તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Praveen Won Silver In The Men's T 64 High Jump; Prachi Yadav Reached The Final In The Canoe Sprint

ટોક્યો પેરાલિમ્પિક્સ:ભારતનું રેકોર્ડ બ્રેક પ્રદર્શન, અવની લેખરા પછી હરવિંદ્ર સિંહે તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ટોક્યો19 દિવસ પહેલા
  • અવની લેખરાએ 50 મીટર રાઇફલ શૂટરમાં બ્રોન્ઝ જીત્યો, એક જ પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યાં

ટોક્યો પેરાલિમ્પિકમાં હરવિંદ્ર સિંહે આર્ચરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડ્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં શુટઆઉટમાં કોરિયન પેરા-અથ્લીટને હરાવ્યો હતો. આની પહેલા પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં મેડલ જીત્યા બાદ અવની લેખરાએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની ટી-64 માં પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં નવા એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ અવની લેખરાએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને ભારત માટે 12મો મેડલ જીત્યો છે. આ ઉપરાંત બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પલક કોહલી અને પ્રમોદ ભગત સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. સુહાસ એલ. યથીરાજ બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL-4 મેચમાં પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જ્યારે પ્રાચી કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સની 200 મીટર VL-2 ઇવેન્ટમાં મેડલ ચૂકી ગઇ હતી.

ભારતે ટોક્યોમાં 13 મેડલ જીત્યા છે. 1960થી પેરાલિમ્પિક રમાઈ રહી છે. તેવામાં ભારત 1968થી પેરાલિમ્પિકની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. વળી 1976 અને 1980માં ભારતે ભાગ નહતો લીધો.

અવની પેરાલિમ્પિકમાં 2 જીતનાર પ્રથમ ખેલાડી બની
ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશનું પ્રથમ ગોલ્ડ જીતનાર જયપુરની અવનીએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એક ઓલિમ્પિક કે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. દેવેન્દ્ર ઝાઝરિયાએ પેરાલિમ્પિક્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જ્યારે સુશીલ કુમારે ઓલિમ્પિક કુસ્તીમાં બે મેડલ અને બેડમિન્ટનમાં પીવી સિંધુ બે મેડલ જીતી છે.

2012માં થઈ હતી દુર્ઘટના
2012માં અવનીને મહાશિવરાત્રીના દિવસે અકસ્માત થયો હતો, જેના કારણે તેને લકવો થયો હતો. પછી તે સંપૂર્ણપણે હિંમત હારી ગઈ હતી. પોતાના રૂમની બહાર પણ નીકળતી ન હતી. પણ અવનીના પરિવારે તેને હિંમત આપી. માતાપિતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અવની હવે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આજે તે ફરીથી મેડલ માટે મેદાનમાં ઉતરી છે. અવની ટૂંક સમયમાં જ ટોક્યોમાં 50 મીટર એર રાઇફલ મહિલા સ્પર્ધામાં ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું- પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા પર પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.

પેરાલિમ્પિક્સ સમિતિના પ્રમુખે અભિનંદન પાઠવ્યા
પેરાલિમ્પિક્સ સમિતિના પ્રમુખ દીપા મલિકે પણ પ્રવીણને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

બાળપણથી જ સામાન્ય વ્યક્તિ કરતાં પ્રવીણનો એક પગ નાનો છે
પ્રવીણનો એક પગ સામાન્ય વ્યક્તિ કરતાં નાનો છે, પરંતુ તેણે આ નબળાઈને પોતાની તાકાત બનાવી અને પેરાલિમ્પિકના સ્ટેજ સુધી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો. પ્રવીણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સ્કૂલમાં વોલીબોલ રમતો હતો અને તેનો જમ્પ સારો હતો. એકવાર તેણે હાઈ જમ્પમાં ભાગ લીધો અને પછી એથ્લેટિક્સ કોચ સત્યપાલે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જઈને અભ્યાસ કરવાની ભલામણ કરી. ત્યાર બાદ તે જનવાહ લાલ સ્ટેડિયમમાં અભ્યાસ કરવા લાગ્યો હતો.

