તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોક્યો 2021:ઓલિમ્પિકના કારણે સમગ્ર જાપાનમાં વાઈરસ ફેલાવાની આશંકા, ફક્ત 15%ને જ રસી અપાઈ છે

ટોક્યો22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતોનું કહેવું છે કે વિદેશીઓ અને સ્ટાફમાં સંક્રમણ વધશે

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ભારપૂર્વક કહ્યું છે કે ટોક્યો ઓલિમ્પિક કોવિડ-19થી સુરક્ષિત રહેશે, પરંતુ જાપાનમાં વાઈરસ ફેલાશે તો જાપાનના નાગરિકોની સુરક્ષા જોખમાશે એ વાતમાં કોઈ શંકા નથી. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઓલિમ્પિકના કારણે જાપાનમાં વાઈરસનો ભીષણ પ્રકોપ સર્જાઈ શકે છે કારણ કે, અહીં ફક્ત 15% લોકોને જ રસી અપાઈ છે. તેમાં પણ મોટા ભાગનાની ઉંમર 65 વર્ષથી વધુ છે.

તેનાથી યુવા વસતી ખતરામાં પડવાની આશંકા છે. 23 જુલાઈથી શરૂ થતા ઓલિમ્પિકનાં બે સપ્તાહ પહેલાં જ જાપાનમાં કોરોના સંક્રમણ બે મહિનાની ટોચે છે. દુનિયાના 60 હજાર એથ્લેટ, કોચ, પત્રકાર અને અન્ય લોકો જાપાનમાં આવી રહ્યા છે. કોબે યુનિવર્સિટીમાં સંક્રમક બીમારીઓના નિષ્ણાત કેનટારો ઈવાટા કહે છે કે હું ખેલાડીઓને લઈને ચિંતિત નથી, પરંતુ ઓલિમ્પિકના કારણે આખા જાપાનમાં વાઈરસ ફેલાઈ શકે છે તે વાતથી ચિંતિત છું. જોકે, જાપાનની ઓલિમ્પિક આયોજન સમિતિએ જાપાન આવતા દરેક લોકો માટે ગાઈડલાઈન બનાવી છે.

લોકોને સુરક્ષા બબલમાં પણ રખાય છે. આઈઓસીના અધ્યક્ષ થોમસ બેચે ગુરુવારે ટોક્યો પહોંચતા જ કહ્યું કે હું આ દિવસની એક વર્ષથી રાહ જોતો હતો. એથ્લેટ ચિંતામુક્ત થઈને ટોક્યો આવી શકે છે. ઈવાટાનું કહેવું છે કે મોટા ભાગના એથ્લેટ સ્વસ્થ છે. એટલે કે તેમના સંપૂર્ણ બીમાર પડવાની શક્યતા ઘણી ઓછી છે.

આ ઉપરાંત ઓલિમ્પિક માટે આવતા 80% લોકો વેક્સિનેટેડ હોય એવી પણ અમને આશા છે કારણ કે, જાપાનની 85% જેટલી વસતીને હજુ રસી આપી શકાઈ નથી. ઓલિમ્પિક સાથે જોડાયેલાં આયોજનોમાં કેટલાક લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. મે મહિનામાં મશાલ રિલે વખતે જ 8 લોકો સંક્રમિત થયા હતા. ચાર દેશના ખેલાડી પણ સંક્રમિત થયા છે. કોરોના વાઈરસ મુદ્દે આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોની પેનલના સભ્ય અને મહામારી નિષ્ણાત હિરોશી નિશિઉરા સવાલ કરે છે કે શું સુરક્ષા ઉપાયોના કારણે જાપાનમાં સંક્રમણના કેસ આવવાના બંધ થઈ જશે? શું ઓલિમ્પિકના કોરોના સુરક્ષા ઉપાયોથી સમાજમાં વાઈરસ નહીં ફેલાય?

નિષ્ણાતોને પણ ખબર નથી કે કોવિડ ગાઈડલાઈનનું પાલન કેટલી કડકાઈથી થઈ રહ્યું છે? જાપાનની કોવિડ-19 વ્યૂહરચના ઘડનારા વાઈરોલોજિસ્ટ હિતોષી ઓશિતાનીએ અનેક દેશમાં વાઈરસની નવી લહેર વચ્ચે હજારો વિદેશી મહેમાનોની યજમાની માટે પણ ચિંતા વ્યક્ત કરી છે. નબળી આરોગ્ય સુવિધાઓ ધરાવતા નાના પેસિફિક દેશોના ખેલાડીઓ પણ ખતરાજનક છે.

સમુદ્રથી ઘેરાયેલા ટાપુ દેશો બહારના લોકોની અવરજવરના કારણે અત્યાર સુધી સંક્રમણથી બચ્યા છે. ઓલિમ્પિકથી વાઈરસ જાપાનમાં ફેલાશે કારણ કે વૉલેન્ટિયર અને સ્ટાફ ટોક્યોથી અહીંથી બીજા શહેરોમાં જશે. મેરેથોન, ફૂટબોલ સહિત અનેક ગેમ ટોક્યો બહાર યોજાશે. એવી જ રીતે સર્ફિંગ પણ બહાર યોજાશે, જે બધું જ જોખમી સાબિત થઈ શકે છે.

પ્રજાને સમજાવવી મુશ્કેલ
જ્યારે સરકાર હજારો વિદેશીઓની યજમાની કરશે ત્યારે કોવિડ-19 પ્રતિબંધોથી કંટાળેલા જાપાનીઓને ઉનાળાની રજાઓમાં ઘરોની અંદર કેદ રહેવા અને તેમનું વર્તન બદલવા માટે સમજાવવા મુશ્કેલ છે. ઓશિતાની કહે છે કે અનેક લોકો માને છે કે સરકારે ઓલિમ્પિક માટે જ ઈમર્જન્સી જાહેર કરી છે.

62% લોકો ઓલિમ્પિકની વિરુદ્ધ
ઓલિમ્પિક રદ કરવો મુશ્કેલ વિકલ્પ છે. આમ છતાં, અનેક જાપાનીઓ તેની સાથે સંમત છે. ગયા મહિને અસાહી શિમ્બૂન અખબારે 1500 લોકોનો સરવે કરીને કહ્યું હતું કે 62% જાપાનીઓએ ટોક્યો ઓલિમ્પિક રદ કરવા કે થોડો સમય સ્થગિત કરવાનું કહ્યું હતું. મહામારીના કારણે 2020માં પણ ઓલિમ્પિક રદ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...