તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Preparations For The Tournament In February Or March Instead Of January 2021 Due To The Corona Protocol

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિલંબ થઈ શકે છે:કોરોના પ્રોટોકોલને કારણે જાન્યુઆરી 2021 ને બદલે ફેબ્રુઆરી અથવા માર્ચમાં ટૂર્નામેન્ટની તૈયારી

મેલબોર્ન4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયન ઓપન અત્યારના શેડ્યૂલ પ્રમાણે આવતા વર્ષે 18 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે રમાવવાની છે.

આવતા વર્ષે જાન્યુઆરીમાં થનાર ઓસ્ટ્રેલિયન ઓપન કોરોનાને કારણે સ્થગિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના અખબારે શનિવારે કહ્યું કે, દેશમાં કોવિડ-19 પ્રોટોકોલને કારણે ટેનિસ ટૂર્નામેન્ટ જાન્યુઆરીની જગ્યાએ ફેબ્રુઆરી અથવા માર્ચમાં થઇ શકે છે.

સાંસદે કહ્યું - સમય હજી નક્કી નથી
અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયન સાંસદ ડેનિયલ એન્ડ્રુઝે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે અમે આવતા વર્ષે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન કરીશું. તેમણે કહ્યું કે તેનો નિર્ધારિત સમય અને ગોઠવણ અંગે સંપૂર્ણ રીતે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, આયોજકો દ્વારા હજી સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ ટૂર્નામેન્ટ 18 જાન્યુઆરીથી યોજાવાની હતી
ઓસ્ટ્રેલિયન ઓપન આવતા વર્ષે 18 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે રમાવવાની છે. ટેનિસ ઓસ્ટ્રેલિયા સિવાય, વહીવટ અને રાજકારણીઓ પણ કોરોના વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન કરવા માટે પૂરું જોર લગાવી રહ્યા છે.

અગાઉ એન્ડ્રુઝે કહ્યું હતું કે, ટેનિસ ઓસ્ટ્રેલિયાને આશા છે કે, ડિસેમ્બરના મધ્યમાં પ્લેયર્સને ક્વોરન્ટીનમાં ટ્રેનિંગ કરવાની પરવાનગી ટૂંક સમયમાં વિક્ટોરિયન અને ઓસ્ટ્રેલિયન સરકાર આપી દેશે.

આ પણ વાંચો: રોહિતે મૌન તોડ્યું:હિટમેને કહ્યું- હું બેક ટૂ બેક મેચોના કારણે વનડે અને T-20 ટીમનો ભાગ નથી, મારુ ફોકસ ટેસ્ટ પર

ઓસ્ટ્રેલિયન ઓપન હોસ્ટ કરવા 3 ટેનિસ કોર્ટ તૈયાર
ઓસ્ટ્રેલિયન ઓપન માટે મેલબોર્ન પાર્કમાં 3 કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રોડ લેવર એરેના સૌથી મોટો છે. તેમાં 15 હજાર લોકોની બેઠક ક્ષમતા છે. જ્યારે મેલબોર્ન એરેનામાં 9, 649 લોકોની બેઠક ક્ષમતા છે. માર્ગરેટ કોર્ટ એરેનામાં 7,500 લોકો મેચ જોઈ શકે છે.

જોકોવિચ સૌથી વધુ 8 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો
સર્બિયાનો નોવાક જોકોવિચ સૌથી વધુ 8 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના રોય ઇમરસન અને સ્વીત્ઝર્લેન્ડના રોજર ફેડરર 6-6 વાર ટાઇટલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાના જૈક ક્રોફોર્ડ અને કેન રોઝવેલે 4-4 વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો