તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મક્કમ પ્રદર્શન:આર્જેન્ટીના સામેના પ્રદર્શનથી અમારું મનોબળ વધ્યું: મનદીપ

બેંગલુરુ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતે હાલમાં જ હોકી પ્રો લીગમાં બંને મેચમાં આર્જેન્ટીનાને હરાવ્યું હતું

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહે કહ્યું કે ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના સામે હાલનું પ્રદર્શન મનોબળ વધારવાળું રહ્યું અને ટીમ ટોક્યો ઓલિમ્પિક માટે સારી તૈયારી થઇ રહી છે. ભારતે એફઆઈએચ હોકી પ્રો લીગની બંને મેચમાં આર્જેન્ટીનાને હરાવ્યું અને ચાર અભ્યાસ મેચમાંથી બેમાં જીત મેળવી.

આ મેચ 6 થી 14 એપ્રિલ વચ્ચે રમાઈ હતી. મનદીપે હોકી ઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું, ‘ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સામે સારૂ પ્રદર્શન અમારા માટે ખરેખર મનોબળ વધારવાવાળું રહ્યું.’ તેણે કહ્યું, ‘અમે જર્મની અને ગ્રેટ બ્રિટન સામે પણ સારૂ પ્રદર્શન કર્યું અને ત્યાર બાદ આર્જેન્ટીનાનો સફળ પ્રવાસ શાનદાર રહ્યો.’ મનદીપે કહ્યું, ‘અમે અમારા ગત બંને પ્રવાસમાં સારી લય મેળવી અને હવે અમે અમારા કેટલાક નબળા પ્રદર્શનો પર કામ કરી રહ્યા છીએ.’

મનદીપે કહ્યું આર્જેન્ટીના અને યુરોપના પ્રવાસમાં ખેલાડીઓ વચ્ચે તાલમેલ ટીમ માટે સૌથી મહત્વનું પાસુ રહ્યું. હવે કોઇ ટીમ લાંબા સમય બાદ રમે છે તો ટીમમાં ખેલાડીઓ વચ્ચેનું તાલમેલ બગડી જાય છે, પણ અમે બહુ જલ્દી એકબીજા સાથે તાલમેલ મેળવી લીધું અને એક ટીમ પ્રમાણે જલ્દી લયમાં આવી ગયા.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો