ફ્લાઈંગ શીખ:0.1 સેકન્ડની કિંમત મિલ્ખા સિંહથી વધારે કોઇ ઓળખી પણ નહીં શકે

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કહેતા હતા: ‘આ દર્દ મારા જીવનની સાથે જ પુરૂ થઇ જશે’

0.1 સેકન્ડ કેટલી લાંબી હોય છે.? તેમાં શું કરી શકીએ છીએ, કદાચ આંખ એકવાર પલકાવવી કહી શકાય. તેની કિંમત શું છે.? તેની કિંમત કોઇને ખ્યાલ હોય કે ન હોય પણ મિલ્ખા સિંહ 0.1 સેકન્ડની કિંમત ઘણી સારી રીતે જાણે છે. આ એ અંતર છે, જે મિલ્ખા સિંહની કારકિર્દીમાં સૌથી મોટુ અંતર ઉભુ કરે છે. રોમ ઓલિમ્પિક 6 ડિસેમ્બર 1960 ના રોજ તેણે 0.1 સેકન્ડના અંતરથી મેડલ ચૂકી ગયા. દ. આફ્રિકાના એથલિટ મેલ્કમ સ્પેન્સે તે દૌડ 45.5 સેકન્ડમાં પૂરી કરી હતી અને મિલ્ખા સિંહે તે 45.6 સેકન્ડમાં પૂરી કરી, તે ઓલિમ્પિકના પોડિયમ પૂરો કરવાથી 0.1 સેકન્ડના અંતરથી ચુકી ગયા હતા.

જોકે તેમણે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો જે ચાર દશકા સુધી કાયમ રહ્યો. મિલ્ખા સિંહ પોતે તેને ખરાબ યાદ માનતા હતા. તેમણે કહ્યું હતું કે, મારી અંતિમ ઇચ્છા કોઇ ભારતીય એથલિટને મેડલ પહેરતા જોવાની છે. મિલ્ખા સિંહની કારકિર્દીમાં વર્ષ 1958 સૌથી શાનદાર રહ્યું. તેણે કટક નેશનલ ગેમ્સમાં 200 મીટર અને 400 મીટરમાં રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ 1958 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. વર્ષના અંતમાં ટોક્યો એશિયન ગેમ્સમાં ગોલ્ડન ડબલ (200 મીટર અને 400 મીટર) મેળવ્યો. 1958 ના કોમનવેલ્થ ગેમ્સમાં તેમનું મેડલ ઐતિહાસિક મેડલ ગણવામાં આવ્યું હતું.

ત્યારે આંખમાં માત્ર આંસુ હતા... મિલ્ખા સિંહએ કાર્ડિફ આર્મ્સ પાર્કમાં એક અબજ આશાઓ સાથે 400 મીટરની દોડમાં ભાગ લીધો. ત્યા તેમણે કોઇનો ખાસ સપોર્ટ ન હતો પણ મિલ્ખા સિંહને આશા હતી કે અહિંયા રાષ્ટ્રગીત જરૂર વાગશે. મિલ્ખા સિંહએ દ. આફ્રિકાના એથલિટને 0.3 સેકન્ડથી પાછળ છોડ્યો જ્યારે કેનેડાના ચાર્લ્સ ટેરેન્સ લોબો 47 સેકન્ડથી પાછળ છોડ્યો. તેમણે તે રેસ માટે કહ્યું હતું, ત્યારે મારી આંખોમાં આંસુ હતા, તે એક એવો ક્ષણ હતી જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. હું ત્યા દ. આફ્રિકાના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સ્પેન્સની સાથે મુલાકાત કરી રહ્યો હતો, જે તે સમwયે 400 મીટરમાં બેસ્ટ હતો. આ જીત બાદ તેણએ પીએમ જવાહરલાલ નહેરૂનો ફોન આવ્યો, મિલ્ખા સિંહના અનુરોધ કરવા પર તેમણે પૂરા દેશમાં રજા જાહેર કરી હતી, જેથી બધા જીતનો ખુશી મનાવી શકે. 1964 ના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા, મિલ્ખા સિંહે 1962 માં જકાર્તા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા હતા.

ફ્લાઈંગ શીખની શરૂઆત સંઘર્ષથી ભરેલી હતી
નાનપણનો સમય મિલ્ખા સિંહ માટે સરળ ન હતો. પંજાબના ગોવિન્દપૂરા ગામ (હવે પાકિસ્તાનમાં છે) માં એક શીખ પરિવારમાં 14 અન્ય ભાઈ-બહેનો વચ્ચે જન્મ થયો. તેમણે 1947 ના વિભાજનથી પહેલા થયેલ દંગો સમયે તેમના માતા-પિતા અને ભાઈ-બહેનોનો નરસંહાર જોયો. તે દિલ્હી આવ્યા અને સંઘર્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે હું ઘણો નાનો હતો પણ યાદો ઘણી તાજા હતા. જીવનમાં મને માત્ર ત્રણવાર આંસુ આવ્યા હતા. 1951માં તે સેનામાં ભર્તી થયા. 400 મીટરના તે એથલીટ બન્યા અને ઇન્ટર સર્વિસીસમાં મેડલ જીત્યો. પાંચ વર્ષની અંદર 1956 ના મેલબોર્ન ઓલિમ્પિક ગેમ્સમાં જગ્યા બનાવી.

રેકોર્ડ તોડવાની તેમનામાં હંમેશા આગ હતી
મિલ્ખા સિંહએ 1956 ના ઓલિમ્પિક 400 મીટર ચેમ્પિયન અમેરિકાના ચાર્લ્સ જેનકિંસને ફોલો કર્યું. તેમણે કહ્યું હતું, જેનકિન્સની સાથે ઇંગ્લિશમાં વાત કરવી તકલીફ પડી હતી. મેં મારા મિત્રને ઓલિમ્પિક ચેમ્પિયનથી વાત કરવા માટે તૈયાર કર્યો. જેનકિન્સ ઘણો સારો હતો અને તેણે પોતાની ડાયટથી લઇને પૂરી ટ્રેનિંગ કાર્યક્રમ લખીને આપ્યો. મેં એક કાગળના ટુકડા પર તેના ઓલિમ્પિક ટાઇમિંગ 46.7 લખી અને પરત ફર્યા બાદ ગુરૂ નાનક દેવ જીના ફોટોની બાજુમાં રાખ્યું. મે તેને મારૂ લક્ષ્ય બનાવી દીધું હતું, કોઇ પણ હિસાબે મારે ત્યા સુધી પહોંચવું હતું. બે વર્ષમાં તેમણે સાચે જ તે રેકોર્ડનો તોડી દીધો અને 46.6 સેકન્ડનો ટાઇમ પાસ કર્યો.

અન્ય સમાચારો પણ છે...