• Gujarati News
  • Sports
  • Sports Authority Of India 35 Athletes Simultaneously Positive, Suspense About Playing National Event

રમત જગતમાં કોરોનાનું સંકટ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં એક સાથે 35 એથલીટ્સ પોઝિટિવ, નેશનલ ઇવેન્ટ પહેલાં ચુસ્ત પ્રોટોકોલ બનાવાયા

14 દિવસ પહેલા
ફાઈલ ફોટો
  • એકપણ એથલીટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) બેંગ્લોરમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એકસાથે 35 જુનિયર ભારતીય એથલીટ્સ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. PTI દ્વારા પ્રકાશિત એક સમાચાર પ્રમાણે સૂત્રોએ જણાવ્યું છે કે SAIએ 210 લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 175 એથલીટ અને 35 કોચ સામેલ હતા.

તમામને આઈસોલેટ કરાયા
35 કોરોના સંક્રમિત ખેલાડીઓમાંથી 31માં કોરોનાના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. આવી સ્થિતિમાં, કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. દરેકને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ કોઈપણ કોરોના સંક્રમિત ખેલાડીના સંપર્કમાં આવ્યા નથી તેવા ખેલાડી જ નેશનલ ઈવેન્ટમાં રમી શકે છે.

SAI બેંગ્લોરે પ્રોટોકોલ પાલન અંગે જણાવ્યું
SAI બેંગલુરુએ કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કેમ્પસમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં. તેમણે કહ્યું કે SAIનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કેમ્પસની અંદર આંતરરાષ્ટ્રીય રમતોની તૈયારી કરી રહેલા એથલીટ્સ ને ચેપ ન લાગે. આ વર્ષની એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે એથલીટ્સ યોગ્ય રીતે તૈયારી કરી શકે તેના માટે અમે તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ.

ડોકટરોની કમિટી બનાવવામાં આવી
આ સમગ્ર કોરોના વિસ્ફોટ પછી SAIએ ડોક્ટરોની એક કમિટી બનાવી છે. આ અંતર્ગત તમામ એથલીટ્સ અને સ્ટાફનું પરીક્ષણ કરવામાં આવશે. આ સાથે દરેકને પ્રોટોકોલનું પાલન કરવાનું પણ કેહવામાં આવશે.

આ સમગ્ર કેસમાં સારા સમાચાર એ છે કે ચેપગ્રસ્ત પૈકી કોઈપણ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભાગ લેનારો એથલીટ નથી. ભારતમાં કોરોના ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. 9 મહિના પછી દેશમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...