• Gujarati News
  • Sports
  • Players Emerging From Small Villages, Are Now Making Names On The Globe; Now The Team Is Full Of Pathans

પાકિસ્તાનની ટીમમાં યંગ પ્લેયર્સની કમાલ:નાના ગામડાંમાંથી ઊભરીને આવતા પ્લેયર્સ, હવે વિશ્વફલક પર બનાવે છે નામ; હવે ટીમમાં પઠાણો વધારે

20 દિવસ પહેલા

પાકિસ્તાનની ટીમને આમ તો ફાસ્ટ બોલર્સ પ્રોડ્યૂઝ કરવાની ફેક્ટરી પણ કહેવાય છે. તેઓએ હંમેશા ક્રિકેટને શાનદાર ફાસ્ટ બોલર્સ આપ્યા છે. વસીમ અકરમ, વકાર યુનુસ, શોએબ અખ્તર, ઉમર ગુલ, આકીબ જાવેદ, મોહમ્મદ આમિર અને હાલના સ્ટાર યુવા સેન્સેશન શાહિન શાહ આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ, મોહમ્મદ હસનૈન, આ બધાંજ ફાસ્ટ બોલર્સે પોતાની ધારદાર બોલિંગનો પરચો બતાડ્યો છે.

પાકિસ્તાનની ટીમમાં હાલ પઠાણોથી જ ભરેલી છે. ટીમમાં નસીમ શાહ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમન, ઈફ્તિખાર અહેમદ, હારિસ રઉફ અને ખુશદીલ શાહ જેવા પઠાણોનું મૂળ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પ્રાંતમાં છેલ્લા થોડા વર્ષોથી ક્રિકેટનું મહત્વ વધ્યુ છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પ્રાંતમાં છેલ્લા થોડા વર્ષોથી ક્રિકેટનું મહત્વ વધ્યુ છે.

છેલ્લા થોડા વર્ષોથી આ પ્રાંતમાં ક્રિકેટ ઘણી જ લોકપ્રિય રમત બની છે. લોકો ગેમને પૈસા કમાવવાની અને ફેમસ થવાની રીતે જોવે છે. તમને જણાવી દઈએ કે હાલની પાકિસ્તાનની ટીમ ખૈબર પખ્તુનખ્વાના પ્રાંતના ક્રિકેટર્સથી ભરેલી છે. એટલે સ્વાભાવિક છે કે પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં પાશ્તો ભાષા બોલાતી હશે. ટીમમાં નસીમ શાહ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમન, ઈફ્તિખાર અહેમદ, હારિ રઉફ અને ખુશદીલ શાહ પઠાણ છે અને તેમના મૂળ ખૈબર પખ્તુનખ્વાની છે. જો આ ટીમમાં શાહિન શાહ અફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર હોત, તો પાકિસ્તાનની ટીમને પઠાણ-11 પણ બોલાવી શકાય તેમ હોત.

આ પ્રાંતમાંથી ઘણા જ ક્રિકેટરો આવ્યા છે. અને હવે ધીરે-ધીરે અહિંના લોકોમાં આ ગેમ પ્રત્યે આકર્ષણ પણ થવા લાગ્યુ છે. કારણ કે આ પ્રાંત પહેલા આતંકવાદના લીધે અંધારામાં હતો. 9/11 પછી USના સતત ડ્રોન એટેકથી ધણધણતો હતો. અબોટાબાદમાં લાદેનને માર્યા પછી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા થોડી સમયથી શાંતિ છે. એટલે અહિંના મેદાનમાં ક્રિકેટ રમાઈ છે. ​​​​​​

લીગના કારણે રિમોટ એરિયાના પ્લેયર્સને મળે છે ચાન્સ

આ ભાગમાં સૈન્યનું શાસન ચાલતુ હતુ. પરંતુ હવે ત્યાંના ક્રિકેટર્સને મોટા સ્તરે રમવાનો ચાન્સ મળે છે, તેનું મોટું કારણ એ કે પાકિસ્તાન સુપર લીગ (PSL) એ આઈપીએલ (IPL)ની જેમ રમાતી લીગ છે. જેમાં પ્રોફેશનલીઝમ ઘણુ જ જોવા મળે છે. એટલે બિઝનેસ માઈન્ડેડ નીતિના કારણે લીગમાં જેમ મળે તેમ ક્વોલિટી પ્લેયર્સને શોધવાનો પ્રયત્ન કરવા મળે છે.

