• Gujarati News
  • Sports
  • On The First Day He Ate Spices With Full Mind, On The Second Day Also He Ate Mavo And Said Gutkha Should Not Be Consumed; The Controversy Erupted

ગુટકામેન ફસાયો!:IND v/s NZ મેચના પહેલા દિવસે મન ભરીને મસાલો ખાધો, બીજા દિવસે પણ માવો ખાતાં-ખાતાં કહ્યું- ગુટકાનું સેવન ના કરવું જોઈએ; વિવાદ વકર્યો

2 મહિનો પહેલા
સોશિયલ મીડિયામાં વાઈરલ પોસ્ટ, અત્યારે આ ફોટો એડિટેડ તો નથી ને તથા તેના મોઢામાં મસાલો છે કે નહીં એ વિવાદ સો.મીડિયામાં વકર્યો છે.
  • પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે

કાનપુરમાં ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ગુટકા ખાતા એક શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ક્રિકેટજગતના અનુભવી નિષ્ણાતોથી લઈને સામાન્ય લોકો પણ તેને લઈને અત્યારે મીમ બનાવી રહ્યા છે. એવામાં ટેસ્ટ મેચના બીજા દિવસે આ વ્યક્તિ ફરીથી કેમેરા સામે આવ્યો હતો. જોકે આ દરમિયાન તેણે દર્શકોને એવો સંદેશ આપ્યો, જેને કારણે સોશિયલ મીડિયામાં વિવાદ વકર્યો હતો. ચલો, આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ...

ગુટકા ખાતાં-ખાતાં સંદેશ આપ્યો- મસાલો ન ખાવો જોઈએ!
કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે આ શખસ ફરીથી કેમેરામાં કેદ થયો હતો. આ દરમિયાન તેના હાથમાં એક બોર્ડ હતું, જેમાં તેણે લખ્યું હતું કે ગુટકા ન ખાવા જોઈએ, આનું સેવન ખોટું છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ રહી કે આ બોર્ડ બતાવતા સમયે તે ગુટકા ખાતાં-ખાતાં જ ફોન પર વાતો કરી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. જોકે ગુટકામેનના 2 અલગ-અલગ જગ્યાના ફોટો વાઈરલ થયા છે, જેમાંનો એક ફોટો છે તેમાં આ શખસના મોઢામાં મસાલો નથી હોતો ત્યારે બીજા ફોટોમાં તે સ્ટેન્ડ્સમાં બેઠેલો છે અને પહેલાંની જેમ મસાલો ખાતાં અને ફોન પર વાતો કરતાં નજરે પડી રહ્યો છે.

આમાં તેના મોઢામાં મસાલો ન હોવાનું પ્રાથમિક અનુમાન.
આમાં તેના મોઢામાં મસાલો ન હોવાનું પ્રાથમિક અનુમાન.

સોશિયલ મીડિયામાં ફેન્સ અકળાયા
તેની આ તસવીરમાં પણ એક બાજુ મસાલો મોઢામાં ભર્યો હોય અને બીજી બાજુ બોર્ડમાં મસાલો ન ખાવા ટકોર કરતો હોય તેમ લાગતા ફેન્સ ગુસ્સે થયા હતા. વાઈરલ ફોટોમાં મોટા ભાગના ફેન તેની આ પ્રતિક્રિયાની નિંદા કરી રહ્યા છે. તો વળી બીજી બાજુ કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું કે આ ફોટો એડિટ કરેલો છે. જોકે અત્યારે સોશિયલ મીડિયામાં તેની બીજી એક તસવીર પણ વાઈરલ થઈ રહી છે જેમાં #ગુટકામેન તરીકે ઓળખાતો આ શખસ મસાલો ખાવો ખોટી વાત છે એવી સલાહ આપી રહ્યો છે.

પહેલા દિવસે ગુટકામેનથી ફેમસ થયો
ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈન્ડિયન ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે અચાનક કેમેરામેનનું ધ્યાન આ શખસ પર પડ્યું હતું. આ દરમિયાન તે ગુટકા ખાઈને ફોન પર વાતો કરતો નજરે પડ્યો હતો. જોકે આ ગુટકામેન વાતોમાં એટલો ઓતપ્રોત હતો કે તેણે જાણ પણ ન રહી કે અત્યારે લાઈવ મેચમાં મોટા ભાગના વ્યૂઅર્સ તેને જોઈ રહ્યા છે. તેવામાં આનો વીડિયો અને ફોટો વાઈરલ થતાં યુઝર્સ વિવિધ મીમ બનાવી તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

બીજા દિવસે ભારતનું ખરાબ પ્રદર્શન

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે. કીવી ઓપનર વિલ યંગે 75 અને ટોમ લેથમે 50 રન કરી ક્રીઝ પર છે. આની પહેલા ટીમ ઈન્ડિયા એક સારી શરૂઆતને હાઈસ્કોરિંગ ટોટલમાં પરિવર્તિત કરી શકી નહોતી અને બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ અત્યારે ઈન્ડિયાથી 216 રન પાછળ છે.

અન્ય સમાચારો પણ છે...