• Gujarati News
  • Sports
  • Pink Ball Needs 468 Runs To Win The Test, Labushan's Explosive Batting In The Second Innings

એશિઝમાં ઇંગ્લેન્ડ સામે તોતિંગ ટાર્ગેટ:પિંક બોલ ટેસ્ટ જીતવા માટે 468 રનની જરૂર, બીજી ઈનિંગમાં લાબુશેનની વિસ્ફોટક બેટિંગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એડિલેડમાં રમાઈ રહેલી એશિઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 468 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની બીજી ઈનિંગને 230/9ના સ્કોર પર ડિક્લેર કરી દીધી છે. જેમાં માર્નસ લાબુસેન (51) અને ટ્રેવિસ હેડ (51) રનની ઈનિંગ રમી હતી. વળી ક્રિસ ગ્રીન (33)ના સ્કોર પર અણનમ રહ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડના ઓલી રોબિન્સન, કેપ્ટન રૂટ અને ડેવિડ મલાને 2-2 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ સામે તોતિંગ ટાર્ગેટ
ઇંગ્લેન્ડને એડિલેડ ટેસ્ટ જીતવી હોય તો ચાર સેશનની ગેમમાં 468 રન કરવાના છે. જેની ખાસ વાત તો એ છે કે ઇંગ્લેન્ડે અત્યારસુધી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આટલો મોટો સ્કોર ક્યારેય ચેઝ કર્યો નથી. ઇંગ્લેન્ડે 2019માં લીડ્સના મેદાનમાં સૌથી વધારે 359 રનનો સ્કોર ચેઝ કર્યો હતો. ત્યારપછી 1928માં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્નમાં 332 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો.

લાબુશેનની વિસ્ફોટ બેટિંગ
ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગમાં માર્નસ લાબુશેને 96 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા તેણે 103 રન કર્યા હતા. તેવામાં એશિઝ સિરીઝની પહેલી મેચમાં પણ લાબુસેને શાનદાર 74 રનની ઈનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચ જીતી
એશિઝ 2021-22ની પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટથી જીત દાખવી હતી. ઇંગ્લેન્ડને જો આ મેચ જીતવી હશે અથવા ડ્રો કરાવવી હશે તો દોઢ દિવસ સુધી ઓલઆઉટ થયા વિના બેટિંગ કરતા રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...