ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે છેલ્લા એક સપ્તાહમાં બે વખત વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો છે. નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં આ જીત સાથે તેના 10 પોઈન્ટ્સ થઈ ગયા છે અને હવે ટેબલમાં નંબર-1 પર પહોંચી ગયો છે. આનંદે ક્લાસિકલ કેટેગરીના પાંચમા રાઉન્ડમાં આર્માગેડન (સડન ડેથ બાજી) સાથે 50 ચાલમાં કાર્લસનને હરાવ્યો હતો.
અગાઉ 31 મેના દિવસે, આનંદે તે જ ટૂર્નામેન્ટના બ્લિટ્ઝ વિભાગના સાતમા રાઉન્ડમાં તેમની પાસેથી જીત મેળવી હતી. આ ક્લાસિકલ મેચમાં નિયમિત 40 ચાલમાં ડ્રો થયા પછી આર્મગેડન રમાઈ હતી. ક્લાસિકલ કેટેગરીમાં મેચ ડ્રો થયા બાદ ખેલાડીઓએ આર્માગેડન રમવાનું હોય છે.
ક્લાસિકલ કેટેગરીમાં ક્લાસિકલ બિગિનિંગમાં સળંગ ત્રણ જીત
આનંદે ફ્રાન્સના મેક્સિમ વાચીરે લેગ્રેવ, બલ્ગેરિયાના વેસેલિન ટોપાલોવ અને ચીનના હાઓ વાંગ સામે સતત ત્રણ ગેમ જીતી હતી. તે જ સમયે, આનંદે ચોથા રાઉન્ડમાં અમેરિકાના વેસ્લી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કાર્લસન હજુ પણ 9.5 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. તેણે નેધરલેન્ડના અનિશ ગિરી પર જીત મેળવીને ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. ત્યારપછી તેઓ આનંદ સામે હારીને બીજા સ્થાને સરકી ગયા છે. તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટના ક્લાસિકલ વિભાગમાં હજુ ચાર રાઉન્ડ બાકી છે.
44મા ચેસ ઓલિમ્પિયાડની દ્રષ્ટિએ આનંદની આ જીત મહત્વપૂર્ણ
વિશ્વનાથ આનંદ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનનો ઉપાધ્યક્ષ બની શકે છે- રિપોર્ટ્સ
ભારતીય ચેસ ફેડરેશને, આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના ઉપાધ્યક્ષ પદ માટે વિશ્વનાથન આનંદનું નામ સર્વસંમતિથી આગળ ધપાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે વિશ્વનાથ આનંદ પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે અને તેણે તાજેતરમાં જ મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. હવે તે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિકની ટીમના સભ્ય બનવાની દાવેદારી રજૂ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.