તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Pakistanis Can't Watch Their Own Team's Series Against England LIVE, Indian Broadcasters Sony And Star Have Rights

આર્ટિકલ 370થી પાકિસ્તાન ક્રિકેટને નુકસાન:પાકિસ્તાનીઓ પોતાની જ ટીમની ઈંગ્લેન્ડ સામેની સીરીઝ LIVE નહીં જોઈ શકે, ભારતીય બ્રોડકાસ્ટર્સ સોની અને સ્ટારની પાસે છે રાઈટ્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સામેની નારાજગી વ્યક્ત કરવાના ચક્કરમાં પાકિસ્તાન સરકારે પોતાના દેશના ક્રિકેટ પ્રેમીઓને સજા આપી દીધી છે. 8 જુલાઈથી ઈંગ્લેન્ડમાં રમાનારી ENG-PAK ક્રિકેટ સીરીઝને પાકિસ્તાનની કોઈ જ ટીવી ચેનલ નહીં દેખાડવામાં આવે, કેમકે દક્ષિણ એશિયા ક્રિકેટમાં મેચ દેખાડવાના તમામ રાઈટ્સ ભારતીય કંપની સોની અને સ્ટારની પાસે છે.

પાકિસ્તાન ટીવીએ પોતાની સરકારને આગ્રહ કર્યો કે તેઓને ભારતની કંપનીઓ સાથે સમજૂતી કરવા દે. કે જેથી મેચની મજા પાકિસ્તાની દર્શક પણ લઈ શકે, પરંતુ સુચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું, 'PTVના આગ્રહને ફગાવી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી ભારત પાંચ ઓગસ્ટ 2019ની કાર્યવાહી (આર્ટિકલ 370) પર પુનર્વિચાર નહીં કરે, ત્યાં સુધી તેઓ સાથે કોઈ જ કરાર નહીં થાય.'

જ્યારે મેચ પાકિસ્તાનની છે, તો પાકિસ્તાનમાં જ તેને દેખાડવા માટે ભારત સાથે સમજૂતીની કેમ જરૂરિયાત છે? હકિકતમાં આ ચક્કર ટીવી ચેનલના રાઈટ્સ સાથે જોડાયેલો છે. જેમાં હજારો કરોડો રૂપિયા લાગેલા હોય છે. એક-એક મેચ દેખાડવા પર ટીવી ચેનલને 50-70 કરોડ રૂપિયા સુધી આપવાના રહે છે. આવો આ સમગ્ર વાતને 3 પોઈન્ટમાં સમજીએ...

ક્રિકેટના રાઈટ્સ એટલે શું?
લાઈવ ક્રિકેટને ટીવી પર દેખાડવા માટે ચેનલને ક્રિકેટ બોર્ડ્સને પૈસા આપવા પડે છે. જેને રાઈટ્સ ખરીદ્યા હોવાનું કહેવાય છે. બોર્ડ્સ સરેરાશ પાંચ વર્ષ માટે મેચ દેખાડવાના રાઈટ્સ વેચે છે. દરેક દેશમાં જ્યાં ક્રિકેટ રમાય છે, ત્યાં સ્થાનિક બોર્ડ હોય છે. જે રીતે- આપણાં દેશમાં ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI, પાકિસ્તાનમાં PCB, ઈંગ્લેન્ડમાં ECB, ઓસ્ટ્રેલિયામાં CA, સાઉથ આફ્રિકામાં CSA છે.

આ બોર્ડ્સ પોતાના સ્થાનિક રાઈટ્સ અને ગ્લોબલ રાઈટ્સ વેચે છે. જેમ કે BCCIએ પોતાના દેશમાં રમાનારી આંતરરાષ્ટ્રીય મેચ અને IPLના રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સને વેચ્યા છે. જે પણ દેશ આપણે ત્યાં ક્રિકેટ રમવા આવે છે, તેમની દેશની ચેનલ્સને BCCI પાસેથી ગ્લોબલ રાઈટ્સ લેવાના હોય છે.

સોની અને સ્ટાર સ્પોર્ટ્સ આખી દુનિયાના ક્રિકેટ બોર્ડ પાસેથી સાઉથ એશિયાના ગ્લોબલ રાઈટ્સ ખરીદી લીધા છે. જો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાની ટીમ કોઈ બીજા દેશમાં ક્રિકેટ રમવા જશે તો તેઓને સ્ટાર કે સોની સાથે ડીલ કરવી પડે છે. હાલ પાકિસ્તાને તે ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે. તેથી પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડમાં રમાનારી મેચ નહીં જોવા મળે.

લોકલ બોર્ડથી સ્થાનિક રાઈટ્સ અને ગ્લોબલ રાઈટ્સ ઉપરાંત કેટલાંક રાઈટ્સ ઈન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ એટલે કે ICC પાસેથી ખરીદવા પડે છે. જેમ કે વર્લ્ડ કપ, T 20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે હાલ ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. આ ટૂર્નામેન્ટની મેચ દેખાડવા માટે કોઈ પણ ચેનલે ICC પાસેથી રાઈટ્સ ખરીદવા પડે છે. તે ચેનલ્સ પણ દેખાડી શકે છે, જેની પાસે ઈંગ્લેન્ડમાં થનારા ક્રિકેટ મેચ દેખાડવાના રાઈટ્સ હશે કેમકે ફાઈનલ ઈંગ્લેન્ડમાં ખેલાય રહ્યો છે.

