તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Novak Djokovic US Open Final Update; Serbian No. 1 Player Breaks His Racket, Video Goes Viral

એન્ગ્રી જોકોવિચ:US ઓપનની ફાઇનલમાં મેદવેદેવથી હાર્યા પછી જોકોવિચે રેકેટ તોડ્યું; આની પહેલા ગુસ્સામાં ઘાસ પણ ખાઈ ચૂક્યો છે

12 દિવસ પહેલા
  • નડાલ અને ફેડરરથી આગળ ના જઈ શક્યો જોકોવિચ

વર્લ્ડ નંબર-1 ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતી શક્યો નથી, જેના કારણે તે ઘણો નિરાશ થઈ ગયો હતો. રવિવારે મોડી રાત્રે US ઓપનમાં મેન્સ સિંગલ્સના ફાઇનલમાં રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવે એક તરફી મેચમાં જોકોવિચને માત આપી હતી. તેણે 6-4, 6-4, 6-4થી હરાવી ટાઇટલ પોતાને નામ કર્યું હતું. જોકોવિચ આ હાર પચાવી શક્યો નહતો અને તેને ગુસ્સામાં પોતાનું રેકેટ તૂટે નહીં ત્યાં સુધી કોર્ટમાં પછાડ્યું હતું. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

2 કલાક 15 મિનિટ ચાલી મેચ
US ઓપન ફાઇનલમાં મેદવેદેવ અને જોકોવિચ વચ્ચે સતત 2 કલાક 15 મિનિટ સુધી મેચ ચાલી હતી. રશિયન પ્લેયર મેદવેદેવે સતત ત્રણ સેટમાં (6-4, 6-4, 6-4)થી ટાઇટલ પોતાને નામ કર્યું. જીત્યા પછી મેદવેદેવે કહ્યું, હું મારી ટીમનો તથા જે લોકોએ મારો સપોર્ટ કર્યો છે આભારી છું. આ સ્લેમ જીતવાની સફર સરળ નહતી.

મેદવેદેવે જીત્યો સીઝનનો પહેલો ગ્રાન્ડ સ્લેમ
મેદવેદેવે સીઝનનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. જોકે આની પહેલા તેણે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં જોકોવિચ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં જોકોવિચે રેકેટ તોડ્યું
US ઓપનમાં જોકોવિચને રેકેટ તોડતો જોઇને ચોંકી જવાની જરૂર નથી, આની પહેલા પણ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં રેકેટ તોડ્યું હતું. જોકોવિચે ક્યારેક રેકેટ સ્ટેન્ડ્સમાં ફેંક્યું તો ક્યારેક નેટ પર પટક્યું હતું.

ગત વર્ષે US ઓપનમાં લાઇન જજને બોલ માર્યો હતો
US ઓપનમાં ગત વર્ષે જોકોવિચે લાઇન જજને બોલ માર્યો હતો, જેના પરિણામે તેને ટૂર્નામેન્ટમાંથી ડિસ્ક્વોલિફાય કરાયો હતો. સ્પેનના પાબ્લો કાર્રેનો બુસ્ટા સામેની મેચના પહેલા સેટમાં 6-5થી પાછળ હોવાને પરિણામે તેને ગુસ્સામાં પોકેટમાંથી બોલ કાઢી એક તરફ શોટ માર્યો હતો. આ બોલ સીધો મહિલા લાઇન જજને વાગતા ગ્રાન્ડ સ્લેમના નિયમો અંતર્ગત જોકોવિચને તાત્કાલિક ટૂર્નામેન્ટમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દીધો હતો.

જોકોવિચે ચોથું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા પછી ઘાસ ખાઈને ઉજવણી કરી
નોવાક જોકોવિચે 2018માં ચોથું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા પછી ઘાસ ખાઈને ઉજવણી કરી હતી. તેણે ફાઇનલમાં કેવિન એન્ડરસનને 6-2, 6-2, 7-6 (7/3)થી હરાવી હતી. આની પહેલા 2011, 2014 અને 2015માં પણ તે ટ્રોફી જીતી ચૂક્યો છે. તેણે વિમ્બલ્ડનમાં 2011માં પહેલું ટાઇટલ જીત્યા પછી પણ ઘાસ ખાધું હતું.

હાર્યા પછી ભાવુક થયો જોકોવિચ
જોકોવિચ ફાઇનલ મેચમાં હાર્યા પછી રોવા લાગ્યો હતો. આ તેની સતત હીજી હાર છે. આની પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં તે ટાઇટલ મેચમાં એલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે હાર્યો હતો. મેચ પછી જોકોવિચે કહ્યું હતું કે મેં ક્યારેય ન્યૂયોર્કમાં આ પ્રમાણે અનુભવ્યું નથી.

નડાલ અને ફેડરરથી આગળ ના જઈ શક્યો જોકોવિચ
જોકોવિચ પાસે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક હતી, પરંતુ મેદવેદેવ સામે હાર્યા પછી સ્પેનના રાફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરથી આગળ નીકળી શક્યો નહતો. અત્યારે તે રાફેલ નડાલ અને રોજર ફેડરર સાથે બરાબરી પર છે. ત્રણેયના નામે 20-20 ગ્રાન્ડ સ્લેમ છે.

અન્ય સમાચારો પણ છે...