પ્રવીણે 2019 જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂક્યો છે
પ્રવીણે જુલાઈ 2019માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એ જ વર્ષે નવેમ્બરમાં તેણે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ગ્રાં.પ્રિ.માં ગોલ્ડ જીત્યો હતો અને હાઇ જંપમાં 2.05 મીટરનો એશિયા રેકોર્ડ બનાવ્યો હતો.

પ્રાચી યાદવે ચોથા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી.
પ્રાચી યાદવે ચોથા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી.

પ્રાચીએ ફાઇનલમાં જગ્યા બનાવી
પ્રાચીએ કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સ 200 મીટર VL-2 ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી. તેણે 1: 07.397 સાથે અંતર પૂરું કર્યું. પ્રાચી યાદવ ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારના આનંદ નગરની રહેવાસી છે. કેનોઇંગની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા ખેલાડી છે.

જન્મથી દિવ્યાંગ, માતાનું 7 વર્ષની વયે નિધન થયું હતું
પ્રાચી યાદવના બંને પગ જન્મથી ખરાબ છે. 7 વર્ષની ઉંમરે માતાનું પણ અવસાન થયું. 9 વર્ષની ઉંમરે પ્રાચી 2007માં સ્વિમિંગમાં જોડાઈ હતી. એ જ વર્ષે તેને ચેમ્પિયનશિપમાં રમવાની તક પણ મળી. પ્રાચીએ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ જીત્યો. આ જીતથી રમતમાં તેનો આત્મવિશ્વાસ વધ્યો. દિવસ -રાત મહેનત કર્યા પછી તે સતત 3 વર્ષ સુધી મેડલ જીતતી રહી.

કોચે કેનોઇંગ માટે સલાહ આપી, ઇતિહાસ રચ્યો
સ્વિમિંગમાં શાનદાર પ્રદર્શન અને પ્રાચીના મોટા-મોટા હાથ જોઈને તેના કોચે તેને કેનોઈંગ અને કયાકિંગમાં નસીબ અજમાવવા કહ્યું. પ્રાચીએ 2018માં કોચ મયંક સિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ ભોપાલના નાના તળાવમાં પ્રેક્ટિસ શરૂ કરી. સ્વિમિંગ સાથે સંકળાયેલી હોવાથી પ્રાચીએ કેનોઇંગનો પણ આનંદ માણ્યો હતો.

પ્રેક્ટિસમાં દિવસ અને રાત એક કરી દીધા. પરિણામ પહેલાંથી જ 2019માં રાષ્ટ્રીયમાં એક ગોલ્ડ અને એક સિલ્વરના રૂપમાં જોવા મળ્યું હતું. એ પછી ઓગસ્ટ 2019માં હંગરીમાં રમાયેલી પેરાલિમ્પિક્સ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં તેણે કેનોઇંગ ઇવેન્ટમાં 8મું સ્થાન મેળવ્યું હતું.

તીરંદાજ હરવિંદર છેલ્લા આઠમાં પહોંચ્યો
તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશન 1/16માં, ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે પોતાનો મુકાબલો જીતીને આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ મેચમાં તેણે ઇટાલીના એસ. ટ્રેવિસાનીને 6-5થી હરાવ્યો છે.

બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સમાં સેમીફાઇનલ
બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પલક કોહલી અને પ્રમોદ ભગતની જોડી સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-3 થાઇલેન્ડના સિરીપોંગ અને નિપાડાની જોડીને 21-15, 21-19થી હરાવી.

ભારતને મળી ચૂક્યા છે 2 ગોલ્ડ સહિત 11 મેડલ
ટોક્યોમાં ભારતીય પેરા ખેલાડીઓએ અત્યારસુધીમાં 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા છે. અવની લખેરાએ મહિલા SH1-10m રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય હાઇ જમ્પમાં સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે જેવિલનમાં F46માં દેવેન્દ્ર ઝાઝરિયા, ડિસ્ક્સના F56માં યોગેશ કથુનિયા, ટેબલ ટેનિસના વર્ગ -4 માં ભાવિનાબેન પટેલ, T47માં હાઈ જમ્પમાં નિશાદ ટી-42ના હાઇ જમ્પમાં મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે T42ના હાઇ જમ્પમાં શરદકુમાર અને એફ 46ના જેવલિનમાં સુંદર ગુર્જર અને સિંહરાજ અધાના sh1ની 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...