• Gujarati News
  • Sports
  • Pakistan West Indies ODI Series Canceled Till July, Decision Taken After 5 More Caribbean Team Members Tested Positive

ક્રિકેટમાં ફરી કોરોના સપાટો:પાકિસ્તાન-વેસ્ટઈન્ડિઝ વનડે શ્રેણી જુલાઈ સુધી સ્થગિત, કેરેબિયન ટીમના વધુ 5 મેમ્બર્સ પોઝિટિવ આવ્યા બાદ લેવાયો નિર્ણય

કરાચીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીએ એક વખત પરી ક્રિકેટ પર અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 18 ડિસેમ્બરથી શરૂ થનારી 3 વનડે મેચની સીરીઝ જુલાઈ સુધી સ્થગિત કરી દેવાઈ છે. બંને ટીમ હજુ ટી-20 શ્રેણીનો અંતિમ મેચ કરાચીમાં રમશે. ત્રણ વનડે મેચ પણ કરાચીમાં રમાવવાના હતા.

વેસ્ટઈન્ડિઝ ટીમના વધુ પાંચ સભ્યો ગુરુવારે પોઝિટિવ થયા છે. જેમાંથી બે ખેલાડી શાઈ હોપ, જસ્ટિન ગ્રીવ્સ અને અકીલ હુસૈન ઉપરાંત આસિસ્ટન્ટ કોચ રોડી એસ્ટવિક અને ફિઝિશિયન ડૉ. અક્સાઈ માનસિંહ સામેલ છે. ટૂર શરૂ થઈ તે પહેલાં ત્રણ ખેલાડી પોઝિટિવ થયા હતા. એટલે કે હવે ટીમના 9 સભ્યો પોઝિટિવ થઈ ગયા છે. હાલ આવેલા પોઝિટિવ કેસ બાદ વેસ્ટઈન્ડિઝ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમક્ષ વનડે શ્રેણી સ્થગિત કરવાની માગ કરી હતી.

પાકિસ્તાન માટે વેસ્ટઈન્ડિઝની ટૂર મહત્વની હતી
પાકિસ્તાન ક્રિકેટ માટે વેસ્ટઈન્ડિઝ ટીમની આ ટૂર ઘણી જ મહત્વની છે, કેમકે ટી-20 વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડ ટીમ પાકિસ્તાન ગઈ હતી, પરંતુ ટી-20 શરૂ થાય તેને થોડા કલાકો પહેલાં જ તેઓએ સુરક્ષાનું કારણ આપીને ટૂર રદ કરી હતી. જે પછી ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાન ટૂરને રદ કરી હતી. જેનાથી પાકિસ્તાનની ઘણી બદનામી થઈ હતી.

વર્લ્ડ કપ ક્વોલિફિકેશનને જોતા કરતી હતી માગ
આ ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હોવા છતા વેસ્ટઈન્ડિઝ ટીમ વનડે શ્રેણીમાં ટીમ ઉતારી શકત પરંતુ તેનાથી ટીમ ઘણી જ નબળી પડી જાત. વનડે સીરીઝની આ મેચ વર્લ્ડ કપ ક્વોલિફાઈંગનો પણ ભાગ છે તેથી વેસ્ટઈન્ડિઝ ઈચ્છતું ન હતું કે તેઓ નબળી ટીમ સામે આટલાં મહત્વના મેચ રમે.

પોઝિટિવ સભ્યો પાકિસ્તાનમાં જ રોકાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે વેસ્ટઈન્ડિઝના જે ખેલાડી અને સપોર્ટ સ્ટાફ એન્ટીજન અને RTPCR ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે તેઓ ત્રીજા ટી-20 બાદ પરત ફરશે. જે પોઝિટિવ આવ્યા છે તેઓને કરાચીમાં 10 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે.

કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બદલવો પડ્યો
ગુરુવારે એશેઝની બીજી ટેસ્ટ શરૂ થઈ. મેચ પહેલાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ બહાર થઈ ગયો. બુધવારે રાત્રે જે રેસ્ટોરન્ટમાં હતો ત્યાં એક કોરોના સંક્રમિતના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હતો. હવે તેને સાત દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે. તે બહાર થતા સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળે છે.

અન્ય સમાચારો પણ છે...