• Gujarati News
  • Sports
  • Photo Of Dhoni Watching Shah Rukh's Innings, Who Hit Sixes In The Last Ball, Goes Viral, Fans Say Chennai Search Completed

ધોનીની નજર શાહરુખ ખાન પર:છેલ્લા બોલે છગ્ગો ફટકારનાર શાહરુખની ઇનિંગ નિહાળતો ધોનીનો ફોટો વાઇરલ, ફેન્સે કહ્યું- ચેન્નઈની શોધ પૂરી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહરુખે ફાઇનલ મેચના છેલ્લા બોલે સિક્સ ફટકારીને યાદગાર જીત અપાવી છે
  • IPLમાં મેચ પછી શાહરુખ ખાન મહેન્દ્રસિંહ ધોની પાસેથી ટિપ્સ લેતો પણ જોવા મળ્યો

તામિલનાડુએ કર્ણાટકને ઘણી જ રોમાંચક મેચમાં 4 વિકેટથી હરાવીને સતત બીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પોતાને નામ કરી છે. તામિલનાડુની જીતનો હીરો રહેલો યુવા ખેલાડી શાહરુખ ખાન છે. શાહરુખે ફાઈનલ મેચના છેલ્લા બોલે સિક્સ ફટકારીને યાદગાર જીત અપાવી છે. મેચ પછી IPL ફ્રેન્ચાઈઝ ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)એ સોશિયલ મીડિયામાં એક ફોટ શેર કર્યો, જેમાં મહેન્દ્રસિંહ ધોની TVમાં શાહરુખને છગ્ગો લગાવતા જોતો દેખાય છે.

CSKને નવો હીરો મળ્યો
ચેન્નઈએ જેવો જ સોશિયલ મીડિયામાં ધોનીનો આ ફોટો શેર કર્યો, તેવો જ આ ફોટો ઝડપથી વાઇરલ થઈ ગયો. ફેન્સે કોમેન્ટ્સ કરતાં લખ્યું કે ચેન્નઈ સુપરકિંગ્સને નવો ધોની મળી ગયો છે. તો કેટલાક ફેન્સે લખ્યું કે IPL 2022 માટે ચેન્નઈએ શાહરુખ ખાનને ટાર્ગેટ કરવો જોઈએ.

ધોની પાસેથી લીધી હતી ટિપ્સ
શાહરુખ હજુ પણ IPLમાં પંજાબ કિંગ્સ માટે રમે છે. આ વર્ષે જ્યારે પંજાબ કિંગ્સ અને CSKનો સામસામે સામનો થયો હતો, ત્યારે મેચ પછી શાહરુખ ખાન મહેન્દ્રસિંહ ધોની પાસેથી ટિપ્સ લેતો પણ જોવા મળ્યો. શાહરુખ લાંબી-લાંબી સિક્સ લગાવવા માટે જાણીતો છે, સાથે જ તે ધોનીની જેમ સારો ફિનિશર પણ ગણાય છે અને CSKને પણ પોતાની ટીમમાં હાલ એક ફિનિશરની જરૂરિયાત છે.

પંજાબે 5.25 કરોડની મોટી રકમ આપી હતી શાહરુખને
IPL-14ના ઓક્શનમાં ઓલરાઉન્ડર શાહરુખ ખાનને પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓક્શનમાં તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ રૂપિયા હતી અને પંજાબ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને દિલ્હી કેપિટલ્સે પણ તેને પોતાની ટીમમાં લેવા માટે રસ દાખવ્યો હતો, પરંતુ અંતે પંજાબ કિંગ્સે બાજી મારી હતી.

IPL 2022 માટે થશે મેગા ઓક્શન
આગામી વર્ષે IPLમાં બે નવી ટીમ ભાગ લેશે, જેના માટે આ વર્ષના અંતમાં મેગા ઓક્શન કરાશે. પંજાબ કિંગ્સ જો શાહરુખને રિટેન નહીં કરે તો ચેન્નઈ સુપરકિંગ્સ જરૂરથી તેના પર બોલી લગાવી શકે છે.

આવી હતી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં કર્ણાટકે પહેલા બેટિંગ કરતાં તામિલનાડુની સામે 152 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેના માટે તામિલનાડુએ છેલ્લા બોલમાં 6 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ટીમની જીતમાં વિજય છગ્ગો લગાવીને શાહરુખ ખાને 15 બોલમાં નોટઆઉટ 33 રનની ઈનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...