તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Our Spinners More Successful In Australia, Because More Opportunity In First Class

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:ઓસ્ટ્રેલિયામાં આપણા સ્પિનર્સ વધુ સફળ, કારણ - ફર્સ્ટ ક્લાસમાં વધુ તક

સિડની10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિન્દ્ર જાડેજા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રવિન્દ્ર જાડેજા - ફાઇલ તસવીર
  • સીરિઝમાં ભારતીય સ્પિનર્સે 19, ઓસી.ના સ્પિનર્સે 6 વિકેટ લીધી
  • ભારતીય સ્પિનર્સે 42%, ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સે માત્ર 25% ઓવર ફેંકી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝ હજુ 1-1થી બરાબર છે. છેલ્લી મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાવાની છે. આપણા મુખ્ય ફાસ્ટ બોલર ઈજાના કારણે બહાર છે. આથી સ્પિન બોલરો પાસે ‌વધુ અપેક્ષા છે. આપણા સ્પિનર્સે પ્રથમ ત્રણ ટેસ્ટમાં વિરોધી ટીમથી સારું પ્રદર્શન કર્યું છે. આપણા સ્પિનર્સે 19 જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સે 6 વિકેટ લીધી છે. એટલે કે, આપણા સ્પિનર્સે ત્રણ ગણી વધુ વિકેટ લીધી છે. જેનું કારણ છેલ્લા પાંચ વર્ષમાં આપણા સ્પિનર્સે ફર્સ્ટ ક્લાસની 42% ઓવર ફેંકી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્પિન બોલરોએ માત્ર 25%.એટલે કે આપણા સ્પિનર્સને વધુ તક મળી અને જેના લીધે તેમનું પ્રદર્શન પણ સારું રહ્યું.

છેલ્લાં 5 વર્ષમાં ઘરમાં પણ સ્પિન બોલરો પ્રભાવી
1 જાન્યુઆરી, 2015થી ટેસ્ટમાં ઘરમાં સ્પિન બોલરો પ્રભાવી રહ્યા છે. અશ્વિને 28 મેચમાં 22ની સરેરાશ સાથે 159 વિકેટ, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 28 મેચમાં 21ની સરેરાશ સાથે 130 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાનો ઓફ સ્પિનર નાથન લાયને ઘરમાં આ દરમિયાન 32 મેચમાં 123 વિકેટ લીધી છે અને સરેરાશ 33ની રહી છે. લાયનની ઈકોનોમી અને સ્ટ્રાઈક રેટ બંને ભારતીય બોલરોથી વધુ રહ્યો છે.

બોલરોને આરામ , ઈશાંત, ભુવીએ સારી વાપસી કરી
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરો ઈજાથી પરેશાન છે. શમી, ઉમેશ અને બુમરાહ ઈજાને કારણે બહાર થઈ ગયા છે, જ્યારે ઈશાંત ઈજાને કારણે આવી શક્યો નથી. આ દરમિયાન બુધવારે પ્રેક્ટિસ દરમિયાન ફાસ્ટ બોલરોને આરામ અપાયો છે. આ દરમિયાન ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ સામે ચાર મેચની સીરિઝ પહેલા ઈશાંત અને ભુવનેશ્વર ફોર્મમાં છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલી ટી20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બે મેચમાં બંને બોલરોએ 4-4 વિકેટ લીધી છે.

2015થી ટોપ-9 દેશોએ ફર્સ્ટ ક્લાસ સ્પિન બોલરોની ભાગીદારી

દેશઓવર ફેંકી%
શ્રીલંકા63.3
બાંગ્લાદેશ59.9
વેસ્ટઈન્ડીઝ47.6
ભારત42.1
પાકિસ્તાન38.8
દ.આફ્રિકા29.6
ન્યૂઝીલેન્ડ25.6
ઓસ્ટ્રેલિયા24.7
ઈંગ્લેન્ડ22.8

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser