તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયન ઓપનના બાદશાહ:જોકોવિચ રેકોર્ડ 9મી વખત ચેમ્પિયન, ફાઈનલમાં મેદવેદેવને સતત સેન્ટોમાં હરાવ્યા

મેલબર્ન8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ નંબર-1 સર્બિયાના નોવાક જોકોવિચે વર્લ્ડ નંબર-4 રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતી લીધુ છે. આ તેમનો રેકોર્ડ9મો એવોર્ડ છે. આ પહેલા તે 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019 અને 2020માં પણ આ ગ્રેન્ડ સ્લેમ જીતી ચૂક્યા છે. જોકોવિચે મેદવેદેવને સતત સેન્ટોમાં 7-5, 6-2, 6-0થી હરાવી દીધો. જોકેવિચે આ 18મો ગ્રેન્ડ સ્લેમ એવોર્ડ જીતી લીધો છે. તેઓ અત્યાર સુધીમાં કરિયરમાં 9 ઓસ્ટ્રેલિયન ઓપન, 5 વિમ્બલડન, 3 યુએસ ઓપન અને 1 ફ્રેન્ચ ઓપન જીતી ચૂક્યા છે.

જોકેવિચે સૌથી વધુ 9 વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો
જોકોવિચે અત્યાર સુધીમાં કુલ 17 વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ રમી છે. તેમાં તેઓ સૌથી વધુ વખત ચેમ્પિયન બન્યા છે. તે પછી રોજર ફેડરર અને રોય ઈમરસને 6-6 વખત અને આંદ્રે અગાસી, જેક ક્રોફોર્ડ અને કેન રોજવેલને 4-4 વખત આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચે 90 ટકા મેચ જીત્યા
જોકોવિચના આ ગ્રેન્ડ સ્લેમમાં 90 ટકા વિનિંગ રેકોર્ડ છે. તેમણે અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં 83 મેચ રમી છે. તેમાંથી તેમને 75માં જીત અને 8 મેચમાં હાર મળી છે. તેમને વર્ષ 2018માં એચ કે ચુંગના હાથે સતત સેન્ટોમાં હાર મળી હતી.

જોકોવિચ તોડી નાંખશે ફેડરરનો રેકોર્ડ
વર્લ્ડ નંબર-1 જોકોવિચ આગામી મહિને ફેડરરનો સૌથી વધુ સપ્તાહ સુધી પ્રથમ પોઝિશન પર રહેવાનો રેકોર્ડ તોડી નાંખશે. ફેડરર ટેનિસ કેરિયરમાં કુલ 310 સપ્તાહ નંબર-1 પર રહ્યાં છે. બીજી તરફ જોકોવિચને નંબર-1એ રહ્યાંને 306 સપ્તાહ થઈ ચૂક્યા છે. 8 માર્ચ 2021થી તે 311મું સપ્તાહ નંબર-1 પર રહેતા શરૂ કરશે.

માત્ર નડાલ જ જોકોવિચને રેકોર્ડ તોડવાથી રોકી શકતો હતો
નડાલની પાસે જોકોવિચ ફેડરરનો રેકોર્ડ તોડી ન શકે તેવી એક તક હતી. જો નડાલ ATP કપ, ઓસ્ટ્રેલિયન ઓપન અને રોટરડેમ ઓપન જીતી જશે તો તે ATP રેન્કિંગમાં જોકોવિચને પાછળ છોડી શકતા હતા. જોકે નડાલને ઈજા થવાથી ATP કપમાંથી નામ પરત લઈ લીધુ હતું.

ATPએ રેન્કિંગ અને રેટિંગને ફ્રીઝ કર્યું
આ કારણે હવે જોકોવિચ ફેડરરનો રેકોર્ડ તોડશે તે નક્કી છે. સાથે જ ATP રેન્કિંગને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે કોઈ પણ ખેલાડીના જીતવા અને હારવાથી તેમના રેટિંગ અને રેન્કિંગ પર કોઈ ફરક પડશે નહિ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો