ભારતીય ખેલાડીઓ બ્રિટનમાં ફૂટબોલ રમતને નવો રૂપ આપી રહ્યા છે. સખત મહેનત અને કુશળતાના કારણે અનેક ફૂટબોલ ક્લબોએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માનચેસ્ટર યુનાઇટેડ, ટૉટેનહમ હૉટ્સપર, બર્મિંઘમ જેવા ક્લબોએ ભારતીય મૂળના ખેલાડીઓ સાથે કરાર કર્યા છે. માઇકલ ચોપરા અને યાન ઢાંડા જેવા ખેલાડી એલીટ લીગમાં રમી ચૂક્યા છે.
નવા ચમકતાં સિતારામાં દિલન કુમાર માર્કંડેય છે, જે સ્કોટલેન્ડના ક્લબ એબરડીન તરફથી રમે છે. એક અન્ય ફૂટબોલર અર્જન રાયખી છે, જે પ્રીમિયર લીગ ક્લબ એસ્ટન વિલામાં મિડફિલ્ડર છે. દિલન 2021માં ટૉટેનહોમ હૉટ્સપરમાં સામેલ થયો હતો. 2022માં તે બ્લેકબર્ન રોવર્સ સાથે જોડાયો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં તેણે પદાર્પણ કર્યું હતું. તે આ ક્લબ તરફથી પ્રોફેશનલ મેચ રમનાર પ્રથમ સાઉથ એશિયન ખેલાડી બન્યો હતો.
ગત વર્ષે નેશનલ ફૂટબોલર્સ એસોસિયેશને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે એશિયન ઈન્ક્લૂઝન મેન્ટરિંગ સ્કીમની શરૂઆત કરી છે, જેમા અનેક અનુભવી પ્રોફેશનલ ખેલાડીઓ યુવાનોને સલાહ આપે છે. દિલન કહે છે કે, ઘણા લોકોને મને જોઈને હૂંફ મળે છે. પિતાએ મને રમતમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા છે. જ્યારે હું ટૉટેનહોમ માટે ટ્રાયલ આપવા ગયો હતો તો કારમાં જ ઊંઘી ગયો હતો.
પિતાને કહ્યું હતું કે હુ જવા નથી માગતો, પરંતુ તેમણે જ મને કારમાંથી બહાર કાઢ્યા અને ટ્રાયલ માટે મોકલ્યા. ક્યારેય ક્યારેક ભારતમાંથી પરિવારના એ લોકોના મેસેજ મને મળે છે, જેમને હું ક્યારેય નથી મળ્યો. તેઓ મને જોઈને ખુશ થાય છે. ઈંગ્લિશ ફૂટબોલના નિષ્ણાંત ડસ્ટિન જોર્જ મિલર કહે છે કે, દિલન ટૉટેનહમ U-23 ટીમના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાના એક છે. તે અટેકિંગ મિડફીલ્ડર છે. તેણે 22 મેચમાંથી 21 રમી, જે કોઈપણ અન્ય ખેલાડી કરતા વધુ છે. તેણે 11 ગોલ કર્યા હતા.
ભારતીય મૂળના સિમરન લિવરપૂલ તરફથી રમી
22 વર્ષીય સિમરન ઝામત બ્રિટિશ સાઉથ એશિયન મહિલા ફૂટબોલર્સ માટે આગામી પેઢી માટે આદર્શ છે. તેના સિવાય કિરા રાય, રૂપ કૌર, મિલી ચન્દ્રાના પણ છે. કેટલાક સ્થાનિક ક્લબો તરફથી રમ્યા પછી સિમરન 2017માં લિવરપૂલ સાથે જોડાય. તે ઈંગ્લેન્ડની U-17 ટીમ માટે ગોલ કરનારા પ્રથમ ભારતીય છે. 26 વર્ષીય ચન્દ્રાના માનચેસ્ટર યુનાઇટેડ તરફથી રમે છે. અત્યારે તે લોન પર લિયોની ક્લબ તરફથી રમી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.