તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Noida DM Suhas Yathiraj Wins Silver In Badminton, India Wins 18th Medal In Paralympics

ટોક્યો પેરાલિમ્પિક્સ:બેડમિન્ટનમાં છેલ્લા દિવસે 2 મેડલ; કૃષ્ણા નાગરે ભારતને 5મો ગોલ્ડ જીતાડ્યો, નોઈડાના ડીએમ સુહાસે સિલ્વર જીત્યો

ટોક્યો21 દિવસ પહેલા
  • કૃષ્ણા નાગરે ફાઇનલમાં હોંગકોંગના ચુ માનને હરાવ્યો

ભારતે રવિવારે ટોક્યોમાં છેલ્લા દિવસે 5મો ગોલ્ડ મેળવ્યો હતો. કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો છે. તેણે ફાઇનલમાં હોંગકોંગના ચુ માન કેઇને હરાવ્યો હતો. પ્રથમ ગેમ કૃષ્ણાએ 21-17 જીતી. બીજી ગેમમાં કેઇએ વાપસી કરી અને 16-21થી જીત મેળવી. જ્યારે ત્રીજી અને નિર્ણાયક ગેમ કૃષ્ણાએ 21-13થી જીતી હતી. તેણે SH-6 કેટેગરીમાં આ મેડલ જીત્યો હતો. SH-6 કેટેગરીમાં તે ખેલાડીઓ ભાગ લે છે, જેમની ઉંચાઈ વધતી નથી.

13 કિમી દૂર ટ્રેનિંગ માટે જતો હતો કૃષ્ણા
કૃષ્ણની ઉંચાઈ પણ વધતી ન હતી. કૃષ્ણાની 2 વર્ષની ઉમર હશે, ત્યારે જ પરિવારને તેની બીમારી વિશે ખબર પડી. ધીમે ધીમે કૃષ્ણા મોતો થયો. તેણે પોતે સંપૂર્ણપણે રમતને સમર્પિત કરી દીધું. તે ઘરથી 13 કિમી દૂર સ્ટેડિયમમાં જઈને દરરોજ ટ્રેનિંગ લેવા જતો હતો.

સુહાસને ફાઇનલમાં લુકાસે હરાવ્યો
પેરાલિમ્પિક્સના છેલ્લા દિવસે ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. બેડમિન્ટનમાં, નોઇડાના ડીએમ સુહાસ યથિરાજ ફાઇનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડી લુકાસ મઝુર સામે હારી ગયા હતા. પરંતુ તેણે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો.

મેચ 3 સેટ સુધી ચાલી હતી. સુહાસે પહેલી ગેમ 21-15થી જીતી હતી અને તે પછી તે બંને ગેમ તે કઠિન મુકાબલામાં હારી ગયો હતો. લુકાસ મઝુરે છેલ્લી બંને રમત 21-15, 17-21થી જીતી હતી. પેરાલિમ્પિક્સ બેડમિન્ટનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે.

સુહાસે SL-4 કેટેગરીમાં આ મેડલ જીત્યો છે. SL-4 માં પેરા એથ્લીટનો સમાવેશ થાય છે જેમને ચાલવા-દોડવામાં થોડી મુશ્કેલી હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું- સેવા અને રમતગમતનો અદ્ભુત સંગમ! સુહાસ યથિરાજે પોતાના અસાધારણ પ્રદર્શનથી આપણા સમગ્ર રાષ્ટ્રની કલ્પના પર કબજો કરી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. ભવિષ્યના પ્રયત્નો માટે પણ સારી શુભકામનાઓ.

યુપીના મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુહાસને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે તમે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તમારા આ સિદ્ધિ દેશના ખેલાડીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે.

2007 માં IAS અધિકારી બનેલા
સુહાસે ભલે બેંગલુરુમાં નોકરી શરૂ કરી હોય, પણ વારંવાર તેને દિલમાં અફસોસની લાગણી છે કે જો તેણે પોતાના જીવનમાં સમાજ માટે કંઈ કર્યું નહી, તો પછી શું ફાયદો. વર્ષ 2007માં સુહાસ યુપી કેડરમાંથી IAS અધિકારી બન્યા હતા.

ડ્યૂટી બાદ સમય નીકાળીને રમતા બેડમિન્ટન
યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ તેને આગ્રામાં પોસ્ટ કરવામાં આવ્યૂ હતું. તેની ડ્યૂટી પૂરી થયા બાદ સુહાસ સમય કાઢીને બેડમિન્ટન રમવા જતા હતા. ધીરે ધીરે તેણે પ્રોફેશનલ રીતે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું.

પ્રમોદે બેડમિન્ટનમાં ગોલ્ડ જીત્યો છે
અગાઉ 11 માં દિવસે, પ્રમોદ ભગતે SL 3 માં બેડમિન્ટનમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ કેટેગરીમાં SL3 મનોજ સરકારે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે 18 મેડલ પોતાના નામે કર્યા
હવે ટોક્યોમાં ભારતના 18 મેડલ મળ્યા છે. 53 વર્ષમાં અત્યાર સુધીમાં 11 પેરાલિમ્પિક્સમાં 12 મેડલ આવ્યા છે. પેરાલિમ્પિક્સ 1960 થી થઈ રહી છે. ભારત 1968 થી પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યું છે. ત્યાં 1976 અને 1980 માં ભારતે ભાગ લીધો ન હતો. અત્યાર સુધીમાં ટોક્યોમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

7 ખેલાડીઓ બેડમિન્ટનમાં ગયા, 3એ મેડલ જીત્યા
બેડમિન્ટનને પ્રથમ વખત પેરાલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત તરફથી સાત ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમાંથી 6 ખેલાડીઓ વિવિધ કેટેગરીની સેમીફાઇનલમાં પહોંચ્યા હતા. અને ત્રણ ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા હતા. નોઇડાના ડીએમ સુહાસ યથીરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગર પોતપોતાની કેટેગરીની ફાઇનલમાં પહોંચ્યા હતા.

પ્રમોદ ભગતે ગોલ્ડ જીત્યો છે, જ્યારે મનોજ સરકારે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નોઇડાના ડીએમ સુહાસને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે તેને સિલ્વર મેડલ મળ્યો. બીજી તરફ, કૃષ્ણા નાગરની ફાઇનલ મેચ હજુ બાકી છે. પલક કોહલીને મિક્સ્ડ ડબલ્સમાં પ્રમોદ કુમાર સાથે છેલ્લા દિવસે બ્રોન્ઝ માટે રમશે. જ્યારે પારુલ પરમાર પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...