તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Olympic Games Tokyo 2020; Closing Ceremony At 4.30 Pm; Golden Girl Avani Lekhara Will Be The Flag Of Indian Team

ટોક્યો પેરાલિમ્પિક ક્લોઝિંગ સેરેમની:ગોલ્ડન ગર્લ અવની લેખરા ભારતીય દળની ધ્વજવાહક રહી, 19 મેડલ સાથે ભારતનું ઐતિહાસિક પ્રદર્શન

21 દિવસ પહેલા

ટોક્યો પેરાલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં અવની લેખરા ભારતીય દળની ધ્વજવાહક રહી હતી. 19 વર્ષની શૂટરે ટોક્યોમાં ગોલ્ડ સહિત 2 મેડલ જીત્યા છે. અવનીએ SH1 કેટેગરીની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ અને 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અવની સિવાય સિંહરાજે ટોક્યોમાં બે મેડલ જીત્યા. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ અને 50 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ભારતમાંથી 11 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે
ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના 11 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 24 ઓગસ્ટના રોજ ઓપનિંગ સેરેમનીમાં 5 એથ્લીટ્સે ભાગ લીધો હતો. ત્યારે શોટપુટર ટેકચંદ ધ્વજવાહક હતા. તેમણે હાઈજંપર મરિયપ્પન થંગાવેલુની જગ્યા લીધી. મરીયપ્પન હવાઈ મુસાફરી દરમિયાન કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ તેઓ ક્વોરન્ટીન થઈ ગયા અને તેમની જગ્યાએ ટેકચંદને ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા.

ભારતના નામે 19 મેડલ
ટોક્યો પેરાલિમ્પકમાં ભારતે 19 મેડલ જીત્યા છે. 53 વર્ષમાં અત્યાર સુધીમાં 11 પેરાલિમ્પિક્સમાં 12 મેડલ આવ્યા હતા.

બેડમિન્ટનમાં 7 ખેલાડીએ ભાગ લીધો, 4એ મેડલ જીત્યા
બેડમિન્ટનને પહેલીવાર પેરાલિમ્પિકમાં સામેલ કરાયું હતું. તેવામાં ભારતના 7 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ચાર ખેલાડીએ મેડલ જીત્યા છે. પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે ગોલ્ડ તથા સુહાસ યથિરાજે સિલ્વર અને મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પેરાલિમ્પિકમાં 163 દેશોના 4500 એથ્લીટ્સે ભાગ લીધો
પેરાલિમ્પિક ગેમ દરમિયાન 163 દેશોના લગભગ 4500 ખેલાડી 22 ગેમની 540 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેવામાં ઈન્ડિયન ટીમના ભાગે અત્યારસુધી કુલ 19 મેડલ આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...