જેમાં IPLમાં શ્રીનગરથી કન્યાકુમારી સુધી ફ્રેંચાઈઝીના લોકો ટેલેન્ટને શોધે છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ આવી જ રીતે રિમોટ એરિયામાં જઈને ટેલેન્ટને શોધે છે. જેમાં ભારતીય ક્રિકેટમાં IPLના આવવાથી દિલ્હી અને મુંબઈનું પ્રભુત્વ ઘટ્યુ છે. તેવી જ રીતે ત્યાં પણ PSLના લીધે લાહોર અને કરાચીનું પ્રભુત્વ ઘટ્યુ છે. જોકે હાલની ટીમમાં બે પ્લેયર્સ છે જે હજુ પણ આ બે ટીમના છે, કેપ્ટન બાબર આઝમ અને ઉસ્માન કાદીર. આ એશિયા કપમાં પાકિસ્તાનની ટીમમાં ખૈબર પખ્તુનખ્વાના પ્લેયર્સ જ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યા છે, જે એવા રિમોટ એરિયામાંથી આવે છે, કે જે એરિયાના કોઈ માણસે કલ્પના પણ નહિ કરી હોય કે તેમના એરિયાનો છોકરો આટલો આગળ આવશે! તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે કે જે આજે પાકિસ્તાનની નેશનલ ટીમમાં રમે છે.

નસીમ શાહ

19 વર્ષીય સ્ટાર પેસર નસીમ શાહની સ્ટોરી પણ કંઈક અલગ છે. નસીમ શાહે પૈસા કમાવવા માટે પોતાનું ઘર છોડ્યુ હતુ. તેણે અફઘાનિસ્તાન સામે ફટકારેલી બે બોલમાં બે સિક્સથી તેની સરખામણી વધુ એક પઠાણ અને પાકિસ્તાનના લેજેન્ડરી પ્લેયર શાહિદ આફ્રિદી સાથે થઈ રહે છે. ખૈબરપ્રાંતમાં જન્મેલા 'લાલ'ને ત્યાંના લોકો રોલ મોડેલ માને છે. ત્યાંના લોકો તો પઠાણી સૂટ પહેરીને મેદાનમાં ક્રિકેટ રમે છે.

શાહનવાઝ દહાની

દહાનીએ 2021ના T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની ફેવરિટ ક્રિકેટર ધોની સાથે.
દહાનીએ 2021ના T20 વર્લ્ડ કપ દરમિયાન પોતાની ફેવરિટ ક્રિકેટર ધોની સાથે.

પાકિસ્તાનના વધુ એક પેસર શાહનવાઝ દહાની પાકિસ્તાનના સિંધના એક અંતરિયાળ ગામ દહાનીમાંથી આવે છે. આ પ્રાંતમાંથી ઘણાં ઓછા ક્રિકેટરો આવે છે. તે ક્યાંક મજુરી કામ કરતો હતો. ક્રિકેટની ટ્રેઈનિંગ કરવા માટે તે એક સ્થાનિક ક્રિકેટરોને નિહાળતો હતો અને તેના ઉપરથી જોઈને તે શીખતો હતો. પરંતુ પછી શું? જો તેને કંઈ આગળ રમવા ના મળે તો તેને ફરી એ જ મજુરી કરવી પડી શકે તેમ હતી.

શાહનવાઝ દહાનીએ PSLમાં તેની પહેલી જ સિઝનમાં બેસ્ટ બોલરનો એવોર્ડ જીત્યો હતો. જે વર્ષે મુલતાન સુલતાને ટાઈટલ જીત્યુ હતુ, ત્યારે તેણે આ એવોર્ડ જીત્યો હતો. દહાની ગામના લોકોએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે તેમના ગામનો કોઈ છોકરો આટલો આગળ આવશે, અને સફળ થશે. દહાની આજે પાકિસ્તાનની ટીમનો ત્રણેય ફોર્મેટ પ્લેયર બની ગયો છે.

હારિસ રઉફ

પાકિસ્તાનના વધુ એક સ્ટાર પેસર હારિસ રઉફ પણ આવા રિમોટ એરિયામાંથી આવે છે. તે હાલનો પાકિસ્તાનનો સૌથી ઝડપે બોલિંગ કરનાર બોલર છે. તેની સ્ટોરી પણ ગજબની છે. હારિસ રઉફે તેના દોસ્તને લઈને રોડ ટ્રિપ કરવા નીકળ્યો હતો. જે પછી PSLની ટીમ લાહોર કલાન્ડર્સના ટ્રાયલ્સ પર જઈને પૂરી થઈ હતી. તે આમ તો ટેપ-બોલથી ક્રિકેટ રમતો હતો. પરંતુ જ્યારે આકીબ જાવેદ ફાસ્ટ બોલરની શોધમાં તેના પ્રાંતમાં ગયો હતો, ત્યારે તેણે રઉફને સાઈન કર્યો હતો. હારિસ રઉફ માટે આ એક લાઈફ ચેન્જીંગ ડીલ બનીને રહી ગઈ હતી.

