• Gujarati News
  • Sports
  • PM Modi Met India Para Atheletes Said You Made Country Proud 130 Crore Countrymen Are With You

પેરાલિમ્પિક મેડાલિસ્ટનું સન્માન:PM મોદી સાથે વાતચીત દરમિયાન પેરાલિમ્પિક ખેલાડી ભાવૂક થઈ, કહ્યું- આવું સન્માન અમને અત્યારસુધી કોઇએ નથી આપ્યું

3 મહિનો પહેલા
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેનાર તમામ પેરાએથ્લીટ્સ સાથે PM મોદીએ મુલાકાત કરી
  • લોકો અમને વિકલાંગ કહેતા, નરેન્દ્ર મોદીએ અમને દિવ્યાંગ કહી માન આપ્યું- પેરાએથ્લીટ્સ

ઈન્ડિયાએ ટોક્યો પેરાલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન દાખવીને 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ અત્યારસુધીની કોઇપણ પેરાલિમ્પિકમાં ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેવામાં ખેલાડી જ્યારે પરત ફર્યા ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરુવારે તેમની સાથે મુલાકાત કરી હતી. જેનો વીડિયો આજે રવિવારે અપલોડ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે ઈન્ડિયન પેરા એથ્લીટ્સે ટોક્યોમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. આગળ પણ તેઓ આનાથી પણ વધારે સારુ પ્રદર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 130 કરોડ દેશવાસી પેરા એથ્લીટ્સની સાથે છે. આ કાર્યક્રમ દરમિયાન પેરાએથ્લીટ્સ ભાવૂક થઈ ગયા હતા અને વડાપ્રધાનને કહ્યું કે અત્યારસુધી અમને આટલું સન્માન કોઇએ નથી આપ્યું.

PMએ આની પહેલા ટૂર્નામેન્ટ દરમિયાન પણ એથ્લીટ્સ સારું પ્રદર્શન કરે તે માટે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. એટલું જ નહીં વડાપ્રધાન મોદીએ દરેક એથ્લીટ્સને ફોન કરીને જીતની શુભેચ્છા પણ પાઠવી હતી.

PM સાથે મુલાકાત કરીને પેરાએથ્લીટ્સે ગૌરવ અનુભવ્યો
વડાપ્રધાન સાથે મુલાકાત કર્યા પછી દરેક એથ્લીટ્સે કહ્યું હતું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ હતી. આની પહેલા બધા અમને વિકલાંગ કહેતા હતા પરંતુ ત્યારપછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને દિવ્યાંગ કહીને માન આપ્યું. પેરાલિમ્પિક દરમિયાન બીજા દેશના એથ્લીટ્સ પણ ચોંકી ઉઠ્યા હતા કે ભારતના વડાપ્રધાન સામેથી તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાને પેરાએથ્લીટ્સને ભવિષ્યમાં પણ તમામ સુવિધાઓ આપવાનું વચન આપ્યું
વડાપ્રધાને પેરાએથ્લીટ્સને ભવિષ્યમાં પણ તમામ સુવિધાઓ આપવાનું વચન આપ્યું

મેડલ ન જીતનારનો પણ ઉત્સાહ વધાર્યો
આ કાર્યક્રમમાં એવા એથ્લીટ્સ પણ હાજર રહ્યા હતા કે જે મેડલ જીતી શક્યા નહતા. વડાપ્રધાને તેમનો ઉત્સાહ પણ વધાર્યો અને ટોક્યોમાં પેરાએથ્લીટ્સની મહેનતને વધાવી હતી.

આની પહેલા પેરાલિમ્પિક કુલ 12 મેડલ આવ્યા હતા
ટોક્યો પેરાલિમ્પિક પહેલા ભારતે 53 વર્ષમાં 11 પેરાલિમ્પિકમાં માત્ર 12 મેડલ જ જીત્યા હતા. 1960થી પેરાલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ભારતે 1968થી ભાગ લેવાનું શરૂ કર્યું હતું, જોકે 1976 અને 1980માં તેને ભાગ લીધો નહતો.

બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનાર નોઈડાના DM સુહાસ સાથે વાતચીત કરતા વડાપ્રધાન
બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતનાર નોઈડાના DM સુહાસ સાથે વાતચીત કરતા વડાપ્રધાન

રેકોર્ડ બ્રેક મેડલ ટેલી
ઈન્ડિયાએ આ ટર્મમાં ત્રણેય મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેથી એમ કહી શકાય કે વિવિધ રંગના મેડલ ટોક્યોથી ભારત લાવવામાં પેરાએથ્લીટ્સ સફળ રહ્યા છે.

અવનીએ આ ટર્મનો પહેલો ગોલ્ડ જીતાડ્યો

  • ટોક્યો પેરાલિમ્પિકમાં સૌથી પહેલો ગોલ્ડ મેડલ અવનીએ જીતાડ્યો હતો. તેણે મહિલાઓની R-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1મા પહેલો ક્રમાંક મેળવ્યો હતો.
  • ભારત માટે બીજો ગોલ્ડ મેડલ ભાલા ફેંકમાં સુમિત અંતિલે જીતાડ્યો હતો. તેણે ફાઇનલમાં 68.55 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો.
  • ત્રીજો ગોલ્ડ મેડલ 19 વર્ષના શૂટર મનીષ નરવાલે જીત્યો હતો. તેમણે મિક્સ્ડ 50 મીટર SH1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નરવાલે ફાઇનલમાં 209.1નો સ્કોર કર્યો હતો.
  • વળી 2 ગોલ્ડ મેડલ બેડમિન્ટનમાં પણ આવ્યા, પ્રમોદ ભગતે SL3મા ચોથો ગોલ્ડ જીત્યો, જ્યારે SH6માં કૃષ્ણા નાગરે જીત્યો હતો.
અન્ય સમાચારો પણ છે...