તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Pramod Bhagat Secured At Least One Silver Medal For India In Badminton; Manish And Sinharaj Reached The Final Of The Shooter

ટોક્યો પેરાલિમ્પિક્સ:ભારતને ચોથો ગોલ્ડ મેડલ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ફાઇનલમાં બ્રિટનના ડેનિયલને હરાવ્યો; મનોજ સરકારે જીત્યો બ્રોન્ઝ

ટોક્યો15 દિવસ પહેલા
  • મનીષે ગોલ્ડ નરવાલ અને સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે SL3 કેટેગરીની ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 21-17થી હરાવ્યો હતો. આ SL3 કેટેગરીમાં મનોજ સરકારે ભારતને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ત્રીજા નંબર માટે રમાયેલી મેચમાં જાપાનના દાઈસુકે ફોજીહારાને 22-20, 21-13થી હરાવ્યો. પ્રમોદે પહેલા શૂટિંગમાં એસ.એચ-1 કેટેગરીની 50 મીટર એર પિસ્તોલમાં મનીષ નરવાલને ગોલ્ડ અને સિંહરાજ અધાનાએ સિલ્વર મેડલ જીત્યો.

SL3 કેટેગરીમાં મનોજ સરકારે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો
SL3 કેટેગરીમાં મનોજ સરકારે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતના 17 મેડલ થઈ ગયા

  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે કુલ 17 મેડલ જીતી લીધા છે. અત્યારસુધી 53 વર્ષમાં 11 પેરાલિમ્પિક્સમાં કુલ 12 મેડલ આવ્યા હતા.
  • પેરાલિમ્પિકની શરૂઆત 1960થી થઈ હતી અને ભારતે 1968થી આમા ભાગ લેવાની શરૂઆત કરી હતી.
  • વળી 1976 અને 1980માં ભારતે આમા ભાગ લીધો નહતો.
  • ટોક્યોમાં અત્યારસુધી ભારતે 4 ગોલ્ડ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

SL-3 કેટેગરી એટલે શું?
SL-3 કેટેગરીમાં બેડમિન્ટન ખેલાડી સ્ટેન્ડિંગ પોઝિશનમાં રમે છે. જોકે તેમના એક અથવા બંને પગમાં સામાન્ય વ્યક્તિ કરતા ઓછી શક્તિ અને ઊભા રહેવાની ક્ષમતા હોય છે.

કૃષ્ણાએ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર-5ને હરાવ્યો
કૃષ્ણાએ સેમીફાઇનલમાં ગ્રેટ બ્રિટનના વર્લ્ડ નંબર-5 ક્રિસ્ટન કૂંબ્સને 21-10, 21-11થી હરાવ્યો. આની સાથે જ તે બેડમિન્ટનમાં ઓછામાં ઓછા સિલ્વર મેડલ સુધી દાવેદારી પેશ તો કરશે જ.

પહેલીવાર પેરાલિમ્પિકમાં સામેલ બેડમિન્ટનમાં ભારતનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. પ્રમોદ સિવાય એસ.એલ.-4માં નોઇડાના ડીએમ સુહાસ યથિરાજ અને એસ.એચ.-6 કેટેગરીમાં પણ કૃષ્ણા નાગર ફાઇનલમાં પહોંચી મેડલ પાક્કો કરી લીધો છે.

મનીષે ફાઇનલમાં 209નો સ્કોર કર્યો હતો, જ્યારે સિંહરાજે 207ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો. અગાઉ અધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 536 પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતો, જ્યારે નરવાલ 533 પોઈન્ટ સાથે સાતમા સ્થાને હતો. અધાનાએ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ અને સિંહરાજને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું- ટોક્યો પેરાલિમ્પિક્સમાંથી ગૌરવપૂર્ણ પ્રદર્શન ચાલુ છે. યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી મનીષ નરવાલની મહાન સિદ્ધિ. તેમનો ગોલ્ડ મેડલ જીતવો ભારતીય રમત માટે વિશેષ ક્ષણ છે. તેમને અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

ટોક્યોમાં શૂટિંગમાં મનીષ નરવાલ (વચ્ચે)એ ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો. બીજી બાજુ, સિંહરાજે સિલ્વર જીત્યો. (ડાબે)
ટોક્યોમાં શૂટિંગમાં મનીષ નરવાલ (વચ્ચે)એ ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો. બીજી બાજુ, સિંહરાજે સિલ્વર જીત્યો. (ડાબે)

પ્રમોદે સેમી-ફાઇનલમાં જાપાનના ફુજીહારા ડાયસુકેને 21-11, 21-16થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, સુહાસે ઇન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-9, 21-15થી હરાવ્યો હતો. આ સાથે ભારત ટોક્યોમાં 15 મેડલ મેળવશે. સુહાસ નોઈડાના DM છે. આ પહેલાં પણ તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે મેડલ જીતી ચૂક્યા છે.

પ્રમોદ ગોલ્ડ માટે ટકરાશે
પ્રમોદ ભગત ગોલ્ડ મેડલ માટે બેથેલ ડેનિયલ્સ સામે ટકરાશે. બીજી બાજુ, મનોજ સરકારને સેમી-ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને સેમી-ફાઇનલમાં બેથેલ ડેનિયલ્સ દ્વારા 21-8, 21-10થી હરા મળી હતી. હવે મનોજ સરકાર બ્રોન્ઝ મેડલ માટે ફુજીહારા ડાયસુકે સામે ટકરાશે. બંને મેચ બપોરે 3 વાગે રમાશે.

શુક્રવારે 3 મેડલ મેળવ્યા
આ પહેલાં શુક્રવારે ભારતને 3 મેડલ મળ્યા હતા. હરવિંદર સિંહે તીરંદાજીમાં ભારત માટે ત્રીજો મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન તીરંદાજને શૂટઓફમાં હરાવ્યો હતો. તેની પહેલાં રાજસ્થાનની અવની લેખરાએ 50 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની ઉપરાંત પ્રવીણ કુમારે પણ દેશ માટે મેડલ જીત્યો હતો. તેણે હાઇજમ્પ માટે નવો એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો. તેને આ મેડલ ટી -64 કેટેગરીના હાઈ જમ્પમાં મળ્યો હતો.

ટોક્યોમાં ભારત પાસે હવે 14 મેડલ મળી ચૂક્યા છે. 53 વર્ષમાં અત્યારસુધીમાં 11 પેરાલિમ્પિક્સમાં 12 મેડલ આવ્યા છે. પેરાલિમ્પિક્સ 1960થી થઈ રહી છે. ભારત 1968થી પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યું છે, જ્યારે ભારતે 1976 અને 1980માં ભાગ લીધો ન હતો.

અન્ય સમાચારો પણ છે...