મોહમ્મદ હસનૈન

મોહમ્મદ હસનૈન, નસીમનો U-19 સરકીટમાં પાર્ટનર હતો. તેણે ત્યાંની U-19 ક્રિકેટમાં સારુ પરફોર્મંસ આપ્યુ હતુ. જેનાં કારણે તેને પાકિસ્તાનની U-19ની વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યુ હતુ. જ્યાં તેણે પોતાની પેસથી સારુ પરફોર્મંસ આપ્યુ હતુ.

તેને PCBના નેશનલ ક્રિકેટ એકેડમીનો સપોર્ટ મળતો હતો, ત્યારે પાકિસ્તાનના ઉદ્યોગપતિ અને ક્વેટા ગ્લેડિએટર્સના માલિક નદીમ ઓમરની નજર હસનૈન ઉપર પડી હતી. ઓમરે હસનૈનને તો તે જ્યારે પૂરી રીતે ફિટ પણ નહતો, ત્યારે જ તેને પોતાની ટીમમાં લઈ લીધો હતો. ત્યારે ઓમરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, 'અમારી ટીમના સ્કાઉટ્સ ટૂર્નામેન્ટ જોવા ગયા હતા. હસનૈન ત્યારે ઈજાગ્રસ્ત હતો. જોકે તે પાકિસ્તાનની U-19ની ટીમ તરફથી રમી ચૂક્યો હતો. અને અમે તો તેની પેસ વિશે જાણ્યુ હતુ. તે જેમ આગળ વધતો ગયો, તેમ તે વધુ સ્ટ્રોંગ બનતો ગયો.' આ પછી મોહમ્મદ હસનૈને PSLની એક મેચમાં 150 KMPHની ઝડપે બોલિંગ પણ કરી હતી અને તે પ્લેયર ઑફ ધ મેચ પણ બન્યો હતો. આ પછી તેને પાકિસ્તાનની સીનિયર ટીમમાં તરત જ લેવામાં આવ્યો હતો.

શાદાબ ખાન

પાકિસ્તાનના નેક્સ્ટ કેપ્ટન શાદાબ ખાન પાકિસ્તાનના પંજાબના મિયાંવાલા એરિયામાંથી આવે છે. જ્યારે તેણે પાકિસ્તાનની U-19 ટીમ તરફથી રમી લીધુ હતુ, ત્યારે તેણે એમ વિચાર્યુ હતુ કે તેણે પોતાની લાઈફમાં બધુ જ અચીવ કરી લીધુ છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે તેને PSL-2ની સિઝનમાં ખરીદ્યો હતો. તેના PSL રમવાના માત્ર 3 વર્ષમાં જ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સાથે જ તે PSLનો સૌથી યુવા વયે કેપ્ટન બન્યો હતો. દુનિયાના કોઈપણ ટીમને આટલા યુવા વયના ખેલાડી ઉપર ભરોસો રાખ્યો નથી, કે તેને સીધો કેપ્ટન બનાવી દે. આવો ભરોસો પાકિસ્તાનની લીગની ટીમે શાદાબ ખાન ઉપર દાખવ્યો હતો. RCB ટીમે પણ IPLની 6 સિઝન પછી વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યો હતો.

શાદાબ ખાન સાઉથ આફ્રિકાના પૂર્વ સ્પિનર જોહન બોથાની નીચે ટ્રેઈન થયેલો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડ સાથે રમીને શાદાબ ખાનને એક કેપ્ટન તરીકે સારો અનુભવ મળ્યો છે. આ જ અનુભવ તેને ભવિષ્યમાં પાકિસ્તાનની નેશનલ ટીમનો કેપ્ટન બનાવશે.

શાહિન શાહ અફ્રિદી

જેમ ઈસ્લામાબાદ માટે શાદાબ ખાન છે, તેમ લાહોર કલાન્ડર્સ માટે યુવા લેફ્ટ આર્મ પેસર શાહિન શાહ અફ્રિદી છે. લાહોર કલાનડર્સે શાહિન ઉપર ભરોસો બતાવ્યો અને તેને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. અને તેણે ટીમના ભરોસોને ના તોડતા, ટીમને PSLની ચેમ્પિયન પણ બનાવી હતી. તેઓએ શાહિનમાં કેપ્ટનશિપના ગુણ જોઈ લીધા હતા.

આ કાદચ PSLના કારણે જ બન્યુ છે. પઠાણો આજે પાકિસ્તાનની ટીમને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે વિશ્વ ફલક પર પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને ફાસ્ટ બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ બધુ જ શક્ય પાકિસ્તાનની લીગ PSLના કારણે થયુ છે.