ત્રણ રીતે ક્રિકેટના રાઈટ્સની બોલી લાગે છે

  • ટીવી રાઈટ્સઃ જે દેશમાં મેચ રમાઈ રહી છે ત્યાંના બોર્ડ્સ પાસેથી ખરીદવામાં આવેલા રાઈટ્સ
  • ડિજિટલ રાઈટ્સઃ મેચને ડિજિટલ મીડિયમના રાઈટ્સ લેવાના રહે છે
  • ગ્લોબલ રાઈટ્સઃ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટના ICCની પાસેથી લેવામાં આવેલા ગ્લોબલ રાઈટ્સ

BCCI સ્ટેડિયમની ટિકિટ વેચીને 60 લાખ અને ટીવી રાઈટ્સ વેચીને 60 કરોડ કમાય છે

દરેક દેશના ક્રિકેટ બોર્ડની કમાણીનું માધ્યમ ટીવી-ડિજિટલ રાઈટ્સ છે. સ્ટાર ઈન્ડિયાની ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટારે 2018-23 સુધીના BCCI પાસેથી IPLને છોડીને તમામ મેચના રાઈટ્સ 6,138 કરોડમાં ખરીદ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમ પોતાના દેશમાં 102 ક્રિકેટ મેચ રમશે. એટલે કે એક મેચ માટે સ્ટાર BCCIને 60 કરોડ રૂપિયાથી વધુ ચુકવશે.

આ રીતે IPLના રાઈટ્સ માટે પણ 2018-2022 સુધી આ કંપનીએ 16,347.5 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ દરમિયાન કુલ 300 મેચ રમાશે. એટલે કે એક મેચ માટે 50 કરોડ રૂપિયાથી વધુ રકમ ચેનલ BCCIને આપે છે. ક્રિકેટ એક્સપર્ટ જણાવે છે કે BCCIને કોઈ એક મેચના સ્ટેડિયમની ટિકિટ વેચવા પર સરેરાશ 60 લાખ રૂપિયા મળે છે. જેમાંથી 30 લાખથી વધુનો ખર્ચ મેઈનટનન્સ પાછળ થાય છે.

કોરોના કાળ દરમિયાન દર્શક વગર પણ મેચ રમાડવામાં આવી, પરંતુ તેનાથી બોર્ડની કમાણી પર વધુ ફેર પડ્યો નથી. ક્રિકેટને જોવા-દેખાડવામાં એક મોટું અંતર આવનારા વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે, કેમકે 2022માં સ્ટાર સ્પોર્ટ્સના IPLના રાઈટ્સ અને 2023માં આંતરરાષ્ટ્રીય મેચના રાઈટ્સના કરાર ખતમ થઈ થશે. આ તરફ ડિજિટલ પ્લેટફોર્મ પહેલેથી કમર કસીને તૈયાર છે.

અમેઝને ખરીદી લીધા છે ન્યૂઝીલેન્ડના રાઈટ્સ, જિયો-ફેસબુક પણ બોલી લગાવી રહ્યાં છે

નવેમ્બર 2020માં અમેઝન પ્રાઈમ વીડિયોએ ન્યૂઝીલેન્ડમાં આયોજિત તમામ મેચને ભારતમાં દેખાડવાના રાઈટ્સ ખરીદી લીધા છે. કોઈ એકમાત્ર ડિજિટલ કંપની દ્વારા એવું પહેલી વખત થયું છે કે તેને ટીવીથી આગળ જઈને કોઈ બોર્ડ પાસેથી જ રાઈટ્સ ખરીદી લીધા હોય. 2018માં જ્યારે BCCI, IPLના રાઈટ્સનું ઓક્શન થઈ રહ્યું હતું, ત્યારે પણ એરટેલ એક્સટ્રીમ, રિલાયન્સ જિયો અને અમેઝન પ્રાઈમ વીડિયોએ ડિજિટલ રાઈટ્સ માટે બોલી લગાવી હતી. કોરોના કાળ અને ડિજિટલ પ્લેટફોર્મની દરમિયાનગીરી વધવાને કારણે હવે આ કંપનીઓ મજબૂત થઈ ગઈ છે. આ તરફ દર્શક પણ OTT પર ક્રિકેટ જોવા માટે ટેવાય ગયા છે.

એવામાં સ્ટાર સ્પોર્ટ્સના એક અધિકારી કહે છે કે 2022-23 ક્રિકેટની દુનિયા ખરેખર રોમાંચક બની રહેશે. હાલ જ્યારે IPLનું પ્રસારણ ડિઝ્ની+હોટસ્ટાર પર કરાયું હતું તો એવરેજ રેવેન્યૂ પર યુઝર (ARPU) એટલે કે એક યૂઝરથી થનારી સરેરાશ કમાણી વધી ગઈ હતી. કંપની તેનો સીધો ડેટા તો નથી જાહેર કરતા, પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે ક્રિકેટ દેખાડવામાં આવે છે ત્યારે પેડ સબ્સ્ક્રાઈબર્સ વધી જાય છે.

ડિજિટલ પ્લેટફોર્મની નજર હવે ક્રિકેટ પર જ નથી, પરંતુ અમેઝન સ્પેનની પ્રખ્યાત ફુટબોલ લીગ લા લીગાને દેખાડવા માટે પણ ડીલ કરી ચુક્યું છે. એવામાં આવનારા વર્ષમાં દુનિયાની રમતને જોવા માટે અનેક પ્રકારના ફેરફરો જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...