તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • PKL 2021 | History Made By Pardeep Narwal, UP Warrior Poured Money Like Water; Know More About The Five Most Expensive Players This Season

પ્રો કબડ્ડી-2021 ઓક્શનમાં પડાપડી:પરદીપ નારવાલ 1.65 કરોડમાં વેચાયો, UP યોદ્ધાએ પાણીની જેમ પૈસા વહાવ્યા; જાણો આ સીઝનના પાંચ સૌથી મોંઘા ખેલાડીઓ વિશે

એક મહિનો પહેલા
પરદીપ નારવાલને 1 કરોડ 65 લાખ રૂપિયામાં UP યોદ્ધાએ પોતાની ટીમમાં સામેલ કર્યો. ફાઇલ તસવીર
  • પરદીપ સિવાય સિદ્ધાર્થ દેસાઈ માટે પણ 1 કરોડની બોલી

ભારતની સોથી ચર્ચિત પ્રો કબડ્ડી લીગ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. PKLની નવી સીઝન માટે અત્યારે ઓક્શન પણ શરૂ થઈ ગયું છે. એવામાં લીગની આઠમી સીઝનના ઓક્શન દરમિયાન પરદીપ નારવાલે ઈતિહાસ રચ્યો છે. તે હવે પ્રો કબડ્ડી લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને UP યોદ્ધાએ સોમવારે ઓક્શન દરમિયાન 1 કરોડ 65 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં પસંદ કર્યો હતો.

પરદીપને લેવા માટે ટીમની પડાપડી
લીગના ઓક્શન દરમિયાન બીજા દિવસે A કેટેગરીના ખેલાડીઓની પસંદગી થઈ હતી. આ દરમિયાન પરદીપ નારવાલને ખરીદવા માટે સૌથી પહેલા તેલુગુ ટાઇટન્સે 1.20 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, જોકે આના સિવાય પણ ઘણી ટીમે પરદીપને પોતાની ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવી હતી, પરંતુ છેવટે તો UP યોદ્ધાએ સતત વધારે બોલી લગાવીને પરદીપને પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. તેમણે પરદીપને 1.65 કરોડ રૂપિયાના વેતન સાથે ટીમમાં સામેલ કર્યો હતો.

UPની ટીમે ધુરંધરોની સેના બનાવી
પરદીપ નારવાલ પહેલાં UPની ટીમે નિતેશ કુમાર અને સુમિત જેવા ખેલાડીઓને પણ રિટેન કર્યા હતા. એટલું જ નહીં, UPએ FBM કાર્ડનો ઉપયોગ કરીને શ્રીકાંત જાધવને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તમને જણાવી દઇએ કે વિવિધ ફ્રેન્ચાઈઝી ટીમોએ બીજા દિવસે 22 વિદેશી ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

પ્રો કબડ્ડી લીગના ટોપ-5 હાઇએસ્ટ પેઇડ પ્લેયર્સ
નામરૂપિયાટીમ
પરદીપ નારવાલ1.65 કરોડ રૂપિયાUP યોદ્ધા
સિદ્ધાર્થ દેસાઈ1.30 કરોડ રૂપિયાતેલુગુ ટાઇટન્સ
મંજિત92 લાખ રૂપિયાતમિળ થલાઈવાઝ
સચિન84 લાખ રૂપિયાપટના પાઇરેટ્સ
રોહિત ગુલિયા83 લાખ રૂપિયાહરિયાણા સ્ટીલર્સ
સિદ્ધાર્થ દેસાઈને 1.30 કરોડમાં તેલુગુ ટાઇટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફાઇલ ફોટો.
સિદ્ધાર્થ દેસાઈને 1.30 કરોડમાં તેલુગુ ટાઇટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફાઇલ ફોટો.

પરદીપ સિવાય સિદ્ધાર્થ દેસાઈ માટે પણ 1 કરોડની બોલી
પરદીપ સિવાય સિદ્ધાર્થ દેસાઈએ પણ 1 કરોડથી વધુની બોલી લગાવી હતી, જેને 1.30 કરોડમાં તેલુગુ ટાઇટન્સે FBM કાર્ડનો ઉપયોગ કરી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સિદ્ધાર્થને 7મી સીઝનમાં પણ તેલુગુ ટાઇટન્સે 1.45 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે પરદીપ નારવાલની પહેલાં મોનુ ગોયત લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રહી ચૂક્યો છે, જેને સીઝન 6મા હરિયામા સ્ટીલર્સે 1.51 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

પ્રો કબડ્ડી લીગનું ઐતિહાસિક ઓક્શન
તમને જણાવી દઇએ કે પરદીપ નારવાલ લીગના ઈતિહાસના ઘણા રેકોર્ડ પોતાને નામ કરી ચૂક્યો છે. તેના આક્રમક પ્રદર્શનથી જ પટના પાઇરેટ્સે સીઝન 3,4 અને 5માં ટાઇટલ જીત્યું હતું. પરદીપ નારવાલે અત્યારસુધી લીગમાં 1160 રેઇડ પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે. આના સિવાય તેણે સૌથી વધુ 59 સુપર 10 પણ લગાવ્યા છે. પરદીપે એક મેચમાં 30થી વધુ પોઇન્ટ્સ કર્યા છે અને આ સિદ્ધિ તેમના સિવાય અન્ય કોઇ ખેલાડી મેળવી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...