પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ આગામી વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે નવાઈની વાત એ છે કે બાબર આઝમ પોતાની પિતરાઈ બહેન સાથે લગ્ન કરશે. પાકિસ્તાનની ચેનલ જિયો ન્યૂઝના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ અને તેમની પિતરાઈ બહેનના પરિવારોની વચ્ચે આ કપલના લગ્નની વાત પર સહમતિ બની છે. બંનેના લગ્ન આગામી વર્ષે થશે. સૂત્રોના જણાવ્યા મુજબ બાબર આઝામ પોતાના જ કાકાની દિકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છે. આવતા વર્ષે બન્નેને લગ્ન થશે.
બાબર પર યૌન શોષણના આરોપ લાગ્યા છે
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર યૌન શોષણના આરોપ પણ લાગી ચૂક્યા છે. એક મહિલાએ બાબર આઝમ પર આરોપ લગાવતા કહ્યું હતુ કે બાબરે તેમનું યૌન શોષણ કર્યું છે અને તેમને ધમકી પણ આપી છે. મહિલાએ કહ્યું હતું કે બાબરે તેને લગ્ન કરવાના ખોટા વાયદાઓ કર્યા હતા.
મહિલાએ લગાવ્યા પ્રેગનેન્ટ કરવાના આરોપ
મહિલાએ કહ્યું હતું કે બાબર આઝામે લગ્નની લાલચ આપીને 10 વર્ષ સુધી તેનુ યૌન શોષણ કર્યું. હું ગર્ભવતી બની તો બાબરે મારપીટ કરવાની અને મારી નાંખવાની ધમકી પણ આપી. પીડિતાના જણાવ્યા મુજબ બાબર અને તે એક જ સ્કુલમાં સાથે અભ્યાસ કરતા હતા. બંને એક જ મોહલ્લામાં રહેતા હતા.
10 વર્ષ સુધી કરતો રહ્યો યૌન શોષણ
મહિલાએ કહ્યું હતું કે બાબર આઝમે મને પ્રપોઝ કર્યો અને મેં તેનો સ્વીકાર કર્યો હતો. તે સમયે બાબર આઝમે ક્રિકટ રમવાની શરૂઆત કરી ન હતી. મહિલાના જણાવ્યા મુજબ બાબર આઝમ તેને છેતરતા રહ્યાં અને લગ્નના નામે 10 વર્ષ સુધી યૌન શોષણ કરતા રહ્યાં. મહિલાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે તેમણે બાબર આઝમને જણાવ્યું કે તે પ્રેગનન્ટ છે, તો બાબરે તેના કેટલાક મિત્રોની સાથે મળીને તેનુ એબોર્શન કરાવ્યું. પીડિતાએ કહ્યું 2017માં બાબરે પોતાનો નંબર પણ બદલી નાંખ્યો. તે પછી પણ તે 3 વર્ષ સુધી મારો ફાયદો ઉઠાવતા રહ્યાં. 2020માં તેમણે મારી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન છે બાબર આઝમ
બાબરને તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેઓ પહેલેથી જ ટીમના વનડે અને ટી-20ના કેપ્ટન છે. તેમણે અત્યાર સુધીમાં 33 ટેસ્ટ રમી છે. જેમાં 42.53ની સરેરાશથી 2169 રન બનાવ્યા છે. જ્યારે 80 વનડે મેચમાં તેમણે 56.84ની સરેરાશથી 3808 રન બનાવ્યા. બાબરે 54 ટી-20 મેચમાં 47.33ની સરેરાશથી 2035 રન બનાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.