તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Olympic Medalist Ready For Challenge: Neeraj To Return To Field From August 26, Men's Hockey Team To Go Into Action From October

પડકાર માટે તૈયારી:ઓલિમ્પિક મેડાલિસ્ટ આવનારા પડકાર માટે તૈયાર: નીરજ 26 ઓગસ્ટથી મેદાન પર વાપસી કરશે, પુરુષ હોકી ટીમ ઓક્ટોબરથી એક્શનમાં આવશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ટીમનો હવે પછીનો ટાર્ગેટ કોમનવેલ્થ અને એશિયાડ: આવતા વર્ષે કોમનવેલ્થ બર્મિંગહામ અને એશિયન ગેમ્સ હાંગઝો

ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ લાવનાર ખેલાડી હવે થોડા દિવસ આરામ કરશે. ત્યારબાદ મોટા પડકાર માટે તૈયારી શરૂ કરશે. કેટલાક ખેલાડી ઓગસ્ટમાં જ તૈયારી શરૂ કરી દેશે તો કેટલાક ખેલાડી 1-2 મહિનામાં તૈયારી શરૂ કરશે. બધા જ ખેલાડીઓ આવતા વર્ષે થનાર કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે અત્યારથી પરસેવો પાડશે. ભારતે ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 કાંસ્ય સહિત 7 મેડલ જીત્યા હતા. આ ભારતનું અત્યાર સુધીનું ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

હોકી ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરશે, જેમાં 6 ટીમો રમશે
41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર પુરૂષ હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં રમાશે. ટુર્નામેન્ટ 1 થી 9 ઓક્ટોબર સુધી રમાશે. જેમાં એશિયાની 6 ટીમો ભાગ લેશે.

બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુ કોરિયા ઓપનમાં રમી શકે છે
પીવી સિંધુએ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતી છે. તે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઇ છે. તે 31 ઓગસ્ટથી કોરિયા ઓપનમાં ભાગ લઇ શકે છે. ત્યારબાદ 7 ડિસેમ્બરથી તાઈપે ઓપનમાં પણ રમી શકે છે.

ટોક્યોમાં પહેલો મેડલ જીતનાર ચાનુ નવેમ્બરમાં ટુર્નામેન્ટમાં ઉતરશે
વેટલિફ્ટર ચાનુએ ભારતને ટોક્યો ગેમ્સમાં પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે 49 કિગ્રામાં સિલ્વર જીત્યો હતો. તે આ રમતમાં સિલ્વર જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી છે. તે નવેમ્બરમાં એશિયન ચેમ્પિયનશિપ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટમાં રમશે.

રવિ અને બજરંગ ઓક્ટોબરમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રમશે
ટોક્યોમાં યુવા પહેલવાન રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો. તો બજરંગ પૂનિયાએ કાંસ્ય પદક જીત્યો હતો. બંને પહેલવાનોની આ પહેલી જ ઓલિમ્પિક હતી. હવે બંને ખેલાડી ઓક્ટોબરમાં નોર્વેમાં થનાર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનો ભાગ હશે.

લવલીના કેટલાક દિવસનો બ્રેક લઇ પેરિસ ઓલિમ્પિક માટે તૈયારી કરશે
ટોક્યો ઓલિમ્પિકની કાંસ્ય મેડાલિસ્ટ લવલીના બોરગોહેન કેટલાક દિવસનો બ્રેક લેશે. જેથી તે માનસિક અને શારીરિક રીતે ફિટ થઇ શકે. ત્યારબાદ તે પેરિસ ઓલિમ્પિક 2024 ની તૈયારી શરૂ કરશે. 23 વર્ષની લવલીનાએ કહ્યું હતું કે જ્યા સુધી કાંસ્યને ગોલ્ડમાં નહીં બદલે ત્યા સુધી શાંતીથી નહીં બેસું.

નીરજ યુરોપમાં 14 દિવસમાં 3 ઇવેન્ટ રમશે
ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપડાને આવતા વર્ષે ચીનમાં થનાર એશિયન ગેમ્સમાં પડકાર મળશે. 23 વર્ષનો નીરજ તેની તૈયારી અત્યારથી કરવાના મૂડમાં છે. તેણે 13 જુલાઈના રોજ થનાર ગેટશેડ ડાયમન્ડ લીગથી નામ પરત લઇ લીધું છે. પણ તે યુરોપ થનાર ત્રણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેશે. તે 26 ઓગસ્ટથી લુસાને, 28 ઓગસ્ટે પેરિસ અવને 9 સપ્ટેમ્બરે જ્યૂરિખમાં જેવલિન ઇવેન્ટમાં રમશે.

અન્ય સમાચારો પણ છે...