તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Physiotherapist Gloucester Says India Could Benefit From Lack Of Fans At Olympics

ભાસ્કર વિશેષ:ફિઝિયોથેરાપિસ્ટ ગ્લૉસ્ટરે કહ્યું કે ઓલિમ્પિકમાં ચાહકોની ગેરહાજરીથી ભારતને ફાયદો મળી શકે છે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૉન ગ્લૉસ્ટર ઓલિમ્પિકમાં રમનાર 11 ભારતીયો સાથે જોડાયેલો છે

ટોક્યો ઓલિમ્પિકમાં રમનાર 11 ખેલાડીઓની સાથે જોડાયેલા ફિઝિયોથેરાપિસ્ટ જૉન ગ્લૉસ્ટરનું માનવું છે કે ગેમ્સમાં ચાહકોની ગેરહાજરીથી ભારતીય ખેલાડીઓને ફાયદો થઇ શકે છે. કારણ કે કોવિડના સમયે ખેલાડીઓએ પોતાની મેન્ટલ હેલ્થ પર ઘણું કામ કર્યું છે. ખેલાડી માનસિક રીતે મજબુત થયા છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લૉસ્ટર તલવારબાજ ખેલાડી ભવાની દેવી, બેડમિન્ટન ખેલાડી સાઈ પ્રણીત, ચિરાગ શેટ્ટી, ડિસ્ક થ્રોઍ કમલપ્રીત કૌર અને સ્વિમર સજન પ્રકાશ સહિત ઘણા ખેલાડીઓ સાથે જોડાયેલા છે. તે 2005થી 2008 સુધી ભારતીય ક્રિકેટ ટીમના ફિજિયો પણ રહી ચુક્યા છે. તે આઈપીએલ ટીમ રાજસ્થાન રૉયલ્સના પણ ફિઝિયોથેરાપિસ્ટ રહ્યા છે.

ગ્લૉસ્ટરે કહ્યું, ‘પહેલા મને લાગ્યું હતું કે આ ઓલિમ્પિકમાં ખેલાડીઓનું પ્રદર્શન ગત ઓલિમ્પિકની સરખામણીમાં સારૂ નહીં થાય. પણ હવે મારી ધારણા બદલાઈ ગઇ છે. હવે મને લાગે છે કે ખેલાડીઓ પહેલાની સરખામણીએ આ વખતે વધુ સારૂ પ્રદર્શન કરશે. કારણ કે કોરોનાના કારણે તેમણે મેન્ટલ હેલ્થ પર ઘણું કામ કર્યું છે. આ વખતે વધુ સ્ફુર્તીલા અને દમદાર ખેલાડી જોવા મળશે.’

ગ્લૉસ્ટર ટોક્યોની હાલતને સમજવા માટે 2019માં ત્યા ગયા હતા. ત્યારબાદ પોતાના અનુભવો ખેલાડીઓ સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યું, ‘કેટલીક રમતો એવી છે જેમાં ખેલાડીઓને ખાલી સ્ટેડિયમમાં અથવા ઘણા ઓછા દર્શકો સામે રમવાની આદત છે. ઘણા ભારતીય ખેલાડીઓને તેનાથી ફાયદો થશે.’

અન્ય સમાચારો પણ છે...