તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના પછી ફરી રમતો શરૂ થઈ છે. ટોક્યો ઓલિમ્પિકને હવે 200થી પણ ઓછા દિવસ બાકી છે. આગામી 6 મહિનામાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઈવેન્ટ યોજાશે. અત્યાર સુધી ભારતને 7 રમતોમાં 44નો ક્વોટા મળી ચુક્યો છે. રિયોમાં ભારતે 117 ખેલાડીની ટૂકડી મોકલી હતી. સૌથી વધુ નજર પાંચ રમતો પર રહેશે. પીવી સિંધુનું હજુ ક્વોલિફાય કરવાનું બાકી છે.
તીરંદાજી: પુરુષ રિકર્વ ટીમ, મહિલામાં દીપિકા ક્વોલિફાય કરી ચુકી છે. મહિલા રિકર્વ ટીમ પાસે પેરિસમાં 18થી 21 જુન સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં ક્વોટા મેળવવાની તક હશે. બોમ્બાયલા દેવી, મધુ પાસે તક.
એથ્લેટિક્સ : 9 ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું. ફેબ્રુઆરીમાં ઈન્ડિયન ગ્રાંપ્રી, માર્ચમાં ફેડરેશન કપ અને જુનમાં ઈન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપ. મેમાં એશિયન ચેમ્પિયનશિપનો ક્વોટા મેળવવાની તક.
બેડમિન્ટન :બેડમિન્ટનમાં રેન્કિંગથી પ્રવેશ મળે છે. સિંગલ્સમાં ટોપ-16 ખેલાડી ક્વોલિફાય કરે છે. જોકે, એક દેશના બે ખેલાડી જ હોવા જોઈએ. સિંધુ અને પ્રણીતનું ક્વોલિફાય થવું નક્કી છે. સાઈના, શ્રીકાંત, પ્રણય માટે 17 ઈવેન્ટ.
બોક્સિંગ: 9 ખેલાડી ક્વોલિફાય કરી ચુક્યા છે. ગૌરવ સોલંગી(57 કિગ્રા), સચિન કુમાર(81 કિગ્રા), નમન કંવર (91 કિગ્રા) અને સાક્ષી(57 કિગ્રા) જુનમાં યોજાનારી વર્લ્ડ ક્વોલિફાયર દ્વારા ટિકિટ મેળવી શકે છે.
રેસલિંગ : 4એ ક્વોલિફાય કર્યું છે. એપ્રિલમાં કિર્ગિસ્તાનમાં એશિયન ક્વોલિફિકેશન અને વર્લ્ડ ક્વોલિફિકેશન છે. મેડલિસ્ટ સુશીલ કુમાર, સાક્ષી મલિક, સોનમ મલિક અને પૂજા ઢાંડા પાસે તક.
બીજી રમતો : જિમ્નાસ્ટિકમાં દીપા કર્માકર, ફેન્સિંગમાં ભાવની દેવી, સ્વિમિંગમાં શ્રીહરિ નટરાજ, સાજન પ્રકાશ અને વીરધવલ, ટેબલ ટેનિસમાં સાથિયાન, અચંતા શરત કમલ, મનિકા બત્રા અને વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ-જેરેમી લાલરિનુનગા પર નજર રહેશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.