IPL મીડિયા રાઈટ્સ:પ્રથમ દિવસે ભારતીય ઉપમહાદ્વીપના રાઈટ્સ માટે બોલી લાગી

મુંબઈ25 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ટાટા સ્ટીલ-સેલે ઈ-હરાજી પ્લેટફોર્મ બનાવ્યું
  • હરાજીમાં પ્રથમ બોલી બાદ દરેક કંપની પાસે 30 મિનિટનો સમય

IPLના આગામી 5 વર્ષના મીડિયા રાઈટ્સ માટે રવિવારે ઈ-હરાજીનો પ્રારંભ થયો. જે સોમવારે પૂર્ણ થઈ શકે છે. સોમવારે જ એ જાણી શકાશે કે કઈ કંપની મીડિયા રાઈટ્સ મેળવવામાં સફળ રહી. આગામી 5 વર્ષના આઈપીએલના ટીવી અને ડિજીટલ રાઈટ્સ કોને મળ્યા. 2023-2027 માટે હરાજી રવિવારે સવારે 11 કલાકે એક પોર્ટલના માધ્યમથી શરૂ થઈ હતી.

સંભવિત બોલી લગાવનાર પક્ષોને એક URL આપવામાં આવી હતી. હરાજી માટેનું આ પ્લેટફોર્મ ટાટ સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ) દ્વારા તૈયાર કરવામા આવ્યું. આ URL કે ઈ-હરાજી પ્લેટફોર્મને એમજંકશન કહેવાય છે. બોલી લગાવનાર કંપનીઓ ગમે તે સ્થળેથી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. પરંતુ એ નથી જોઈ શકતા કે કોણ કેટલી રકમની બોલી લગાવી રહી છે. આ રકમ માત્ર BCCI જ જોઈ શકે છે.

પ્રથમ બોલી લાગ્યા બાદ દરેક કંપની પાસે પોતાની બોલી માટે 30 મિનિટનો સમય હોય છે. બોલી ત્યાંસુધી ચાલતી રહેશે જ્યાંસુધી કંપનીઓ પોતાની ઓફર રજૂ કરતી રહેશે. પ્રથમ દિવસે પેકેજ-એ (ભારતીય ઉપમહાદ્વિપ માટેના ટીવી રાઈટ્સ) અને પછી પેકેજ બી (ભારતીય ઉપમહાદ્વિપ માટે ડિજીટલ રાઈટ્સ) માટે એક સાથે બોલી લગાવવાની શરૂઆત થઈ. જ્યારે પેકેજ-એ અને બીની હરાજી પૂર્ણ થઈ જશે, તે પછી પેકેજ સી અને ડી માટે હરાજીનો પ્રારંભ થશે. આ વખતે બેઝ પ્રાઈઝ 32,890 કરોડ રૂપિયા છે.

ડિજિટલ રાઈટ્સથી ફાયદો ન દેખાવાને કારણે એમેઝોન હટ્યુંઃ સૂત્રો
એમેઝોન પ્રાઈમ વીડિયોને IPLના ડિજીટલ રાઈટ્સ માટે મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું હતું, પરંતુ તે હરાજી પહેલા જ બહાર થઈ હતી. તે ટેક્નિકલ પ્રક્રિયામાં સામેલ ન થઈ. તેના બહાર થવાનું કોઈ સત્તાવાર કારણ સામે નથી આવ્યું પરંતુ સૂત્રોએ જણાવ્યું કે- આંતરિક ગણતરીના આધાર પર કંપની સામે એ તારણ આવ્યું કે, ડિજીટલ રાઈટ્સ લેવાથી કોઈ ફાયદો નહીં થાય. એમેઝોન ઈંગ્લિશ પ્રીમિયલ લીગ ફૂટબોલ પણ ટેલિકાસ્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...