• Gujarati News
  • Sports
  • Bid For The Gift He Received On PM Modi's Birthday; A Bid Of Rs 1.5 Crore For Neeraj Chopra's Spear

નોઈડા DMનું રેકેટ 10 કરોડનું:પીએમ મોદીના જન્મદિવસ પર તેમને મળેલી ભેટની બોલી; નીરજ ચોપરાના ભાલા માટે સવા કરોડની બોલી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 વર્ષના થયા છે. તેમના જન્મદિવસના પ્રસંગે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર PMને મળેલી ભેટોની ઓનલાઈન ઓક્શન(ઈ-ઓક્શન) કરી રહ્યુું છે. ઓનલાઈન ઓક્શન 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઓક્શનમાં લગભગ 1300 આઈટમ હશે. તેમાંથી એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાનો જેવલિન પણ છે, જેની બેઝ પ્રાઈસ 1 કરોડ રાખવામાં આવી છે. તેમાં બીજા પણ ઘણા મોમેન્ટો હશે, જે વડાપ્રધાને છેલ્લા 2 વર્ષમાં મહત્ત્વપૂર્ણ કર્યો દરમિયાન પ્રાપ્ત કર્યા છે.

સુહાસના રેકેટમાં લોકોએ બતાવ્યો રસ
ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગઈ છે અને તાજા અપડેટ મુજબ ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સુહાસ અલવાઈના રેકેટની બોલી 10 કરોડ લાગી ચુકી છે અને નીરજ ચોપરાના જેવલિનની બોલી પણ 1 કરોડ 20 લાખ સુધી લાગી ચુકી છે. બોક્સર લવલીના બોરગોહેનના ગલવ્સની બોલી પણ 1 કરોડ લાખ લાગી ચુકી છે. બોક્સર લવલીના બોરગોહેનેના ગ્લવ્સની બોલી પણ 1 કરોડ 80 લાખને પાર પહોંચી ગઈ છે.

શું સામેલ છે ઈ-ઓક્શનમાં
નીરજના જેવલિનની સાથે-સાથે પેરાઓલિમ્પિક રમતોમાં ભારત માટે ગોલ્ડ જીતનાર સુમિત અંતિલના જેવલિનની બેઝ પ્રાઈસ પણ લગભગ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ ઓક્શનમાં પેરાઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતનાર શૂટર અવનિ લેખરાની સાઈન કરવામાં આવેલી ટી-શર્ટ પણ સામેલ છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી હોકી ટીમની સ્ટિકની બેઝ પ્રાઈસ 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બ્રોન્ઝ મેડલિસ્ટ બોક્સર લવલીના બોરગોહેનના બોક્સિંગ ગ્લવ્સની બેસ પ્રાઈઝ પણ 80 લાખ રૂપિયા છે.

પેરાઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગરના હસ્તાક્ષર કરવામાં આવેલા રેકટની બેઝ પ્રાઈસ 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઈ-ઓક્શનમાં કેટલાક અન્ય ખેલાડીઓના સ્પોર્ટ્સ ગિયર અને કેટલાક ઈક્વિપેમેન્ટ્સ પણ સામેલ છે.

રામ મંદિરનું મોડલ પણ સામેલ
આ ગિફ્ટ્સમાં CM યોગી આદિત્યનાથને આપેલું અયોધ્યાના રામ મંદિરનું મોડલ પણ સામેલ છે. રામ મંદિરના મોડલની બેઝ પ્રાઈસ 10 લાખ રૂપિયા છે. ઉત્તરાખંડના ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજનું આપેલુ વુડન રિપ્લિકા પણ તેમાં સામેલ છે. તેની બેઝ પ્રાઈસ 5 લાખ રૂપિયા છે.

નમામિ ગંગે મિશનને દાન કરાશે રકમ
ઈ-ઓક્શનમાંથી મળનારી રકમ નમામિ ગંગે મિશનને દાન કરવામાં આવશે. આ પહેલા 2019માં પણ સપ્ટેમ્બરમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટે ઘણી બધી સારી વસ્તુઓની ઓનલાઈન ઓક્શન કરી હતી અને આ રકમને પણ નમામિ ગંગે મિશનને દાન કરવામાં આવી હતી. જે પણ વ્યક્તિ આ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માંગે છે તે pmmementos.gov.in પર જઈને રજિસ્ટર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...