તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Preparing To Turn On The Flame From The Flying Car, Spectators Will Not Get Access

ટોક્યો ઓલિમ્પિકમાં 16 દિવસ બાકી:ફ્લાઇંગ કારથી ફ્લેમ ચાલુ કરવા તૈયારી, દર્શકોને પ્રવેશ નહીં મળે

ટોક્યો23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાપાન ઓપનિંગ સેરેમનીમાં પોતાની કલા-સંસ્કૃતિની સાથે ટેક્નોલોજી પાવર દેખાડશે

ઓલિમ્પિકમાં સૌથી મોટા આકર્ષણમાં એક તેની ઓપનિંગ સેરેમની હોય છે. જ્યાં આયોજકો દેશમાં પોતાની કલા-સંસ્કૃતિની સાથે જ સાયન્સ અને ટેકનોલોજીને વિશ્વની સામે રાખે છે. 2016 રિયો ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં જાપાનના તે સમયના વડાપ્રધાન શિંજો આબેએ ફ્લેમ લેવા માટે સુપર મારિયોના ડ્રેસમાં પહોંચીને પોતાનો ઇરાદો બતાવી દીધો હતો. હવે જાપાન 23 જુલાઈના રોજ ઓપનિંગ સેરેમની માટે તૈયાર છે. ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં રિહર્સલ ચાલુ છે. ઓપનિંગ સેરેમનીમાં ચાહકોને આવવાની પરવાનગી નથી.

ટોપ મ્યુઝિક બેન્ડ કરશે પરફોર્મ
દેશના ટોપ મ્યુઝિકલ ગ્રુપમાં ટોકિઓ, સદર્ન ઓલ સ્ટાર્સ, શોનેન નાઇફ, કિનકી કિડ્સ, શીના રિંગો, અરાશિ અને એકેબી48 ના પરફોર્મ કરવાની આશા છે. હિકારૂ ઉટાડા અને નામી અમુરો પણ આ સમારોહમાં ભાગ લઇ શકે છે.

સ્ટેડિયમમાં ‘ડ્રેગન ક્વિસ્ટ’નું સોંગ સંભળાશે
​​​​​​​
વીડિયો ગેમ ડ્રેગન ક્વિસ્ટનું થીમ સોંગ નેશનલ સ્ટેડિયમની બહાર સાંભળવા મળશે. તેની સાથે જ 1970 માં લખવામાં આવેલ દેશના સૌથી જાણીતા લોકગીત ‘ત્સુબાસા વો કુદાસાઈ’ની અવાજો પણ સાંભળવા મળશે.

ઉલ્કાનો વરસાદ કરવાની યોજના છે
ફ્લેમ ચાલુ કરવાની સાથે જ ગેમ્સની ઓફિશિયલ શરૂઆત થાય છે. ટોયોટા મોટર્સ કોર્પ ફ્લાઇંગ કાર પર કામ કરી રહી છે. જેમાં ફ્લેમ ચાલુ કરાશે. ટેક ફર્મ સ્ટાર-એએલઈ અંતરિક્ષમાં માનવ નિર્મિત ઉલ્કાનો વરસાદ કરવાની યોજના બનાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...