FIH હોકી વર્લ્ડ કપનું દર 4 વર્ષે આયોજન થાય છે. ત્યારે આ વખતનો હોકી વર્લ્ડ કપ ભારતમાં યોજાવવાનો છે. આ ટૂર્નામેન્ટ 13-29 જાન્યુઆરી સુધી ઓડિશાના ભુવનેશ્વર અને રૂરકેલામાં રમાશે. આ વચ્ચે ઓડિશાના CM નવીન પટનાયકે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે જો આ વર્ષે ભારત હોકી વર્લ્ડ કપ જીતે છે, તો ટીમના દરેક ખેલાડીને 1-1 કરોડ રૂપિયા આપશે. નવીન પટનાયક રૂરકેલામાં વર્લ્ડ કપ વિલેજના ઉદ્ઘાટન સમારોહમાં આ ઈનામની જાહેરાત કરી હતી.
વર્લ્ડ કપ વિલેજમાં 225 રૂમ
વર્લ્ડ કપ વિલેજમાં 225 રૂમ છે. આને બનાવવામાં 9 મહિના જેટલો સમય લાગ્યો હતો. આમાં વર્લ્ડ કપના ઑફિશિયલ્સ અને ટીમ રહેશે.
નવીન પટનાયક ભારતીય હોકી ટીમ સાથે મળ્યા ઓડિશાના CM નવીન પટનાયક ભારતીય ટીમના ખેલાડીઓને પણ મળ્યા હતા. તેમણે ટીમને વર્લ્ડ કપ માટે શુભચ્છા પાઠવી હતી.
ટીમ ઈન્ડિયા પુલ-Dમાં છે
વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠો નંબર ધરાવતી ટીમ ઈન્ડિયા પુલ-Dમાં છે. આ ગ્રુપમાં ટીમ ઈન્ડિયાની સાથે ઇંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 13 જાન્યુઆરીએ રૂરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં સ્પેન સામે રમીને કરશે.
હરમનપ્રીત સિંહ ટીમના કેપ્ટન
ટીમ ઈન્ડિયા ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં ઉતરશે. તો અભિષેક અને સુખજીત સિંહ પહેલીવાર વર્લ્ડ કપ રમશે. 26 વર્ષિય હરમનપ્રીત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી ટીમનો સભ્ય હતા. તેમણે 2020-21 અને 2021-22માં FIH પ્લેયર ઑફ ધ યરનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 13 જાન્યુઆરીએ સ્પેન સામે, બીજી મેચ 15 જાન્યુઆરીએ ઇંગ્લેન્ડ સામે અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ વેલ્સ સામે છે. શ્રીજેશ અને બહાદુર ચોથો વર્લ્ડ કપ રમવા ઉતરશે.
ટીમ ઈન્ડિયાની ફૂલ સ્ક્વોડ
હરમનપ્રીત (કેપ્ટન), અમિત (વાઇસ કેપ્ટન), કૃષ્ણા બહાદુર, શ્રીજેશ (ગોલકીપર), જરમનપ્રીત, સુરેન્દ્ર, વરુણ, નીલમ સંજીપ, મનપ્રીત, હાર્દિક, નીલકાંત શર્મા, શમશેર, વિવેક પ્રસાદ, આકાશદીપ, મનદીપ, લલિત, અભિષેક અને સુખજીત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.