તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Opportunity To Replace Ishant Sharma In Fourth Test, Made History In ODI Debut

પ્રસિદ્ધ કૃષ્ણાની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી:ચોથી ટેસ્ટમાં ઈશાંત શર્માની જગ્યાએ મળી શકે છે તક, વનડે ડેબ્યૂમાં ઈતિહાસ રચ્યો હતો

લંડન24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. ચોથી મેચ પહેલાં સ્ટેન્ડબાઈ પ્લેયર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી BCCI સચિવ જય શાહે પ્રેસ રિલીઝ કરતા આપી છે.

ઈશાંત શર્માની જગ્યાએ મળી શકે છે તક
પ્રસિદ્ધ કૃષ્ણા ચોથી ટેસ્ટ પહેલાં ટીમમાં સામેલ કરાયો છે, જે તે વાતનો સંકેત આપે છે કે ટીમ મેનેજમેન્ટ તેને ઓવલ ટેસ્ટમાં રમાડવાનું વિચારી રહ્યાં છે. પ્રસિદ્ધને ફાસ્ટ બોલર ઈશાંત શર્માની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે, કેમકે ઈશાંત લીડ્સ ટેસ્ટમાં ભારે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને તેને એક પણ વિકેટ મળી ન હતી.

ડેબ્યૂ મેચમાં કમાલ કરી હતી
યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાના IPL પ્રદર્શનથી તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. જે બાદ તેને આ વર્ષે જ ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડે સીરીઝમાં ડેબ્યૂ કેપ મળી હતી. ડેબ્યૂ મેચમાં ફાસ્ટ બોલરે 4-54ના આંકડાની સાથે બોલિંગ કરી હતી. આ સાથે જ કૃષ્ણાએ વનડે ડેબ્યૂ મેચમાં 3થી વધુ વિકેટ લેનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો હતો. અત્યાર સુધીમાં તેને કુલ 3 વનડે મેચ રમી છે જેમાં 6 વિકેટ લીધી છે.

9 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ
કૃષ્ણાની પાસે 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ છે જેમાં તેને 34 વિકેટ લીધી છે. તેને અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ ગત વર્ષે માર્ચમાં રમી હતી. હવે જો તેને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ડેબ્યૂ કેપ મળે છે તો તે આ તકને ખાસ બનાવવા પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે.

ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, રૂષભ પંત (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્દ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

અન્ય સમાચારો પણ છે...