન્ક માટે રમતો હતો. ઘણા જ ઓછા સમયમાં તે એકમાત્ર એવો ખેલાડી બની ગયો, જે 5 અલગ અલગ ટીમમાંથી રમ્યો. મેસીની રેન્કના માધ્યમથી પ્રગતિ થવા લાગી અને વર્ષ 2004-05માં તેને પોતાની પહેલી હાજરી આપી, જ્યારે તેને એક લીગ ગોલ સ્કોર કરવા માટે સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બન્યો. વર્ષ 2006માં મેસી ડબલ જીતનારી ટીમનો ભાગ બન્યો, જેને લા લીગા સ્પેનિશ લીગ અને ચેમ્પિયન્સ લીગ બંનેમાં જીત મેળવી હતી. આગામી સીઝન 2006-07માં માત્ર 20 વર્ષની ઉંમરમા સ્ટ્રાઈકર અને બાર્સેલોના ટીમનો એક અનિવાર્ય હિસ્સો બનવા માટે એ લોકોની પહેલી પસંદ બની ગયો. મેસીએ 26 લીગ મેચમાં 14 ગોલ કર્યા. વર્ષ 2009-10માં મેસીએ તમામ કોમ્પિટિશન્સમાં 47 ગોલ કર્યા, જે બાર્સેલોના તરફથી કરેલા રોનાલ્ડોના રેકોર્ડની બરોબરી હતી. જેમ જેમ જીવન આગળ વધતું ગયું તેમ તેમ મેસીએ પોતાના ખુદના રેકોર્ડ બનાવ્યા અને અનેક રેકોર્ડ તોડવાનું પણ શરૂ કર્યું.
કેલેન્ડર વર્ષ 2012માં મેસીએ સૌથી વધુ ગોલ કરવાનો ઓલ ટાઈમ વિશ્વ રેકોર્ડ તોડ્યો. આ વર્ષે તેને કુલ 91 ગોલ કર્યા હતા, જેને જર્મનના ગેર્ડ મુલર દ્વારા બનાવવામાં આવેલા 85 ગોલ અને પેલેના 75 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધા.
મેસીના ગોલ સ્કોરિંગ રેકોર્ડ્સ
મેસીએ એક શાનદાર ફર્સ્ટ હાફ ફ્રી કિક મારીને પોતાના કરિયરનો 600મો ગોલ કર્યો હતો. આ 600 ગોલના રેકોર્ડમાં 539 ગોલ મેસીએ બાર્સેલોના માટે કર્યા હતા, જ્યારે 61 ગોલ પોતાની ટીમ આર્જેન્ટીના તરફથી કર્યા હતા. આર્જેન્ટીનાના શક્તિશાળી ખેલાડી તરીકે તેને પોતાના 14 વર્ષના કરિયરમાં કુલ 747 ગેમ્સમાં ભાગ લીધો. મેસીના આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં તેને એક સારો ફૂટબોલરનો ખિતાબ અપાવ્યો છે.
મેસીની ઉપલબ્ધિઓ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.