તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Not Sehwag, But Afridi Changed The Definition Of Opening In Test Cricket: Wasim Akram

નિવેદન:સહેવાગ નહિ, પરંતુ આફ્રિદીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગની પરિભાષા બદલી નાખી: વસીમ અકરમ

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસીમ અકરમનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
વસીમ અકરમનો ફાઇલ ફોટો.

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અકરમે એક યુટ્યુબ ચેટ શોમાં કહ્યું કે, "વિરેન્દ્ર સહેવાગ નહિ, પરંતુ શાહિદ આફ્રિદીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગની પરિભાષા બદલી નાખી હતી. સહેવાગનું ડેબ્યુ તો પછી થયું હતું. આફ્રિદીએ 1999-2000માં ટેસ્ટમાં ઓપનિંગને નવી વ્યાખ્યા આપી હતી. એક બોલર તરીકે મને ખબર હતી કે હું તેને આઉટ કરી શકું છું. પરંતુ તે સાથે એ પણ જાણતો હતો કે તે મારામાં લૂઝ બોલને છોડશે નહિ. તે રિધમમાં હોય ત્યારે સરળતાથી સિક્સ મારતો હતો." અકરમે વધુ ઉમેરતા કહ્યું કે, "આફ્રિદીએ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 1998માં ઑસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. જોકે તે પછી તેને 1999-2000માં ભારત પ્રવાસ માટે સિલકેટ કરવાનો નહોતો. મેં ઇમરાન ખાનને ફોન કરીને કહ્યું કે, સ્કિપર મારે આફ્રિદીને ભારત પ્રવાસે લઈ જવો છે. પરંતુ સિલેક્ટર્સ ના પાડે છે. ઇમરાને મને કહ્યું કે, ચોક્કસ લઈ જવો જોઈએ. તે એકલા હાથે 1-2 મેચ જીતડશે. તેની પાસે ઓપનિંગ કરાવજો. " આફ્રિદીએ પ્રથમ ટેસ્ટમાં ચેન્નાઇ ખાતે મેડન સદી મારી હતી. જેના થકી પાકિસ્તાને 1-0ની લીડ મેળવી હતી અને અંતે 2-1થી સીરિઝ જીતી હતી. આફ્રિદીની 141 રનની ઇનિંગ્સને યાદ કરતા ડાબોડી ફાસ્ટરે કહ્યું કે, "ચેન્નાઇમાં તે આગળ આવી આવીને અનિલ કુંબલે અને સુનિલ જોશીમાં સિક્સ મારી રહ્યો હતો." જોકે આફ્રિદી પોતાને ટેસ્ટ પ્લેયર તરીકે એસ્ટાબ્લિશ કરી શક્યો નહોતો. તેણે દેશ માટે 27 ટેસ્ટ રમી હતી અને આ દરમિયાન 5 સદી મારી હતી. બીજીતરફ, સહેવાગે 104 ટેસ્ટમાં 2 ટ્રિપલ સેન્ચુરી સહિત 23 સેન્ચુરી મારી હતી.

અન્ય સમાચારો પણ છે...