• Gujarati News
  • Sports
  • Premier League: Marshall Scored His First Goal Of The Season For Manchester United

ફૂટબોલ:પ્રીમિયર લીગ: માર્શલે માન્ચેસ્ટર યુનાઇટેડ માટે ચાલુ સિઝનમાં પહેલો ગોલ કર્યો

માન્ચેસ્ટર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એવર્ટને માન્ચેસ્ટર યુનાઇટેડને 1-1થી બરોબરી પર રોકી

ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઇટેડ અને એવર્ટનની મેચ 1-1થી બરોબરી પર રહી. યુનાઇટેડ માટે એન્થોની માર્શલે 43મી મિનિટે ગોલ કર્યો. આ તેનો ચાલુ સિઝનમાં પહેલો ગોલ હતો. આ ગોલને બ્રુનો ફર્નાંડિઝે આસિસ્ટ કર્યો હતો. લીગમાં તેની 58 મેચમાં 20 આસિસ્ટ થઇ ગયા છે.

બ્રુનોએ 30 ગોલ પણ કર્યા છે. 65મી મિનિટમાં ટાઉનસેન્ડના ગોલે મેચને 1-1થી બરોબર કરી દીધી. આ મેચ માટે માન્ચેસ્ટર યુનાઇટેડની સ્ટાર્ટિંગ ઇલેવનમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને જગ્યા મળી ન હતી. તે 57મી મિનિટે મેદાન પર આવ્યો પણ તે ટીમને જીત અપાવવામાં અસફળ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...