ભાસ્કર એનાલિસિસ:કોમનવેલ્થમાં જાગશે આપણી ઓલિમ્પિકની આશાઓ

બર્મિંઘમ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બર્મિંઘમ ગેમ્સ આજથી, 72 દેશના 5 હજારથી વધુ ખેલાડી, જેમાં ભારતની 215 સભ્યોની ટીમ ભાગ લઈ રહી છે

22મી કોમનવેલ્થ ગેમ્સ ગુરુવારથી શરૂ થઈ રહી છે. જેમાં 72 દેશના 5 હજારથી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 20 રમતોમાં 280 ઈવેન્ટ્સ યોજાશે. ભારતની 215 સભ્યોની ટીમ ભાગ લેશે, જેમાં 111 પુરુષ અને 104 મહિલા ખેલાડી છે. આ ગેમ્સ દ્વારા ભારતીય ખેલાડી 2024માં યોજાનારી પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દેશે. આ ગેમ્સમાં દેખાવથી ખબર પડશે કે કયો ખેલાડી પેરિસ માટે ક્વોલિફાય કરી શકે છે. જાણીએ એ ખેલાડીઓ અંગે જેમની પાસે આપેક્ષા રહેશે...

1. નિખત જરીન-(બોક્સિંગ), ઉંમર-26 વર્ષ
મે મહિનામાં ફ્લાઈવેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની. વર્લ્ડ યુથ-જુનિયરમાં ગોલ્ડ જીતી ચુકી છે. અનેક વખત ઓલિમ્પિક અને વર્લેડ મેડલિસ્ટને હરાવી ચૂકી છે. 6 વારની વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમની વેઈટ કેટેગરીમાં ઉતરી શકે છે. મેરિકોમ 39 વર્ષની થઈ ચૂકી છે અને તેની કારકિર્દી સમાપ્તી તરફ છે. નિખત એ કેટેગરીમાં ઓલિમ્પિકમાં દેશને વધુ એક મેડલ અપાવી શકે છે.

2. લક્ષ્ય સેન-(બેડમિન્ટન), ઉંમર- 20 વર્ષ
પ્રથમ વખત ગેમ્સમાં ભાગ લઈ રહેલા યુવા શટલરની આ પ્રથમ સીનિયર મલ્ટી-સ્પોર્ટિંગ ઈવેન્ટ છે. વર્લ્ડ જુનિયર નંબર-1 રહી ચુકેલો લક્ષ્ય ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને ઓલ ઈંગ્લેન્ડમાં સિલ્વર જીતી ચૂક્યો છે. તે થોમસ કપ ચેમ્બિયન બનનારી ટીમનો સભ્ય હતો. 2016માં કારકિર્દી શરૂ કરનારો લક્ષ્ય પોતાનાથી સારું રેન્કિંગ ધરાવતા ખેલાડીને હરાવી ચૂક્યો છે.

3. રોહિત યાદવ-(જેવલિન થ્રો), ઉંમર-21 વર્ષ
રોહિતને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા પછી દેશનૌ સૌથી કન્સિસ્ટન્ટ જેવલિન થ્રોઅર મનાય છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, તે મેડલ ચૂકી ગયો હતો. આ સિઝનમાં તે ચાર વખત પોડિયમ ફિનિશ કરી ચૂક્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં 80 મી.થી વધુનો થ્રો કરી ચુક્યો છે.

4. જેરેમી લાલરિનુનગા - (વેઈટલિફ્ટિંગ), ઉંમર-19 વર્ષ​​​​​​​
67 વેઈટ કેટેગરીમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જીતી હતી, જ્યારે 62 વેઈટ કેટેગરીમાં યુથ ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેના નામે ત્રણ નેશનલ રેકોર્ડ છે. તે પોતાની કેટેગરીમાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક તથા ટોટલનો નેશનલ રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ગેમ્સમાં તેની નજર ફરી પોતાનો જ રેકોર્ડ તોડવા પર હશે. તે એક મહિનામાં બર્મિંઘમમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે.

5. અંશુ મલિક-(રેસલિંગ), ઉંમર-20 વર્ષ​​​​​​​
ગયા વર્ષે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની હતી. 57 કિગ્રામ કેટેગરીમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ચૂકી છે. તે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિકની કેટગરીમાં ઉતરે છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં આ કેટેગરીમાં જ ક્વોલિફાય કર્યું હતું. રેસલિંગ વર્લ્ડ કપમાં સિલ્વર જીત્યો છે.

સાઈકલિંગ : કોમનવેલ્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ‘રોનાલ્ડો અને બેકહમ’
ડેવિડ બેકહમ અને રોનાલ્ડો સિંહ ભારતના બે સાઈકલિસ્ટના નામ છે. મણિપુરનો 20 વર્ષના રોનાલ્ડોનું નામ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કે બ્રાઝિલના રોનાલ્ડો ડિ. લીમાથી પ્રેરિત નથી. તેમનું નામ બ્રાઝિલના ફૂટબોલર રોનાલ્ડિન્હો ગૌચોના નામે રખાયું હતું. તેનું અસલી નામ રોનાલ્ડો ડિ અસિસ મોરેરા હતું. તેણે 21 જૂન, 2002ના રોજ ફીફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલ અને ઈંગ્લેન્ડની મેચમાં ગોલ કર્યો હતો. જ્યારે 19 વર્ષના ડેવિડ બેકહમ ફુટબોલના ફેન હતા. તે ટોપ ઈન્ટર સ્કૂલ ફુટબોલ ટૂર્નામેન્ટમાં સુબ્રતો કપમાં રમી ચુક્યો છે. તેનો પરિવાર ડેવિડ બેકહમનો ફેન હતો, એટલે પુત્રનું નામ તેમના નામે રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...