તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Novak Djokovic Will Play Daniil Medvedev In The Final Of The US Open Will Leave Nadal And Federer Behind If He Wins

ઈતિહાસ રચવાથી એક જીત દૂર જોકોવિચ:US ઓપનની ફાઇનલમાં ડેનિલ મેદવેદેવ સામે ટક્કર, જીત્યો તો નડાલ અને ફેડરરને પાછળ પાડી દેશે

ન્યૂયોર્ક12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેડ ટુ હેડમાં જોકોવિચે, નડાલ અને ફેડરરને પણ હંફાવ્યા છે

વર્લ્ડ નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ(સર્બિયા) US ઓપનની ફાઇનલમાં રવિવારે મોડી રાત્રે ડેનિલ મેદવેદેવ સામે રમશે. તેવામાં જોકોવિચ જો આ મેચ જીતી લેશે તો તે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર પહેલો પુરુષ ખેલાડી બની જશે. અત્યારે તે સ્પેનના રાફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડડરનની બરાબરી પર છે. આ ત્રણેયના નામે 20-20 ગ્રાન્ડ સ્લેમ છે.

આના સિવાય જોકોવિચ US ઓપન જીત્યા પછી કેલેન્ડર સ્લેમ પણ બનાવી લેશે. 'ટેનિસના ચારેય ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટને એક જ વર્ષમાં જીતવાના રેકોર્ડને કેલેન્ડર સ્લેમ કહેવાય છે.' પુરુષ ખેલાડીઓમાં છેલ્લીવાર કેલેન્ડર સ્લેમ ઓસ્ટ્રેલિયાના રોડ લેવરે 1969માં જીત્યું હતું. લેવરે 1962માં પણ કેલેન્ડર સ્લેમ પોતાને નામ કર્યું. મહિલા ખેલાડીઓમાં છેલ્લીવાર આ ઉપલબ્ધિ જર્મનીની સ્ટેફી ગ્રાફે 1988માં પ્રાપ્ત કરી હતી. એટલે કે US ઓપનની ફાઇનલમાં જીત જોકોવિચને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (GOAT)ની યાદીમાં સ્થાન અપાવશે.

9મી વાર રમશે US ઓપનની ફાઇનલ
જોકોવિચે શુક્રવારે જર્મનીના એલેક્સી ઝ્વેરેવને હરાવી US ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે 9મી વાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે. જે તેના કરિયરની ઓવરઓલ 31મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ છે. જોકોવિચ ત્રણવાર US ઓપન ચેમ્પિયન રહી ચૂક્યો છે.

સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ
જોકોવિચે સૌથી વધુ સફળતા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેળવી છે. તેણે અત્યારસુધી 9 વાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. વિમ્બલડનમાં તે 6 વાર અને US ઓપનમાં ત્રણવાર ચેમ્પિયન બન્યો છે. તેણે સૌથી ઓછા ટાઇટલ ફ્રેન્ચ ઓપનમાં જીત્યા છે. પેરિસમાં તે 2 વાર ચેમ્પિયન બની શક્યો છે.

હેડ ટુ હેડમાં નડાલ અને ફેડરરને પણ હંફાવ્યા
જોકોવિચને નડાલ અને ફેડરર સાથે ટેનિસના ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયર્સની લિસ્ટમાં રખાય છે. જોકે આ બંને ખેલાડીઓ સામે જોકોવિચ હંમેશા અગ્રેસર રહ્યો હતો. નડાલ વિરૂદ્ધ તેણે અત્યારસુધી 58 મેચ રમી છે. જેમાં જોકોવિચ અને ફેડરર વચ્ચે અત્યારસુધી 50 મેચ રમાઈ છે, જેમાં 27માં જોકોવિચે અને 23 ફેડરરે જીતી છે.

અન્ય સમાચારો પણ છે...