તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • PM Narendra Modi Talks To Bhavina, Praises You Have Made History By Winning Silver Medal

ઐતિહાસિક જીતના વધામણા:PM નરેન્દ્ર મોદીએ ભાવિના સાથે વાતચીત કરી, પ્રશંસા કરતા કહ્યું- તમે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવિનાએ દેશને સમર્પિત કર્યો મેડલ, સફળતાનો શ્રેય મારા માતા-પિતા તથા કોચને આપ્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યા પછી PM નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તમે પેરાલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ એક ઐતિહાસિક જીત છે. પેરાલિમ્પિકમાં મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધા ક્લાસ-4ની ફાઇનલમાં ભાવિના હારી ગઈ હતી, પરંતુ દેશને સિલ્વર મેડલ જીતાડ્યો હતો.

PM મોદીએ ભાવિનાની મહેનતના વખાણ કર્યા
સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમની મહેનતના વખાણ કર્યા હતા. તેમણે ભવિષ્યમાં વધુ સારુ પ્રદર્શન કરવાની શુભેચ્છા પાઠવી હતી.

ભાવિનાએ દેશને સમર્પિત કર્યો મેડલ
ભાવિના પટેલે ફાઇનલમાં જીતેલો સિલ્વર મેડલ દેશને સમર્પિત કર્યો છે. તેણે કહ્યું હતું કે હું મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા તથા કોચને આપું છું, તથા હરહંમેશ મારા પડખે ઊભા રહેલા મારા મિત્રોની પણ હું આભારી છું. વધુમાં ભાવિનાએ કહ્યું કે હું ફાઇનલ મેચ પહેલા નર્વસ થઈ ગઈ હતી, જેના કારણે મારો ગેમ પ્લાન બનાવી ના શકી અને હારી ગઈ. પરંતું હું ઘણી ખુશ છું કે મેં પેરાલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ જીતાડ્યો છે.

ફાઇનલમાં ચીની ખેલાડીથી હારી ભાવિના
ટેબલ ટેનિસની ટાઇટલ મેચમાં ચીની ખેલાડી ઝોઉ યિંગે ભાવિના પટેલને 3-0થી હરાવી. આ મેચને ચીની ખેલાડીએ 11-7, 11-5, 11-6થી જીતી હતી. ઝોઉ યિંગે આક્રમક શરૂઆત કરીને ભાવિનાને ગેમમાં વાપસી કરવાની તક આપી જ નહોતી. ઉલ્લેખનીય છે કે ભાવિના પટેલ ભલે ફાઇનલ મેચ હારી ગઈ હોય પરંતુ સિલ્વર મેડલ જીતીને તેણે ઈતિહાસ રચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...