• Gujarati News
  • Sports
  • Poonam Yadav's Match In Weightlifting 76 Kg Category At 2 Pm, Srihari Nataraj Expected In Swimming

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને આજે 3 મેડલ:ટેબલ ટેનિસમાં પુરૂષ અને મહિલા લોન બોલ્સ ટીમે ગોલ્ડ જીત્યો, વેટ લિફ્ટિંગમાં વિકાસે સિલ્વર જીત્યો

8 દિવસ પહેલા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે સિંગાપુરને ટેબલ ટેનિસમાં 3-1થી હાર આપી છે. જી સાથિયાન, હરમિત દેસાઈએ પોતાના સિંગલ્સ મેચ જીત્યા હતા. આ ઉપરાંત બન્નેએ ડબલ્સમાં પણ મેચ જીતી લીધો હતો.

તો વેટલિફ્ટિંગના મેન્સ 96 KG કેટેગરીમાં ભારતના વિકાસ ઠાકુરે સિલ્વર જીત્યો હતો. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 12 મેડલ થઈ ગયા છે.

ભારતીય મહિલાઓએ રચ્યો ઈતિહાસ

મહિલાઓએ લોન બોલ્સના ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 17-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે ઈતિહાસ રચી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સના 92 વર્ષ પ્રથમવાર ભારતે લોન બોલ્સમાં કોઈ મેડલ જીત્યો છે. આ મેચમાં લવલી ચૌબે, પિંકી, નયમમોની સૈકિયા અને રૂપા રાની ટિર્કીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

2010ના દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમ પહેલી વાર લોન બોલ્સ માટે ક્વોલિફાઇ થઈ હતી.

મહિલા હોકી: ભારત અને ઇંગ્લેન્ડનો મેચ ચાલુ, 2-0થી પાછળ ટીમ ઈન્ડિયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા હોકીનો મેચ ચાલુ છે. જેમાં ભારતીય ટીમ 2-0થી પાછળ છે.

વેટલિફ્ટિંગ: મેડલથી ચૂકી પૂનમ યાદવ, પાછલી વખત ગોલ્ડ જીત્યો હતો
ભારતીય વેટલિફ્ટર પૂનમ યાદવ વિમેન્સ 76 KG વેટ કેટેગરીમાં મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તેણે સ્નેચમાં 98 KG વેટ ઉઠાવ્યુ હતુ. પરંતુ ક્લીન એન્ડ જર્કમાં ત્રણ પ્રયાસમાં તે એક પણ વખત 116 KG વેટ ઉઠાવી શકી નહોતી. પૂનમે 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે આ વખતે પણ તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી.
ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં પૂનમે વેટ ઉઠાવી લીધુ હતુ. પરંતુ રેફરીના સિગ્નલ પહેલા જ તેણે બારબેલ નીચે રાખી દીધુ હતુ અને તેની લિફ્ટ ડિસક્વોલિફાઇ કરી નાખવામાં આવી હતી. ભારતીય દળે રેફરીના આ નિર્ણય સામે ચેલેન્જ કર્યુ હતુ, પરંતુ ગેમ્સ જ્યૂરીએ તેને નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...