ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ જીત્યો છે. હાલ ટીમ આ સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે. ટીમના સુકાની મનપ્રીત સિંહ પણ ઉજવણીમાં વ્યસ્ત છે. પણ ટીમ જલદી આગામી મેચની તૈયારી શરૂ કરી દેશે.
મનપ્રીતે કહ્યું કે, ‘હું આ ઐતિહાસિક જીતનો ભાગ બનવાથી ખુશ છું. મારું અને ટીમનું લક્ષ્ય હવે આવનાર વર્ષમાં ચીનમાં થનાર એશિયન ગેમ્સ છે. આ ટુર્નામેન્ટથી અમે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી શકીશું. સમગ્ર ટીમનું લક્ષ્ય હાલ એજ છે. તેના સહિત અમે આવતા વર્ષે થનાર કોમનવેલ્થ ગેમ્સ માટે પણ તૈયારી કરીશું. આ વખતે હોકી વર્લ્ડ કપની યજમાની પણ ભારતે કરવાની છે. યજમાન તરીકે ભારત પર તમામની નજર રહેશે.
મનપ્રીતે જર્મની સામે અંતિમ પેનલ્ટી કોર્નર વિષે કહ્યું કે, ‘તે સમયે મગજમાં કંઇ ચાલી રહ્યું ન હતું. ભારતના ડિફેન્ડરોએ હરીફ ખેલાડીઓને રોકવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી અને અંતમાં શ્રીજેશે તેના પ્રયાસને રોકી દીધો હતો. તે સૌથી શાનદાર પળ હતી અને પૂરી ટીમને તેનો શ્રેય જાય છે.’
એક જ ગામનો બીજો ધ્વજવાહક બન્યો મનપ્રીત, કહ્યું: આ ગર્વની પળ હતી
મનપ્રીત પંજાબના ગામ મિઠાપુરનો રહેનાર છે. તે ગામનો બીજો ખેલાડી બન્યો જેણે ઓલિમ્પિકમાં ત્રિરંગા સાથે ટીમની આગેવાની કરી. મનપ્રીતે કહ્યું કે દરેક ખેલાડી માટે ગર્વની વાત હોય છે. મારી પહેલા પૂર્વ સુકાની પરગટ સિંહે આવું કર્યું હતું.
આ મેડલ મારા પિતનું સપનું હતું, આ જીત પરિવાર અને દેશ માટે ખાસ
મનપ્રીત પોતાની માતાની નજીક રહ્યો છે, ઘર પરત ફર્યા બાદ તેણે મેડલ પોતાની માતાના ગળામાં પહેરાવ્યો હતો. તેણે કહ્યું, ‘તે મેડલ મારા પિતાનું સપનું હતું. તેમનું સપનું પૂરું થતા હું ખુશ છું. તે હવે આ દુનિયામાં નથી રહ્યા.
હવે દેશમાં હોકી બદલાઈ રહી છે, બંને ટીમોને સારા ખેલાડી મળશે
આ મેડલના પ્રભાવ વિશે મનપ્રીતે કહ્યું કે, ‘હવે દેશની હોકી બદલાઈ રહી છે. આ મેડલથી હોકીમાં ખરેખર બદલાવ આવશે. પુરૂષ અને મહિલા બંને ટીમને હોકીમાં સારા ખેલાડીઓ મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.