• Gujarati News
  • Sports
  • Police In Riot Gear Stormed A Rally On Friday, Removing Hundreds Of Protesters By Truck.

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:અશ્વેતો પર પોલીસ અત્યાચારનો વિરોધ કરી રહ્યા છે ખેલાડીઓ, રમવાનો ઈનકાર કર્યો, આયોજકોને પાંચ મોટી ટૂર્નામેન્ટો ટાળવી પડી

ન્યૂયોર્કએક વર્ષ પહેલાલેખક: માર્ક સ્ટેન
  • કૉપી લિંક
એનબીએ ટીમ વોશિંગટન મિસ્ટિક્સના ખેલાડી એટલાન્ટા ડ્રીમ વિરુદ્ધ જેકબ બ્લેકનં નામ લખેલી જર્સી પહેરીને આવી હતી. તેમણે ગોળીનાં છિદ્રો દેખાડવા માટે જર્સીની પાછળ છિદ્રો પાડ્યા હતા. - Divya Bhaskar
એનબીએ ટીમ વોશિંગટન મિસ્ટિક્સના ખેલાડી એટલાન્ટા ડ્રીમ વિરુદ્ધ જેકબ બ્લેકનં નામ લખેલી જર્સી પહેરીને આવી હતી. તેમણે ગોળીનાં છિદ્રો દેખાડવા માટે જર્સીની પાછળ છિદ્રો પાડ્યા હતા.
  • વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપન, એનબીએ, મહિલા એનબીએ, મેજર લીગ સોકર, મેજર લીગ બેસબોલની મેચ સ્થગિત
  • અમેરિકામાં જાતિવાદ વિરોધી દેખાવોમાં ફરી એક વખત ખેલાડીઓએ મોરચો સંભાળ્યો
  • પૂર્વ નંબર-1 ટેનિસ ખેલાડી ઓસાકા ટૂર્નામેન્ટમાંથી ખસી

એનબીએ, મહિલા એનબીએ, મેજર લીગ બેઝબોલ અને મેજર લીગ સોકરના ખેલાડીઓએ અમેરિકામાં વધતા જાતિભેદ અને પોલિસ અત્યાચાર વિરુદ્ધ સાહસિક પગલું ભર્યું છે. ખેલાડીઓએ અશ્વેત નાગરિકો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં રમતનો બહિષ્કાર કર્યો છે. એનબીએમાં મિલવોકી બક્સના ખેલાડી ઓરલેન્ડો મેજિક સાથે પ્લેઓફ મેચ રમવા આવ્યા નહીં. મિલવોકીના જ્યોર્જ હિલે કહ્યું, ‘અમે જેકબ બ્લેક વિરુદ્ધ ન્યાયની માગ કરી રહ્યા છીએ. અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. પોલિસની જવાબદારી, ક્રૂરતા અને ક્રિમિનલ જસ્ટિસના મુદ્દાનો ઉકેલ લાવવા સાર્થક ઉપાય કરવા જરૂરી છે’.

મિલવાકી બક્સના માલિકોએ પોતાના ખેલાડીઓને ટેકો આપતા કહ્યું કે, ‘અમે તેમની સાથે છીએ અને જવાબદારી તથા પરિવર્તનની માગ કરીશું’. ત્યાર પછી મેચ સ્થગિત કરવી પડી. એનબીએના આયોજકોએ બે અન્ય પ્લેઓફ ગેમ પણ ટાળી દીધી છે. મહિલા બાસ્કેટબોલની પણ ત્રણ મેચ સ્થગિત કરાઈ છે. ગયા રવિવારે વિસ્કન્સિન રાજ્યના કેનોશામાં પોલિસે અશ્વેત જેમ્સ બ્લેકની પીઠ પર તેનાં બાળકો સામે 7 ગોળીઓ મારી હતી. પોલિસની હિંસક કાર્યવાહીના વિરોધમાં પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

મેજર લીગ બેઝબોલની ટીમ સિએટલ મેરિનર્સમાં સૌથી વધુ 8% અશ્વેત ખેલાડી
મેરિનર્સના ડી. ગાર્ડને કહ્યું, ‘અમારું ધ્યાન એ મુદ્દા પર હોવું જોઈએ, જે બેઝબોલથી વધુ મહત્ત્વનું છે. અમને રમતા જોવાને બદલે લોકોએ એ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે રમત માટે વધુ જરૂરી છે.’ મેરિનર્સ ટીમમાં એમએલબીની કોઈ અન્ટ ટીમની સરખામણીમાં સૌથી વધુ 8% અશ્વેત ખેલાડી છે.

એમએલએસના 5 અને એમએલબીની 3 ગેમ ટળી
મેજર લીગ સોકર (એમએલએસ)ની પાંચ મેચ સ્થગિત થઈ છે. એમએલએસે એક નિવેદનમાં કહ્યું કે, ‘અમે અન્યાય વિરુદ્ધ લડાઈમાં અમારા ખેલાડીઓ, અમારા શહેર, અમારા ફેન્સ, અશ્વેત સમુદાયની પડખે એકજૂથ થઈને ઊભા છીએ. અમારે પરિવર્તન માટે અવાજ ઉઠાવવો જ પડશે’. મેજર લીગ બેઝબોલ (એમએલબી)માં ત્રણ મેચ ટાળી દેવાઈ છે.

મેજર લીગ બેઝબોલની ટીમ સિએટલ મેરિનર્સમાં સૌથી વધુ 8% અશ્વેત ખેલાડી
મેરિનર્સના ડી. ગાર્ડને કહ્યું, ‘અમારું ધ્યાન એ મુદ્દા પર હોવું જોઈએ, જે બેઝબોલથી વધુ મહત્ત્વનું છે. અમને રમતા જોવાને બદલે લોકોએ એ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે રમત માટે વધુ જરૂરી છે.’ મેરિનર્સ ટીમમાં એમએલબીની કોઈ અન્ટ ટીમની સરખામણીમાં સૌથી વધુ 8% અશ્વેત ખેલાડી છે.

અશ્વેતો વિરુદ્ધ આ પ્રકારનો અત્યાચાર અટકવો જોઈએ : ઓસાકા
વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપનમાંથી ખસ્યા પછી ઓસાકાએ કહ્યું કે, ‘ખેલાડીથી પહેલા હું અશ્વેત મહિલા છું. મને લાગે છે કે, મને ટેનિસ રમતી જોવાથી વધુ જરૂરી અન્ય મુદ્દા છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. મારા ટેનિસ ન રમવાથી કંઈ ખાસ બદલાવાનું નથી. જોકે, એક ખેલાડીના ધોરણે માર દ્વારા આમ કરવાથી ચર્ચા થાય છે તો, હું તેને સાચી દિશામાં લીધેલું પગલું માનીશ.

અન્ય સમાચારો પણ છે...